ગીતશાસ્ત્ર ૧૪:૧-૭
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૧૪ મૂર્ખ પોતાના મનમાં વિચારે છે:
“યહોવા છે જ નહિ.”+
એવા લોકોનાં કામો ખરાબ અને નીચ છે.
સારાં કામો કરનાર કોઈ જ નથી.+
૨ પણ યહોવા સ્વર્ગમાંથી નીચે મનુષ્યોને જુએ છે કેશું કોઈનામાં સમજણ છે, શું કોઈ યહોવાને ભજે છે.+
૩ સાચા રસ્તેથી તેઓ બધા ભટકી ગયા છે.+
તેઓ એકસરખા છે, બધા જ ભ્રષ્ટ છે.
સારાં કામો કરનાર કોઈ જ નથી,અરે, એક પણ નથી.
૪ શું એક પણ ગુનેગારમાં અક્કલ નથી?
તેઓ રોટલી ખાતા હોય એમ મારા લોકોનો કોળિયો કરી જાય છે.
તેઓ યહોવાને પોકારતા નથી.
૫ ભારે આતંક તેઓ પર છવાઈ જશે,+કેમ કે યહોવા નેક લોકોની પેઢી સાથે છે.
૬ ઓ ગુનેગારો, તમે નિરાધારની યોજનાઓ પર પાણી ફેરવી દો છો.
પણ યહોવા તેનો આશરો છે.+
૭ ઇઝરાયેલનો ઉદ્ધાર સિયોનમાંથી આવે તો કેવું સારું!+
યહોવા ગુલામીમાં ગયેલા લોકોને પાછા લાવે ત્યારે,યાકૂબ ખુશી મનાવે અને ઇઝરાયેલ આનંદ કરે.