એઝરા ૧૦:૧-૪૪
૧૦ એઝરા સાચા ઈશ્વરના મંદિર આગળ ઊંધો પડીને રડતાં રડતાં પ્રાર્થના કરતો હતો.+ તે પાપની કબૂલાત કરતો હતો. ઇઝરાયેલનાં સ્ત્રી-પુરુષો અને બાળકોનું મોટું ટોળું તેની આસપાસ ભેગું થયું હતું. તેઓ પણ ધ્રૂસકે ને ધ્રૂસકે રડતાં હતાં.
૨ એલામના+ દીકરાઓમાંથી* યહીએલના+ દીકરા શખાન્યાએ એઝરાને કહ્યું: “અમે આસપાસના દેશોની સ્ત્રીઓ સાથે લગ્ન કરીને* ઈશ્વરની નજરમાં મોટું પાપ કર્યું છે.+ પણ ઇઝરાયેલ માટે હજુ આશા છે.
૩ ચાલો આપણા ઈશ્વર સાથે કરાર* કરીએ+ કે એવી પત્નીઓને અને તેઓથી થયેલાં બાળકોને પાછાં તેઓના દેશમાં મોકલી દઈએ. આપણે યહોવાની અને જે લોકોને ઈશ્વરની આજ્ઞાઓ માટે માન છે, તેઓની સલાહ પ્રમાણે કરીએ.+ આપણે નિયમશાસ્ત્ર* પ્રમાણે જ વર્તીએ.
૪ હવે ઊભા થાઓ, આ જવાબદારી તમારા પર છે અને અમે તમારી સાથે છીએ. હિંમત રાખો અને કામ પાર પાડો.”
૫ એઝરાએ ઊભા થઈને યાજકો, લેવીઓ અને આખા ઇઝરાયેલના આગેવાનો પાસે એ પ્રમાણે કરવા સમ ખવડાવ્યા.+ તેઓએ એવા સમ ખાધા.
૬ પછી એઝરા સાચા ઈશ્વરના મંદિર આગળથી ઊઠીને એલ્યાશીબના દીકરા યહોહાનાનના ભોજનખંડમાં* ગયો. તે ત્યાં ગયો, પણ તેણે ભોજન લીધું નહિ અને પાણી પીધું નહિ. ગુલામીમાંથી પાછા ફરેલા લોકોનાં પાપને લીધે તે હજુ શોક પાળતો હતો.+
૭ તેઓએ આખા યહૂદા અને યરૂશાલેમમાં આવો ઢંઢેરો પિટાવ્યો: ગુલામીમાંથી પાછા ફરેલા સર્વ લોકો યરૂશાલેમમાં ભેગા થાય;
૮ આગેવાનો અને વડીલોના નિર્ણય પ્રમાણે, જે કોઈ ત્રણ દિવસમાં અહીં નહિ આવે તેની મિલકત જપ્ત કરવામાં આવશે;* ગુલામીમાંથી પાછા ફરેલા લોકોમાંથી તેને કાઢી મૂકવામાં આવશે.+
૯ એટલે યહૂદા અને બિન્યામીનના માણસો ત્રણ દિવસમાં યરૂશાલેમ આવી પહોંચ્યા. તેઓ નવમા મહિનાના ૨૦મા દિવસે ત્યાં ભેગા થયા. બધા લોકો સાચા ઈશ્વરના મંદિરના આંગણામાં* બેઠા હતા. તેઓ એ વાતની ચર્ચાને લીધે અને ભારે વરસાદને લીધે થરથર કાંપતા હતા.
૧૦ એઝરા યાજકે ઊભા થઈને તેઓને કહ્યું: “બીજી પ્રજાઓની સ્ત્રીઓ સાથે લગ્ન કરીને તમે ઈશ્વરને બેવફા બન્યા છો.+ તમે ઇઝરાયેલના પાપમાં વધારો કર્યો છે.
૧૧ હવે તમારા બાપદાદાઓના ઈશ્વર યહોવા આગળ તમારાં પાપ કબૂલ કરો અને તેમની ઇચ્છા પ્રમાણે કરો. બીજા દેશોના લોકોથી દૂર રહો અને આ બીજી પ્રજાઓની પત્નીઓને પાછી તેઓના દેશ મોકલી આપો.”+
૧૨ એ સાંભળીને બધા લોકોએ મોટેથી જવાબ આપ્યો: “તમારા કહેવા પ્રમાણે જ અમે કરીશું.
૧૩ પણ અહીં ઘણા લોકો છે અને વરસાદની મોસમમાં બહાર ઊભા રહેવું શક્ય નથી. આ કામ કંઈ એક કે બે દિવસમાં પતે એવું નથી, કારણ કે અમારામાંથી ઘણાએ ઈશ્વર વિરુદ્ધ મોટું પાપ કર્યું છે.
૧૪ એટલે આપણા આગેવાનોને આખી પ્રજાની તપાસ કરવા દઈએ.+ આપણાં શહેરોમાંથી જેઓએ બીજી પ્રજાઓમાંથી પત્નીઓ કરી હોય, તેઓ ઠરાવેલા સમયે આવે. તેઓની સાથે શહેરના વડીલો અને ન્યાયાધીશો પણ આવે. આ બાબતનો પૂરેપૂરો ઉકેલ લાવવામાં આવે, જેથી આપણા ઈશ્વરનો કોપ આપણા પરથી ઊતરી જાય.”
