‘ખુશખબર જણાવીએ!’
૨૦૨૪ યહોવાના સાક્ષીઓનું મહાસંમેલન
પ્રવેશ મફત છે • કોઈ દાન ઉઘરાવવામાં આવતું નથી
કાર્યક્રમની ઝલક
શુક્રવાર: ખુશખબરનાં પુસ્તકોમાં ઈસુ વિશે આપેલા અહેવાલો સાચા છે, એના પુરાવા પર ધ્યાન આપો. એ પણ જાણો કે આ અહેવાલોમાંથી આપણે શું શીખી શકીએ.
શનિવાર: ઈસુના જન્મ અને બાળપણ વિશે કઈ ભવિષ્યવાણીઓ કરવામાં આવી હતી? શું એ ભવિષ્યવાણીઓ ખરેખર સાચી પડી?
રવિવાર: આજે દુનિયાની હાલત બગડી રહી છે. તેમ છતાં લાખો લોકો એવા છે, જેઓ શાંતિ અને હૂંફ અનુભવે છે. એટલું જ નહિ, તેઓને ખાતરી છે કે આવનાર ભાવિ સુંદર હશે. એવું કઈ રીતે બની શકે? એ જાણવા શાસ્ત્ર આધારિત આ પ્રવચન મદદ કરશે, જેનો વિષય છે: “યહોવાના લોકો ખરાબ સમાચારોથી કેમ ગભરાતા નથી?”
વીડિયો ડ્રામા
ઈસુની જીવન કહાની: એપિસોડ ૧
દુનિયા માટે સાચો પ્રકાશ
ઈસુનો જન્મ ચમત્કારથી થયો હતો. તે નાના હતા ત્યારે પણ ઘણા અજોડ બનાવો બન્યા હતા. એક રાજા ઈસુને મારી નાખવા માંગતો હતો. ઈસુને ઇજિપ્ત લઈ જવામાં આવ્યા. સમય જતાં, ઈસુના જ્ઞાનથી એ જમાનાના અમુક ધર્મગુરુઓ પણ દંગ રહી ગયા. આ અને એના જેવા બીજા બનાવો બે ભાગમાં બતાવવામાં આવશે. એક શુક્રવારે અને બીજો શનિવારે. તમે અચૂક આવજો!
આ વર્ષના મહાસંમેલન વિશે નીચે આપેલા વીડિયો જુઓ
મહાસંમેલનમાં શું થાય છે?
યહોવાના સાક્ષીઓના મહાસંમેલનમાં જાઓ ત્યારે તમને શું જોવા મળશે એ જાણો.
૨૦૨૪ યહોવાના સાક્ષીઓનું મહાસંમેલન: ‘ખુશખબર જણાવીએ!’
આ વર્ષના મહાસંમેલનમાં આપણે શું શીખીશું, એની એક ઝલક જુઓ.
વીડિયો ડ્રામાની ઝલક: ઈસુની જીવન કહાની
ઘણા લોકો જાણે છે કે ઈસુનો જન્મ એક ચમત્કાર હતો. પણ એ પહેલાં અને પછી કયા બનાવો બન્યા?