ગીતશાસ્ત્ર ૧૧૨:૧-૧૦
૧૧૨ યાહનો જયજયકાર કરો!*+
א [આલેફ]
સુખી છે એ માણસ, જે યહોવાનો ડર રાખે છે,+ב [બેથ]
જેને તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશી થાય છે.+
ג [ગિમેલ]
૨ તેના વંશજો પૃથ્વી પર શક્તિશાળી થશે.
ד [દાલેથ]
નેક લોકોની પેઢી આશીર્વાદ મેળવશે.+
ה [હે]
૩ તેના ઘરમાં ધનદોલતની રેલમછેલ થશે,ו [વાવ]
તેની સચ્ચાઈ હંમેશ માટે ટકશે.
ז [ઝાયિન]
૪ સાચા માણસ માટે તે અંધકારમાં દીવા જેવા છે.+
ח [હેથ]
તે કરુણા* અને દયા બતાવે છે,+ તે નેક છે.
ט [ટેથ]
૫ જે માણસ ઉદારતાથી ઉછીનું આપે છે, તેનું ભલું થશે.+
י [યોદ]
તે જે કંઈ કરે એમાં ન્યાયથી વર્તે છે.
כ [કાફ]
૬ તેને કદી પણ ડગમગાવી શકાશે નહિ.+
ל [લામેદ]
નેક* માણસને હંમેશાં યાદ રાખવામાં આવશે.+
מ [મેમ]
૭ તે કોઈ ખરાબ સમાચારથી ગભરાશે નહિ.+
נ [નૂન]
તે યહોવામાં પૂરો ભરોસો રાખતો હોવાથી, તેનું દિલ અડગ છે.+
ס [સામેખ]
૮ તેનું દિલ મક્કમ છે. તે બીતો નથી.+
ע [આયિન]
અંતે તે પોતાના શત્રુઓને હરાવીને જ જંપશે.+
פ [પે]
૯ તેણે ઉદાર હાથે વહેંચી આપ્યું છે. તેણે ગરીબને આપ્યું છે.+
צ [સાદે]
તેનાં નેક કામો કાયમ રહે છે.+
ק [કોફ]
તેનું બળ વધશે* અને તે ગૌરવ મેળવશે.
ר [રેશ]
૧૦ દુષ્ટ માણસ એ જોઈને દુઃખી થશે.
ש [શીન]
તે પોતાના દાંત કચકચાવશે અને તેનો નાશ થઈ જશે.
ת [તાવ]
દુષ્ટની ઇચ્છાઓ ધૂળમાં મળી જશે.+
ફૂટનોટ
^ અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
^ અથવા, “કૃપા.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ મૂળ, “શિંગ ઊંચું કરાશે.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.