૧૫ અસાહેલના દીકરા યોનાથાને અને તિકવાહના દીકરા યાહઝિયાએ એનો વિરોધ કર્યો. મશુલ્લામ અને શાબ્બાથાય+ લેવીઓએ તેઓને સાથ આપ્યો.
૧૬ પણ ગુલામીમાંથી પાછા ફરેલા લોકોએ નક્કી કર્યા પ્રમાણે જ કર્યું. એઝરા યાજક અને તેઓના પિતાનાં કુટુંબોના વડાઓ કે જેઓનાં નામની નોંધણી થઈ હતી, તેઓ દસમા મહિનાના પહેલા દિવસે એ વિશે તપાસ કરવા ભેગા થયા.
૧૭ બીજી પ્રજાઓની સ્ત્રીઓ સાથે જે માણસોએ લગ્ન કર્યાં હતાં, એને લગતું કામ પહેલા મહિનાના પહેલા દિવસે પૂરું થયું.
૧૮ તેઓને જાણવા મળ્યું કે યાજકોના આ અમુક દીકરાઓએ બીજી પ્રજાઓની સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં:+ યેશૂઆના+ દીકરાઓમાંથી યહોસાદાકનો દીકરો અને તેના ભાઈઓ માઅસેયા, એલીએઝર, યારીબ અને ગદાલ્યા.
૧૯ તેઓએ વચન આપ્યું કે પોતાની પત્નીઓને પાછી મોકલી દેશે. તેઓ દોષિત હોવાથી, દરેક પોતાનાં ઘેટાં-બકરાંમાંથી એક એક ઘેટો દોષ માટે ચઢાવશે.+
૨૦ આ માણસોએ પણ એ પાપ કર્યું હતું: ઇમ્મેરના દીકરાઓમાંથી+ હનાની અને ઝબાદ્યા;
૨૧ હારીમના દીકરાઓમાંથી+ માઅસેયા, એલિયા, શમાયા, યહીએલ અને ઉઝ્ઝિયા;
૨૨ પાશહૂરના દીકરાઓમાંથી+ એલ્યોએનાય, માઅસેયા, ઇશ્માએલ, નથાનએલ, યોઝાબાદ અને એલઆસાહ.
૨૩ લેવીઓમાંથી યોઝાબાદ, શિમઈ, કેલાયા (એટલે કે, કલીટા), પથાહ્યા, યહૂદા અને એલીએઝર;
૨૪ ગાયકોમાંથી એલ્યાશીબ; દરવાનોમાંથી શાલ્લૂમ, ટેલેમ અને ઉરી.
૨૫ ઇઝરાયેલમાં પારોશના દીકરાઓમાંથી+ રામ્યાહ, યિઝ્ઝિયા, માલ્કિયા, મીયામીન, એલઆઝાર, માલ્કિયા અને બનાયા;
૨૬ એલામના દીકરાઓમાંથી+ માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ,+ આબ્દી, યરેમોથ અને એલિયા;
૨૭ ઝાત્તુના દીકરાઓમાંથી+ એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરેમોથ, ઝાબાદ અને અઝીઝા;
૨૮ બેબાયના દીકરાઓમાંથી+ યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય અને આથ્લાય;
૨૯ બાનીના દીકરાઓમાંથી મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ અને યરેમોથ;
૩૦ પાહાથ-મોઆબના દીકરાઓમાંથી+ આદના, કલાલ, બનાયા, માઅસેયા, માત્તાન્યા, બઝાલએલ, બિન્નૂઈ અને મનાશ્શા;
૩૧ હારીમના દીકરાઓમાંથી+ એલીએઝર, યિશ્શિયાહ, માલ્કિયા,+ શમાયા, શિમયોન,
૩૨ બિન્યામીન, માલ્લૂખ અને શમાર્યા;
૩૩ હાશુમના દીકરાઓમાંથી+ માત્તનાય, માત્તાત્તાહ, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઇ, મનાશ્શા અને શિમઈ;
૩૪ બાનીના દીકરાઓમાંથી માઅદાય, આમ્રામ, ઉએલ,
૩૫ બનાયા, બેદયા, કલૂહૂ
૩૬ વાન્યા, મરેમોથ, એલ્યાશીબ,
૩૭ માત્તાન્યા, માત્તનાય અને યાઅસુ;
૩૮ બિન્નૂઈના દીકરાઓમાંથી શિમઈ,
૩૯ શેલેમ્યા, નાથાન, અદાયા,
૪૦ માખ્નાદબાય, શાશાય, શારાય,
૪૧ અઝારએલ, શેલેમ્યા, શમાર્યા
૪૨ શાલ્લૂમ, અમાર્યા અને યૂસફ;
૪૩ નબોના દીકરાઓમાંથી યેઈએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ અને બનાયા.
૪૪ આ બધાએ બીજી પ્રજાઓમાંથી પત્નીઓ કરી હતી.+ તેઓએ પોતાની પત્નીઓને તેઓના દીકરાઓ સાથે પાછી મોકલી દીધી.+
ફૂટનોટ
^ આ અધ્યાયમાં “દીકરાઓ” એટલે “વંશજો” અને અમુક જગ્યાએ “રહેવાસીઓ” પણ થઈ શકે.
^ અથવા, “અમારા ઘરમાં લાવીને.”
^ અથવા, “ઓરડામાં.”
^ અથવા, “પર પ્રતિબંધ મૂકી દેવાશે.”