ગણના ૨૯:૧-૪૦
૨૯ “‘સાતમા મહિનાના પહેલા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ* ન કરો.+ એ દિવસે તમે રણશિંગડું વગાડો.+
૨ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ* થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.
૩ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર,* નર ઘેટા માટે બે ઓમેર*
૪ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.*
૫ તેમ જ, તમે તમારા પ્રાયશ્ચિત્ત માટે બકરીનું એક નર બચ્ચું ચઢાવો.
૬ માસિક અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ+ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ+ ઉપરાંત એ ચઢાવો. અર્પણ ચઢાવવાની વિધિ પ્રમાણે એ ચઢાવો. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી તે ખુશ થાય છે.
૭ “‘સાતમા મહિનાના દસમા દિવસે તમે પવિત્ર સંમેલન રાખો+ અને પોતાના પાપ માટે દુઃખ વ્યક્ત કરો.* એ દિવસે તમે કોઈ કામ ન કરો.+
૮ અગ્નિ-અર્પણ તરીકે તમે યહોવાને એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો, જેથી એની સુવાસથી તે ખુશ થાય. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૯ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: આખલા માટે ત્રણ ઓમેર, નર ઘેટા માટે બે ઓમેર
૧૦ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.
૧૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. પ્રાયશ્ચિત્ત માટેનું પાપ-અર્પણ+ તથા નિયમિત અગ્નિ-અર્પણ અને એનું અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.
૧૨ “‘સાતમા મહિનાના ૧૫મા દિવસે પવિત્ર સંમેલન રાખો. એ દિવસે મહેનતનું કોઈ કામ ન કરો અને સાત દિવસ યહોવા માટે તહેવાર ઊજવો.+
૧૩ અગ્નિ-અર્પણ તરીકે+ તમે ૧૩ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.
૧૪ એની સાથે અનાજ-અર્પણ તરીકે તેલ ઉમેરેલો મેંદો ચઢાવો: દરેક આખલા માટે ત્રણ ઓમેર, દરેક નર ઘેટા માટે બે ઓમેર
૧૫ અને ઘેટાના દરેક નર બચ્ચા માટે એક ઓમેર.
૧૬ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૧૭ “‘તહેવારના બીજા દિવસે ૧૨ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૧૮ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૧૯ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા તેઓનાં દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૦ “‘ત્રીજા દિવસે ૧૧ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૨૧ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૨૨ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૩ “‘ચોથા દિવસે ૧૦ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૨૪ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૨૫ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૬ “‘પાંચમા દિવસે ૯ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૨૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૨૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૨૯ “‘છઠ્ઠા દિવસે ૮ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૩૦ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૩૧ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૨ “‘સાતમા દિવસે ૭ આખલા, ૨ નર ઘેટા અને ઘેટાના એક વર્ષનાં ૧૪ નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+
૩૩ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૩૪ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૫ “‘આઠમા દિવસે તમે ખાસ સંમેલન* રાખો. એ દિવસે તમે મહેનતનું કોઈ કામ ન કરો.+
૩૬ અગ્નિ-અર્પણ તરીકે તમે એક આખલો, એક નર ઘેટો અને ઘેટાના એક વર્ષનાં સાત નર બચ્ચાં ચઢાવો. એ બધાં પ્રાણીઓ ખોડખાંપણ વગરનાં હોય.+ એ આગમાં ચઢાવવાનું અર્પણ છે, જેની સુવાસથી યહોવા ખુશ થાય છે.
૩૭ આખલા, નર ઘેટા અને ઘેટાના નર બચ્ચાની સંખ્યા પ્રમાણે તમે તેઓનાં અનાજ-અર્પણ અને દ્રાક્ષદારૂ-અર્પણ નિયમિત વિધિ પ્રમાણે ચઢાવો.
૩૮ એની સાથે પાપ-અર્પણ તરીકે બકરીનું એક નર બચ્ચું ચઢાવો. નિયમિત અગ્નિ-અર્પણ અને એનાં અનાજ-અર્પણ તથા દ્રાક્ષદારૂ-અર્પણ ઉપરાંત એ ચઢાવો.+
૩૯ “‘તમે તહેવારો ઊજવો ત્યારે+ એ બધાં અર્પણો યહોવાને ચઢાવો. માનતા-અર્પણો*+ અને સ્વેચ્છા-અર્પણો+ તરીકે તમે જે અગ્નિ-અર્પણો,+ અનાજ-અર્પણો,+ દ્રાક્ષદારૂ-અર્પણો+ અને શાંતિ-અર્પણો+ ચઢાવો છો, એ ઉપરાંત તમે એ અર્પણો ચઢાવો.’”
૪૦ યહોવાએ મૂસાને જે આજ્ઞાઓ આપી હતી, એ બધી મૂસાએ ઇઝરાયેલીઓને જણાવી.
ફૂટનોટ
^ એટલે કે, મજૂરીનું કામ કે વેપાર-ધંધાનું કામ ન કરી શકાતું, પણ રાંધવાનું અને તહેવારની તૈયારી જેવાં રોજિંદાં કામો કરી શકાતાં.
^ મૂળ, “શાંત.”
^ અથવા, “એક એફાહનો ત્રીસ ટકા ભાગ.” એટલે કે, ૬.૬ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ અથવા, “એક એફાહનો વીસ ટકા ભાગ.” એટલે કે, ૪.૪ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ અથવા, “એક એફાહનો દસ ટકા ભાગ.” એટલે કે, ૨.૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.
^ સામાન્ય રીતે, “દુઃખ વ્યક્ત કરવામાં” પોતાને ઘણી વસ્તુઓથી દૂર રાખવાનો અને ઉપવાસ કરવાનો સમાવેશ થાય છે.