ગીતશાસ્ત્ર ૧૨૯:૧-૮
-
હુમલો થયો પણ હાર ન થઈ
-
સિયોનને ધિક્કારનારા લજવાશે (૫)
-
ચઢવાનું ગીત.
૧૨૯ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.”+
હવે ઇઝરાયેલ કહે,
૨ “તેઓએ મારા બાળપણથી મારા પર સતત હુમલો કર્યો છે.+
પણ તેઓએ મને હરાવ્યો નથી.+
૩ ખેડૂતોએ મારી પીઠ પર હળ ચલાવ્યું છે.+
તેઓએ લાંબા લાંબા ચાસ પાડ્યા છે.”
૪ પણ યહોવા ન્યાયી છે.+
દુષ્ટોએ બાંધેલાં દોરડાં તેમણે કાપી નાખ્યાં છે.+
૫ જેઓ સિયોનને ધિક્કારે છે,તેઓ લજવાશે અને શરમાઈને પાછા હટશે.+
૬ તેઓ ધાબા પર ઊગતાં ઘાસ જેવા થશે,જે ઉખાડવામાં આવતાં પહેલાં જ સુકાઈ જાય છે.
૭ એનાથી ન તો કાપણી કરનારની મુઠ્ઠી ભરાય છે,ન પૂળીઓ બાંધનારનો હાથ.
૮ તેઓની પાસેથી જનારા એવું નહિ કહે,“તારા પર યહોવાનો આશીર્વાદ રહો.
અમે યહોવાના નામે તને આશીર્વાદ આપીએ છીએ.”