અભ્યાસ ૬
કલમ સારી રીતે સમજાવો
યોહાન ૧૦:૩૩-૩૬
મુખ્ય વિચાર: કલમ વાંચીને તરત બીજા મુદ્દા પર વાત કરશો નહિ. કલમ વાંચ્યા પછી એમાંથી શું શીખવા મળે છે એ જણાવો. તમે જે કંઈ જણાવો, એ કલમના વિચારને મળતું આવે એનું ધ્યાન રાખો.
કેવી રીતે કરશો:
-
મુખ્ય શબ્દો પર ભાર મૂકો. કલમ વાંચ્યા પછી, મુખ્ય વિચારને ચમકાવતા શબ્દો પર ફરી ભાર મૂકો. તમે એ શબ્દો ફરી વાંચી શકો અથવા સવાલો પૂછી શકો, જેથી તમારા સાંભળનારાને ખ્યાલ આવે કે એ શબ્દો મહત્ત્વના છે.
-
મુખ્ય મુદ્દો ચમકાવો. તમે બાઇબલની કલમ શા માટે વાંચો છો એ ચોખ્ખી રીતે સમજાવો. કલમના મુખ્ય શબ્દો કઈ રીતે મુખ્ય મુદ્દા સાથે જોડાયેલા છે એ જણાવો.
-
સાદી રીતે સમજાવો. મુખ્ય વિચાર સાથે બંધબેસતી ન હોય એવી વિગતો વિશે વાત કરવાનું ટાળો. તમારા સાંભળનારા એ વિષય વિશે શું જાણે છે એ ધ્યાનમાં રાખો. પછી નક્કી કરો કે કેટલી વધારે વિગતો ઉમેરવી. એનાથી લોકો ચોખ્ખી રીતે સમજી શકશે કે તેઓએ શું કરવું જોઈએ.