ગીતશાસ્ત્ર ૧૨:૧-૮
-
યહોવા પગલાં ભરે છે
-
ઈશ્વરની વાણી શુદ્ધ છે (૬)
-
સંગીત સંચાલક માટે સૂચન: શમીનીથની* ધૂન પર ગાવું. દાઉદનું ગીત.
૧૨ હે યહોવા, મને બચાવો, કારણ કે એકેય વફાદાર માણસ બચ્યો નથી.
દુનિયામાંથી વિશ્વાસુ લોકો ખતમ થઈ ગયા છે.
૨ લોકો એકબીજા સાથે જૂઠું બોલે છે.
તેઓના હોઠ ખુશામત કરે છે,* તેઓનું હૈયું કપટથી ભરેલું છે.+
૩ યહોવા ખુશામત કરનારા હોઠો સીવી દેશેઅને બડાઈ હાંકનારી જીભ કાપી નાખશે.+
૪ તેઓ કહે છે: “અમારી જીભથી અમે જીતી જઈશું.
અમારા હોઠથી અમે ફાવે એમ બોલીશું,અમને પૂછવાવાળું કોણ?”+
૫ યહોવા કહે છે: “દુખિયારા પર થતો જુલમ જોઈને,નિરાધારના નિસાસા સાંભળીને,+હું પગલાં ભરવા ઊભો થઈશ.
નફરત કરનારાઓથી હું તેઓને બચાવીશ.”
૬ યહોવાની વાણી શુદ્ધ છે.+
એ વાણી માટીની ભઠ્ઠીમાં* સાત વાર શુદ્ધ થયેલી ચાંદી જેવી છે.
૭ હે યહોવા, તમે તેઓનું રક્ષણ કરશો.+
તમે એ દરેકને આ પેઢીથી કાયમ માટે સલામત રાખશો.
૮ માણસોના દીકરાઓમાં દુષ્ટ કામોની વાહ વાહ થાય છે,એટલે દુષ્ટ માણસ કોઈ રોકટોક વગર ફરતો રહે છે.+