ગીતશાસ્ત્ર ૨૧:૧-૧૩
સંગીત સંચાલક માટે સૂચન. દાઉદનું ગીત.
૨૧ હે યહોવા, તમારી તાકાતને લીધે રાજા ઘણો ખુશ થાય છે.+
તમે કરેલાં ઉદ્ધારનાં કામોને લીધે તે કેટલો બધો આનંદ કરે છે!+
૨ તમે તેના દિલની તમન્ના પૂરી કરી છે,+તમે તેના મોંની દરેક અરજ મંજૂર કરી છે. (સેલાહ)
૩ તમે ભરપૂર આશીર્વાદો સાથે તેને મળો છો.
તમે તેના માથે ચોખ્ખા* સોનાનો મુગટ પહેરાવો છો.+
૪ તેણે તમારી પાસે જીવન માંગ્યું છેઅને તમે તેને લાંબું જીવન, હા, સદાને માટેનું જીવન આપ્યું છે.+
૫ ઉદ્ધારનાં તમારાં કામોથી તેને ઘણો મહિમા મળે છે.+
તમે તેને પુષ્કળ માન અને જાહોજલાલી આપો છો.
૬ તમે તેના પર કાયમ માટે આશીર્વાદો વરસાવો છો.+
તમે તેની સાથે હોવાથી* તેની ખુશીનો કોઈ પાર નથી.+
૭ રાજાને યહોવા પર ભરોસો છે.+
સર્વોચ્ચ ઈશ્વરના અતૂટ પ્રેમને* લીધે તેને ક્યારેય ડગાવી શકાશે નહિ.+
૮ તમારો હાથ તમારા બધા દુશ્મનોને શોધી કાઢશે.
તમારો જમણો હાથ તમને નફરત કરનારાઓને પકડી પાડશે.
૯ તમે નક્કી કરેલા સમયે આવીને ધગધગતી ભઠ્ઠીમાં તેઓનો નાશ કરશો.
યહોવા પોતાના કોપમાં તેઓને ગળી જશે, આગમાં ભસ્મ કરી નાખશે.+
૧૦ ધરતી પરથી તેઓના વંશજોનો* તમે વિનાશ કરશો,મનુષ્યોમાંથી તેઓનાં સંતાનોને મિટાવી દેશો.
૧૧ તેઓનો ઇરાદો તમારું બૂરું કરવાનો હતો.+
પણ તેઓએ ઘડેલાં કાવતરાં સફળ થશે નહિ.+
૧૨ તમે તમારું ધનુષ્ય તેઓ તરફ* તાકીને,તેઓને પીછેહઠ કરવા મજબૂર કરશો.+
૧૩ હે યહોવા, ઊઠો, તમારી તાકાતનો પરચો દેખાડો.
તમારી શક્તિનો અમે જયજયકાર કરીશું.*
ફૂટનોટ
^ અથવા, “ગાળેલા.”
^ મૂળ, “તમારી હાજરીમાં.”
^ મૂળ, “ફળનો.”
^ મૂળ, “તેઓના ચહેરા તરફ.”
^ મૂળ, “ગાઈશું અને સંગીત વગાડીશું.”