ગીતશાસ્ત્ર ૨૯:૧-૧૧

  • યહોવાનો શક્તિશાળી અવાજ

    • પવિત્ર શણગાર સજીને ભક્તિ કરવી ()

    • “ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે” ()

    • યહોવા પોતાના લોકોને બળ આપે છે (૧૧)

દાઉદનું ગીત. ૨૯  હે શૂરવીરોના દીકરાઓ, યહોવાની સ્તુતિ કરો,તેમનાં મહિમા અને બળ માટે યહોવાની સ્તુતિ કરો.+  ૨  યહોવાના નામને શોભે એવો મહિમા તેમને આપો. પવિત્ર શણગાર સજીને* યહોવાને નમન* કરો.  ૩  યહોવાનો અવાજ વાદળો* પર સંભળાય છે. ગૌરવશાળી ઈશ્વર ગર્જના કરે છે.+ યહોવા કાળાં કાળાં વાદળો ઉપર છે.+  ૪  યહોવાનો અવાજ શક્તિશાળી છે.+ યહોવાનો અવાજ પ્રભાવશાળી છે.  ૫  યહોવાનો અવાજ દેવદારનાં ઝાડને ચીરી નાખે છે. હા, યહોવા લબાનોનના દેવદારના ટુકડે-ટુકડા કરી નાખે છે.+  ૬  તે લબાનોનને* વાછરડાની જેમઅને સિરયોનને*+ જંગલી સાંઢની જેમ કુદાવે છે.  ૭  યહોવા બોલે છે અને આગની જ્વાળાઓ ભડકી ઊઠે છે.+  ૮  યહોવાનો અવાજ વેરાન પ્રદેશને ધ્રુજાવે છે,+હા, યહોવા કાદેશના વેરાન પ્રદેશને+ કંપાવે છે.  ૯  યહોવાના અવાજથી હરણીઓ કાંપી ઊઠીને બચ્ચાંને જન્મ આપી દે છેઅને જંગલો ઉજ્જડ થઈ જાય છે.+ તેમના મંદિરમાં બધા કહે છે: “ઈશ્વરનો મહિમા થાઓ!” ૧૦  યહોવા પૂરના પાણી* પર બિરાજે છે.+ યહોવા કાયમ માટે રાજાધિરાજ તરીકે સિંહાસન પર બેસે છે.+ ૧૧  યહોવા પોતાના લોકોને બળ આપશે.+ યહોવા પોતાના લોકોને શાંતિનો આશીર્વાદ આપશે.+

ફૂટનોટ

અથવા કદાચ, “તે ભવ્ય અને પવિત્ર હોવાથી.”
અથવા, “ભક્તિ.”
મૂળ, “પાણી.”
દેખીતું છે, એ લબાનોન પર્વતમાળાને બતાવે છે.
સિદોની ભાષામાં હેર્મોન પર્વતનું જૂનું નામ. પુન ૩:૯ જુઓ.
અથવા, “સ્વર્ગના દરિયા.”