ભાગ ૪
તેઓએ શેતાનનું માન્યું, પછી શું થયું?
આદમ અને હવાએ ભગવાનનું માન્યું નહિ, એટલે તેઓ મરી ગયા. ઉત્પત્તિ ૩:૬, ૨૩
હવાએ શેતાનનું સાંભળીને એ ફળ ખાધું. પછી આદમને આપ્યું અને તેણે પણ એ ખાધું.
તેઓએ યહોવાનું કહેવું ન માન્યું. એ પાપ હતું. યહોવાએ તેઓને એદન વાડીમાંથી કાઢી મૂક્યા.
આદમ, હવા અને તેઓનાં બાળકોનું જીવન દુઃખી દુઃખી થઈ ગયું. તેઓ ઘરડા થયા અને મરી ગયા. તેઓમાં આત્મા જેવું કંઈ ન હતું. તેઓ માટીમાં મળી ગયા.
ઉત્પત્તિ ૩:૧૯
મરણ પછી કંઈ બચતું નથી, આપણે ધૂળ ભેગા ધૂળ બની જઈએ છીએ.આપણે આદમ અને હવાનાં બાળકો છીએ. એટલે આપણે મરીએ છીએ. મરણ પામેલા કંઈ જોઈ શકતા નથી, સાંભળી શકતા નથી, કંઈ કરી શકતા નથી.—સભાશિક્ષક ૯:૫, ૬, ૧૦.
યહોવા ચાહતા ન હતા કે માણસ મરે. જલદી જ એવો વખત આવશે જ્યારે ગુજરી ગયેલા લોકોને તે જીવતા કરશે. જો તેઓ યહોવાનું કહેવું માનશે, તો કદી નહિ મરે.