પાઠ ૦૧
ઈશ્વરનો સંદેશો કઈ રીતે ખુશીઓ લાવે છે?
આપણે બધા ખુશ રહેવા ચાહીએ છીએ. પણ ચિંતા હોય કે ઘર કઈ રીતે ચલાવીશું, કુટુંબની સંભાળ કઈ રીતે રાખીશું. દુઃખ-તકલીફો, મરણ અને ભવિષ્ય વિશે પણ મનમાં અનેક સવાલો હોય અને જવાબો મળતા ન હોય. પણ નિરાશ ન થાઓ. ઈશ્વરે એ સવાલોના જવાબ એક પુસ્તકમાં આપ્યા છે. એ છે, બાઇબલ. a એમાં જણાવ્યું છે કે આપણે ચિંતાઓમાં પણ કઈ રીતે ખુશ રહી શકીએ. એમાંથી તમને પણ તમારા સવાલોના જવાબ મળશે.
૧. ઈશ્વરે બાઇબલમાં કેવા સવાલોના જવાબ આપ્યા છે?
બાઇબલમાં આ મહત્ત્વના સવાલોના જવાબ આપ્યા છે: ઈશ્વરે માણસને કેમ બનાવ્યો? સારા લોકો પર કેમ દુઃખો આવે છે? મરણ પછી શું થાય છે? જો બધા શાંતિ ચાહતા હોય, તો પછી આટલાં યુદ્ધો કેમ થાય છે? શું આ દુનિયાનો વિનાશ થઈ જશે? લાખો લોકોને એના જવાબ જાણીને મનની શાંતિ અને સાચી ખુશી મળી છે. ઈશ્વર ચાહે છે કે તમે પણ બાઇબલમાંથી જવાબ મેળવો.
૨. બાઇબલની સલાહથી કેવી મદદ મળે છે?
બાઇબલમાં રોજબરોજના જીવન માટે સરસ સલાહ છે. જેમ કે, કુટુંબમાં પ્રેમ વધારવા શું કરવું, ચિંતાઓ ઓછી કરવા શું કરવું અને નોકરી-ધંધા વિશે કોઈ તકલીફ હોય તો શું કરવું. આપણે સાથે મળીને આવા વિષયો પર આ ચોપડીમાંથી શીખીશું. પછી તમે પોતે જોઈ શકશો કે, બાઇબલમાં ‘જે કંઈ લખાયું છે એ ઉપયોગી છે.’—૨ તિમોથી ૩:૧૬.
આ ચોપડી બાઇબલ નથી, પણ એ બાઇબલ સમજવા મદદ કરે છે. આ ચોપડીમાં બાઇબલની અનેક કલમો આપી છે. અમે ચાહીએ છીએ કે તમે બાઇબલમાંથી એ વાંચો. પછી તમે જોઈ શકશો કે ચોપડીમાંથી તમે જે કંઈ શીખો છો, એ બાઇબલમાંથી છે.
વધારે જાણો
બાઇબલમાંથી શીખીને લોકોને કેવી મદદ મળી છે? બાઇબલ કેમ વાંચવું જોઈએ? એ વાંચવાનું મન થાય માટે શું કરવું જોઈએ? બાઇબલ સમજવા કેમ બીજાઓની મદદ લેવી જોઈએ? ચાલો જોઈએ.
૩. બાઇબલ સાચો રસ્તો બતાવે છે
જેમ ટોર્ચ કે બેટરીનો પ્રકાશ અંધકારમાં રસ્તો બતાવે છે, તેમ બાઇબલ જીવનમાં પ્રકાશ ફેલાવે છે. એની મદદથી આપણે સારા નિર્ણયો લઈ શકીએ છીએ. ભાવિમાં શું બનવાનું છે એ પણ જાણી શકીએ છીએ.
ગીતશાસ્ત્ર ૧૧૯:૧૦૫ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
બાઇબલને શાની સાથે સરખાવ્યું છે?
-
શું બાઇબલ તમને પણ રસ્તો બતાવી શકે? તમને કેમ એવું લાગે છે?
