મૅક્સિકોમાં યહોવાના સાક્ષીઓની શાખા કચેરીની મુલાકાત લેતા વિદ્યાર્થીઓ
મૅક્સિકોમાં યહોવાના સાક્ષીઓની ઑફિસ અને છાપખાનાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને કેવું લાગ્યું? એ વિશે યુનિવર્સિટીની ગેસેટા જર્નલે જણાવ્યું કે આ મુલાકાતથી વિદ્યાર્થીઓને “પૂર્વગ્રહ દૂર કરવા” મદદ મળી.
વિદ્યાર્થીઓ જણાવે છે:
“અહીંના લોકોમાં જોવા મળતાં સારાં વર્તન જેમ કે માન, નમ્રતા, સમાનતા અને ચોખ્ખાઈથી અમને ઘણી નવાઈ લાગી.”
“લોકો ખુશીથી સાથે મળીને કામ કરવા તૈયાર હતા, એ અમારા માટે સારો દાખલો છે.”
“દરેક લોકો સોંપેલું કામ મન લગાવીને કરતા હતા અને તેઓના ચહેરા પર ખુશી છલકાતી હતી.”
“એમાં કોઈ શંકા નથી કે સાહિત્ય છાપતી આ સંસ્થાની સારી વ્યવસ્થા જોઈને અમે પ્રભાવિત થયા છીએ.”
આ વિદ્યાર્થીઓ મૅક્સિકો શહેરમાં આવેલી નેશનલ સ્કૂલ ઑફ લાઇબ્રેરી એન્ડ આર્કાઇવલ સાયન્સીસના હતા.
યહોવાના સાક્ષીઓ આશરે ૧૦૦ દેશોમાં આવેલી પોતાની ઑફિસો અને છાપકામની જગ્યાઓ જોવા મફત ટૂર આપે છે. વિદ્યાર્થીઓને અમારી શાખા કચેરીની ટૂર માટે લાવવા માંગતા હો તો, સમય અને જગ્યા જાણવા માટે આ વેબસાઇટ પર અહીં જાઓ: અમારા વિશે > ઑફિસ અને ટૂર. તમે એકલા કે કુટુંબ સાથે પણ આવી શકો. અમે દરેકને ભાવભીનું આમંત્રણ આપીએ છીએ.