ગીતશાસ્ત્ર ૧૫૦:૧-૬

  • શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો

    • હાલેલુયાહ! (, )

૧૫૦  યાહનો જયજયકાર કરો!*+ તેમના પવિત્ર સ્થાનમાં ઈશ્વરની સ્તુતિ કરો.+ ગગનમાં તેમની સ્તુતિ કરો, જે તેમની તાકાત બતાવે છે.+  ૨  તેમનાં પરાક્રમી કામો માટે તેમની સ્તુતિ કરો.+ તે ખૂબ મહાન છે, તેમની સ્તુતિ કરો.+  ૩  રણશિંગડું વગાડીને તેમની સ્તુતિ કરો.+ તારવાળું વાજિંત્ર અને વીણા વગાડીને તેમની સ્તુતિ કરો.+  ૪  ખંજરી વગાડીને+ અને નૃત્ય કરીને તેમની સ્તુતિ કરો. તારવાળું વાજિંત્ર+ અને વાંસળી વગાડીને+ તેમની સ્તુતિ કરો.  ૫  ઝાંઝના રણકાર સાથે તેમની સ્તુતિ કરો. ઝાંઝના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ કરો.+  ૬  શ્વાસ લેનારા સર્વ યાહની સ્તુતિ કરો. યાહનો જયજયકાર કરો!*+

ફૂટનોટ

અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.
અથવા, “હાલેલુયાહ!” યહોવા નામનું ટૂંકું રૂપ “યાહ” છે.