વોરવિક ફોટો ગેલેરી ૩ (જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૫)
આ ફોટો ગેલેરીમાં, જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૫ દરમિયાન યહોવાના સાક્ષીઓના નવા મુખ્ય મથકનું કેટલું બાંધકામ થયું છે એ જુઓ.
૨ જાન્યુઆરી ૨૦૧૫—વ્હીકલ મેન્ટનન્સ બિલ્ડિંગ
નિયામક જૂથની પ્રકાશન સમિતિના સહાયક, હૅરોલ્ડ ક્રૉર્કન શાસ્ત્ર આધારિત આ ટૉક આપે છે: “તમારી શક્તિ પ્રમાણે કામ કરો.” વૉરવિકમાં કામ કરનારાઓને ઉત્તેજન આપવા અલગ અલગ વક્તાઓ નિયમિત તેઓની મુલાકાત લે છે.
૧૪ જાન્યુઆરી ૨૦૧૫—ઑફિસીસ/સર્વિસીસ બિલ્ડિંગ
શિયાળા દરમિયાન કામ કરનારાઓને રક્ષણ મળે અને તેઓ કામ પૂરું કરી શકે એ માટે લગાડવામાં આવેલી પ્લાસ્ટિકની સફેદ તાડપત્રી. બિલ્ડિંગના આ ભાગમાં ડાઈનીંગ રૂમ, ઇન્ફર્મરી, રસોડું અને લૉન્ડ્રી હશે.
૧૬ જાન્યુઆરી ૨૦૧૫—રેસિડેન્સ ડી
ઇલેક્ટ્રિકનું કામ કરનારા ભાઈઓ વાયર નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેસિડન્સ બિલ્ડિંગોમાં ૧૨,૦૦૦ મીટર જેટલા વાયર નાખવામાં આવ્યા છે. વૉરવિકની જગ્યા ખરીદ્યા પછી તરત જ ઇલેક્ટ્રિકનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને એ કામ પ્રોજેક્ટ પતે ત્યાં સુધી ચાલુ રહેશે.
૧૬ જાન્યુઆરી ૨૦૧૫—રેસિડેન્સ એ
વૉટરપ્રૂફ કરવા માટે બાલ્કનીમાં ટેપ લગાવતો કામદાર. અહીં ઉપરના માળની બાલ્કનીઓમાં પ્રવાહીની જેમ ઝડપથી ચોંટી જતું પોલીમીથેલ મેથાક્રાયલેટ (PMMA) વૉટરપ્રૂફ કરવા વાપરવામાં આવે છે.
૨૩ જાન્યુઆરી ૨૦૧૫—રેસિડેન્સ એ
ઘરોમાં વીજળી પહોંચે એ માટે પિતા અને દીકરી ટીમ તરીકે વાયર લગાડી રહ્યા છે.
૬ ફેબ્રુઆરી ૨૦૧૫—વ્હીકલ મેન્ટનન્સ બિલ્ડિંગ
હંગામી ધોરણે બનાવવામાં આવેલા ડાઇનીંગ રૂમમાં કામદારો જમી રહ્યા છે. દરરોજ ૨,૦૦૦થી પણ વધારે લોકો માટે બપોરનું ખાવાનું બનાવવામાં આવે છે.
૧૨ ફેબ્રુઆરી ૨૦૧૫—મેન્ટનન્સ બિલ્ડિંગ/રેસિડેન્ટ પાર્કિંગ
સ્ટ્રક્ચર બનાવનારાઓ મેન્ટનન્સ શૉપ્સના ભોંયરા માટે સળિયા નાખી રહ્યા છે.
૧૨ ફેબ્રુઆરી ૨૦૧૫—રેસિડેન્સ સી
બાંધકામ કરનારા ભાઈ-બહેનોની પ્રશંસા કરતા બાળકોએ લખેલા પત્રો. ઘણા સ્વયંસેવકો થોડા સમય માટે રોકાય છે. અંદાજે દર અઠવાડિયે ૫૦૦ જેટલા નવા કામદારો આવે છે. ફેબ્રુઆરીમાં દરરોજ આશરે ૨,૫૦૦ જેટલા લોકોએ વૉરવિક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું.
૨૪ ફેબ્રુઆરી ૨૦૧૫—વૉરવિક સાઇટ
પ્રોજેક્ટનું કામ ૬૦ ટકા જેટલું પૂરું થઈ ગયું છે. જાન્યુઆરી-એપ્રિલ ૨૦૧૫ દરમિયાન રેસિડેન્સ બિલ્ડિંગ્સનું બહારનું મોટાભાગનું કામ અને ઑફિસીસ/સર્વિસીસ બિલ્ડિંગનું સ્ટીલનું માળખું તૈયાર થઈ ગયું છે. આ સમય દરમિયાન કામદારોએ મેન્ટનન્સ બિલ્ડિંગમાં કોન્ક્રીટની પેનલો લગાવી દીધી છે. ઉપરાંત, રેસિડેન્સ બિલ્ડિંગ્સને અંદરોઅંદર જોડતો રસ્તો તથા સ્ટરલીંગ ફૉરેસ્ટ લેક (બ્લૂ લેક) પરના બંધનું સમારકામ કરવામાં આવ્યું છે.
