પાપ ન કરો પણ ઈશ્વરને પ્રેમ કરો
પાઠ ૧૪
પાપ ન કરો પણ ઈશ્વરને પ્રેમ કરો
શેતાન આપણને પાપ કરવા લલચાવે છે. પરંતુ ઈશ્વર ચાહે છે કે આપણે પાપ ન કરીએ. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તો પછી, કઈ બાબતો ઈશ્વરની નજરમાં પાપ છે?
ગંદું જીવન. ગંદા વિચારો, તેમ જ લગ્ન પહેલાં કે પછી બીજા કોઈ સાથે વ્યભિચાર કરવો એ ઈશ્વરની નજરમાં પાપ છે.—નિર્ગમન ૨૦:૧૪; ૧ કોરીંથી ૬:૧૮.
દારૂડિયાપણું. એ ઈશ્વરને જરાય નથી ગમતું.—૧ કોરીંથી ૬:૧૦.
ગર્ભપાત અને ખૂન. “તું ખૂન ન કર.”—નિર્ગમન ૨૦:૧૩.
ચોરી. “તું ચોરી ન કર.”—નિર્ગમન ૨૦:૧૫.
જૂઠું ન બોલવું.—નીતિવચનો ૬:૧૭.
ગીતશાસ્ત્ર ૧૧:૫; ગલાતી ૫:૧૯, ૨૦.
વાત વાતમાં ગુસ્સે ન થવું અને મારામારી ન કરવી.—જુગાર કે લોટરી ન રમવું. બાઇબલ કહે છે કે, પૈસા પાછળ પાગલ હોય એવા કોઈ લોભિયા સાથે બેસીને ખાવું પણ ન જોઈએ.—૧ કોરીંથી ૫:૧૧.
નાત-જાતનો ભેદભાવ ન રાખવો. બાઇબલ કહે છે, તમારા દુશ્મનોને પણ પ્રેમ બતાવો. વળી જેઓ તમને દુઃખી કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો.—માથ્થી ૫:૪૩, ૪૪.
આવી કુટેવોથી દૂર રહેવામાં આપણું જ ભલું છે. શું તમે યહોવાના માર્ગને ચાહો છો? તો યહોવા અને તેમના ભક્તો તમને આવી કુટેવો છોડવા મદદ કરશે.—યશાયા ૪૮:૧૭; ફિલિપી ૪:૧૩; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.