સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું જજસાહેબને શિખામણ આપી શકાય?

શું જજસાહેબને શિખામણ આપી શકાય?

શું જજસાહેબને શિખામણ આપી શકાય?

સ્લેડીયાના ક્રોએશિયામાં રહે છે. તે યહોવાહની સાક્ષી છે. એક વાર તેને પૈસા બાબતે કોર્ટમાં જવાનું થયું. તે જજસાહેબ સામે સમયસર હાજર થઈ ગઈ. પણ સામેની પાર્ટી હજી આવી ન હતી. બધા રાહ જોતા હતા. સ્લેડીયાનાને યહોવાહ વિષે વાત કરવાની બહુ હોંશ. એટલે તેણે હિંમત ભેગી કરીને જજને પૂછ્યું:

“જજસાહેબ, તમને ખબર છે કે એક દિવસ પૃથ્વી પર ન તો જજની જરૂર હશે કે ન કોર્ટની?”

જજસાહેબને એટલી નવાઈ લાગી કે એક શબ્દ પણ બોલી ન શક્યા. ત્યારે જ કોર્ટનું કામકાજ શરૂ થયું. કામ પૂરું થયું એટલે સ્લેડીયાના દસ્તાવેજ પર સહી કરવા ગઈ. જજસાહેબે ધીમેથી તેને પૂછ્યું, “તેં કહ્યું હતું કે જલદી જ પૃથ્વી પર જજ અને કોર્ટની જરૂર નહિ હોય. શું એ સાચું છે?”

“હા જજસાહેબ. સો ટકા સાચું!” સ્લેડીયાનાએ જવાબ આપ્યો.

“તારી પાસે શું સાબિતી છે?” જજે પૂછ્યું.

“એ તમને બાઇબલમાં મળશે,” સ્લેડીયાનાએ કહ્યું.

જજસાહેબે કહ્યું કે તેને એ સાબિતી વાંચવી છે પણ તેની પાસે બાઇબલ નથી. સ્લેડીયાનાએ જણાવ્યું કે પોતે જજને બાઇબલ લાવી આપશે. પછી યહોવાહના સાક્ષીઓ જજને મળ્યા. બાઇબલ આપ્યું. દર અઠવાડિયે બાઇબલ સ્ટડીની ઑફર કરી. જજે હા પાડી અને થોડા સમયમાં તે યહોવાહના સાક્ષી બન્યા.

ગીતશાસ્ત્ર ૨:૧૦ અગાઉથી કહે છે કે “હે રાજાઓ, તમે સમજણ રાખો; પૃથ્વીના ન્યાયાધીશો, તમે હવે શિખામણ લો.” આવા લોકો ખુશીથી યહોવાહની શિખામણ માને છે, એ જોઈને આપણને કેટલી બધી ખુશી થાય છે! (w 06 12/1)

[પાન ૩૨ પર ચિત્ર]

સ્લેડીયાના અને જજ