૨૫ ફેબ્રુઆરી ૨૦૧૫—ઑફિસીસ/સર્વિસીસ બિલ્ડિંગ
દાદરાવાળો ટાવર નીચેથી. પાંચ માળના આ ટાવરનું માળખું બહારના કોન્ટ્રાક્ટરોએ તૈયાર કર્યું અને આપણા ભાઈ-બહેનોએ એમાં કોન્ક્રીટ ભર્યું.
૨૬ ફેબ્રુઆરી ૨૦૧૫—મેન્ટનન્સ બિલ્ડિંગ/રેસિડેન્ટ પાર્કિંગ
કડકડતી ઠંડીમાં સ્ટ્રક્ચર બનાવનારાઓ પહેલા માળ માટે સળિયા નાખી રહ્યા છે. જાન્યુઆરી-માર્ચ દરમિયાન વૉરવિકમાં આશરે ૫૦ ઇંચ બરફ પડ્યો હતો. બરફ હટાવનારાઓ કામની જગ્યાએથી બરફ હટાવતા હતા અને કામદારોને ગરમી મળે માટે હીટીંગ સ્ટેશન રાખવામાં આવ્યા હતા.
૧૨ માર્ચ ૨૦૧૫—વિઝિટર પાર્કિંગ
ધાબા પર લોંખડની પેનલને ટાઇટ કરવામાં આવી રહી છે. એપ્રિલના અંત સુધીમાં રેસિડેન્સ બિલ્ડિંગ્સમાં છત બાંધવાનું પહેલા તબક્કાનું કામ પૂરું કરવામાં આવ્યું છે. જૂનના મધ્ય ભાગ સુધીમાં રેસિડેન્સ બીમાં છતનું બાંધકામ પૂરું થઈ જશે.
૧૮ માર્ચ ૨૦૧૫—મેન્ટનન્સ બિલ્ડિંગ/રેસિડેન્ટ પાર્કિંગ
ટાવર ક્રેઇનમાંથી રેસિડેન્સ બી તરફનું દૃશ્ય.
૧૮ માર્ચ ૨૦૧૫—મેન્ટનન્સ બિલ્ડિંગ/રેસિડેન્ટ પાર્કિંગ
રેસિડન્સ પાર્કિંગ ગૅરેજ પાસે પ્લમ્બર્સ દોરેલા નકશા જોઈ રહ્યા છે. આખા પ્રોજેક્ટ માટે ૩,૪૦૦ જેટલા નકશા દોરવામાં આવ્યા છે.
૨૩ માર્ચ ૨૦૧૫—ઑફિસીસ/સર્વિસીસ બિલ્ડિંગ
બૂમ લિફ્ટમાં કામદારો બિલ્ડિંગના રક્ષણ માટે પ્લાસ્ટિકની તાડપત્રી લગાવી રહ્યા છે. લિફ્ટ અને બીજા સાધનો કામદારો સલામતીથી વાપરી શકે એ માટે તાલીમ કાર્યક્રમ ગોઠવવામાં આવે છે. એમાં બૂમ લિફ્ટ, સિઝર લિફ્ટ, રેસ્પીરેટર કેવી રીતે વાપરવું; તેમ જ, ફોલ પ્રોટેક્શન, બીજી સામાન્ય માહિતી, દોરડાંનો ઉપયોગ અને સિગ્નલ કઈ રીતે આપવી એ વિશે શીખવવામાં આવે છે.
૩૦ માર્ચ ૨૦૧૫—વૉરવિક સાઇટ
પશ્ચિમ તરફ રેસિડન્સ બિલ્ડિંગ્સનું દૃશ્ય. આ ફોટામાં જોવા મળે છે એ પ્રમાણે એપ્રિલના અંત સુધીમાં રેસિડન્સ એ, બી અને ડીનું મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ કામ મોટા પાયા પર થઈ રહ્યું છે. રેસિડન્સ સીનું (આ ફોટામાં નથી) ડ્રાઇવૉલ, ટાઇલ્સ લગાવવાનું અને રંગકામ શરૂ કરવામાં આવ્યું છે.
૧૫ એપ્રિલ ૨૦૧૫—રેસિડેન્સ બી
બૂમ લિફ્ટમાં બે કામદારો બહારની દીવાલ પર વેપર-પરમીએબલ ઍર બેરિયર લગાવી રહ્યા છે. દરેક રેસિડેન્સ બિલ્ડિંગમાં આવું બેરિયર લગાવતા આશરે બે મહિના થાય છે.
૨૭ એપ્રિલ ૨૦૧૫—ઑફિસીસ/સર્વિસીસ બિલ્ડિંગ
કડિયા ગ્રેનાઇટ દીવાલ બાંધી રહ્યા છે. બિલ્ડિંગના આ ભાગમાં વસ્તુઓ ઉતારવાની વ્યવસ્થા અને બીજી સેવાઓ હશે.
૩૦ એપ્રિલ ૨૦૧૫—વૉરવિક સાઇટ
ભાડે બોલાવેલો મરજીવો બ્લૂ લેકમાં જૂનો વાલ્વ કાઢીને નવો વાલ્વ લગાડી રહ્યો છે. વાવાઝોડા વખતે લેક ઉભરાઈ ન જાય માટે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક બટન દબાવતા જ લેકમાં પાણી ઓછું કરી શકાય.