ભાગ બે
“તેં મારું મંદિર અશુદ્ધ કર્યું છે”—શુદ્ધ ભક્તિ અશુદ્ધ થઈ ગઈ
ઝલક: યહૂદા અને યરૂશાલેમના લોકોએ યહોવાની ભક્તિ ભ્રષ્ટ કરી નાખી અને તેઓ ખોટાં કામો કરવા લાગ્યા
યહોવાએ ઇઝરાયેલીઓને પોતાની “ખાસ પ્રજા” બનાવી હતી. તે તેઓને ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓની સંભાળ રાખતા હતા. (નિર્ગ. ૧૯:૫, ફૂટનોટ) પણ ઇઝરાયેલીઓએ શું કર્યું? તેઓ યહોવાના મંદિરમાં બીજા દેવોની પૂજા કરવા લાગ્યા. એ મંદિર તો યહોવાનું મંદિર હતું. તેઓનાં કામોથી યહોવાનું કાળજું કપાઈ ગયું! તેઓએ યહોવાનું નામ બદનામ કર્યું. ઇઝરાયેલીઓ આટલાં ખરાબ કામોમાં કેમ ડૂબી ગયા? હઝકિયેલે યરૂશાલેમના નાશ વિશે જે ભવિષ્યવાણી કરી, એમાંથી આપણને શું શીખવા મળે છે? તેઓ આજુબાજુની પ્રજા સાથે જે રીતે હળતા-મળતા, એમાંથી આપણે શું શીખી શકીએ?
આ ભાગમાં
પ્રકરણ ૫
‘જો, તેઓ કેવાં દુષ્ટ અને અધમ કામો કરે છે!’
હઝકિયેલે દૃશ્યો જોયાં, જે સખત નફરત થાય એવાં હતાં. એમાં તેમણે જોયું કે શુદ્ધ ભક્તિ અશુદ્ધ થઈ ગઈ હતી.
પ્રકરણ ૬
“હવે દેશના લોકોનો અંત આવ્યો છે”
હઝકિયેલે દૃશ્યો ભજવીને બતાવ્યું કે કઈ રીતે યરૂશાલેમ પર યહોવાનો ક્રોધ ભડકી ઊઠશે.
પ્રકરણ ૭
બીજી પ્રજાઓએ “સ્વીકારવું પડશે કે હું યહોવા છું”
યહોવાનું નામ બદનામ કરનારી પ્રજાઓ જેમણે તેમના વફાદાર લોકોને હેરાન-પરેશાન કર્યા છે તેઓ બચી નહિ શકે. ઇઝરાયેલી લોકોએ પ્રજાઓ સાથે જે રીતે વ્યવહાર કર્યો, એમાંથી આપણે શું શીખી શકીએ છીએ?