ભાગ ૧૪
યહોવાને જ વળગી રહો
યહોવાનો જ સહારો લો, તેમને ભજવાનું નક્કી કરો. ૧ પિતર ૫:૬-૯
બાઇબલ મના કરે છે એવા કોઈ રીત-રિવાજોમાં ભાગ ન લો. એમ કરવા માટે હિંમત જરૂરી છે.
રાજકારણમાં કોઈ પણ રીતે ભાગ ન લો. યહોવા અને તેમના રાજને કોઈ સરકાર ટેકો આપતી નથી.
માથ્થી ૭:૨૪, ૨૫
યહોવા ભગવાનનું સાંભળો, એમાં જ તમારું ભલું છે.યહોવાના સાક્ષીઓ સાથે હળો-મળો; તેઓ યહોવાને દિલથી ભજવા તમને મદદ કરશે.
ભગવાન વિષે શીખતા રહો અને તેમનું કહેવું માનવા પૂરી કોશિશ કરો.
તમારી શ્રદ્ધા વધે ત્યારે, પ્રાર્થનામાં યહોવાને જીવન સોંપી દો અને બાપ્તિસ્મા લો.—માથ્થી ૨૮:૧૯.
ભગવાનનું સાંભળો. બાઇબલ વાંચો. એ સમજવા યહોવાના ભક્તોની મદદ લો. તમે જે શીખો એ જીવનમાં ઉતારો. એમ કરતા રહેશો તો તમે અમર જીવન પામશો.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.