૪. બાઇબલમાં આપણા સવાલોના જવાબ છે
ડોરીસ નામનાં એક બહેનને વર્ષોથી ઘણા સવાલો હતા, જેના લીધે તે ખૂબ પરેશાન રહેતાં. તેમને બાઇબલમાંથી એના જવાબ મળ્યા. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
-
ડોરીસબહેનના મનમાં કેવા સવાલો હતા?
-
બાઇબલમાંથી તેમને કેવી મદદ મળી?
ઈશ્વર ચાહે છે કે આપણે સવાલો પૂછીએ. માથ્થી ૭:૭ વાંચો. પછી નીચે આપેલા સવાલની ચર્ચા કરો:
-
જો તમને મોકો મળે, તો તમે ઈશ્વરને શું પૂછશો?
૫. બાઇબલ વાંચીને તો જુઓ, તમને બહુ ગમશે
ઘણા લોકોને બાઇબલ વાંચવાનું ગમે છે. એ વાંચીને તેઓએ નવી નવી વાતો શીખી છે. વીડિયો જુઓ. પછી નીચે આપેલા સવાલોની ચર્ચા કરો.
-
કંઈક વાંચવાની વાત આવે ત્યારે યુવાનોને કેવું લાગે છે?
-
હવે તેઓને બાઇબલ વાંચવા વિશે કેવું લાગે છે? શા માટે?
બાઇબલમાંથી આપણને ઘણું શીખવા મળે છે. દુઃખના સમયે દિલાસો મળે છે અને સારા ભવિષ્યની આશા મળે છે. રોમનો ૧૫:૪ વાંચો. પછી આ સવાલોની ચર્ચા કરો:
-
બાઇબલ જે આશા અને દિલાસો આપે છે, એ વિશે જાણીને તમને કેવું લાગ્યું? તમે પણ કઈ રીતે એ આશા અને દિલાસો મેળવી શકો?
૬. બાઇબલની વાતો સમજવા બીજાઓ તમને મદદ કરી શકે
ઘણા લોકો બાઇબલ વાંચે તો છે, પણ બધું સમજી શકતા નથી. તેઓ બીજાઓની મદદથી બાઇબલની વાતો સારી રીતે સમજી શક્યા છે. પ્રેરિતોનાં કાર્યો ૮:૨૬-૩૧ વાંચો. પછી આ સવાલની ચર્ચા કરો:
-
બાઇબલ સમજવા તમે શું કરી શકો?—કલમ ૩૦ અને ૩૧ જુઓ.
અમુક લોકો કહે છે: “બાઇબલમાંથી શીખવાનો શું ફાયદો? એ તો સમયની બરબાદી છે!”
-
જો કોઈ તમને આવું કહે, તો તમે શું કહેશો? શા માટે?
આપણે શીખી ગયા
બાઇબલમાં જણાવ્યું છે કે આપણે કઈ રીતે ચિંતાઓમાં પણ ખુશ રહી શકીએ. એમાં મહત્ત્વના સવાલોના જવાબ છે. એનાથી આપણને આશા અને દિલાસો મળે છે.
તમે શું કહેશો?
-
બાઇબલની સલાહથી કેવી મદદ મળે છે?
-
બાઇબલમાં કયા સવાલોના જવાબ છે?
-
તમારે બાઇબલમાંથી શું જાણવું છે?
વધારે માહિતી
બાઇબલની સલાહ આજે કઈ રીતે ઉપયોગી છે, એ વિશે વધારે જાણવા આ લેખ વાંચો.
એક ભાઈ વર્ષોથી નિરાશ હતા અને માનતા કે પોતે કંઈ કામના નથી. તેમને બાઇબલમાંથી કઈ રીતે મદદ મળી, એ વિશે જાણો.
બાઇબલમાં પતિ, પત્ની અને બાળકો માટે કઈ સલાહ આપી છે, એ જાણો.
ઘણા લોકોને લાગે છે કે આ દુનિયા ભગવાન ચલાવે છે. પણ શું એ સાચું છે? બાઇબલમાંથી જાણો.