ગીતશાસ્ત્ર ૧૩૦:૧-૮

  • “હું ઊંડાણમાંથી તમને પોકારું છું”

    • ‘જો તમે પાપનો હિસાબ રાખો’ ()

    • યહોવા દિલથી માફ કરે છે ()

    • ‘હું આતુર મનથી યહોવાની રાહ જોઉં છું’ ()

ચઢવાનું ગીત. ૧૩૦  હે યહોવા, હું ઊંડાણમાંથી તમને પોકારું છું.+  ૨  હે યહોવા, મારો સાદ સાંભળો. મદદ માટેની મારી વિનંતીઓને કાન ધરો.  ૩  હે યાહ,* જો તમે અમારાં પાપનો હિસાબ રાખો,*તો હે યહોવા, તમારી આગળ કોણ ઊભું રહી શકે?+  ૪  તમે લોકોને દિલથી માફ કરો છો,+જેથી લોકો તમને આદર આપે.+  ૫  હું યહોવામાં આશા રાખું છું, મારું રોમેરોમ તેમનામાં આશા રાખે છે. હું તેમના વચનની રાહ જોઉં છું.  ૬  ચોકીદારો સવાર થવાની રાહ જુએ,+હા, તેઓ સવાર થવાની રાહ જુએ,એના કરતાં વધારે હું યહોવાની રાહ જોઉં છું.+  ૭  હે ઇઝરાયેલ, યહોવાની રાહ જો,કેમ કે યહોવા વફાદાર હોવાથી પ્રેમ બતાવે છે.+ તેમની પાસે છોડાવવાની અપાર શક્તિ છે.  ૮  તે ઇઝરાયેલીઓને તેઓનાં સર્વ પાપમાંથી છોડાવશે.

ફૂટનોટ

યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “પાપ ધ્યાનમાં રાખો.”