ગીતશાસ્ત્ર ૪૩:૧-૫

  • ન્યાયાધીશ ઈશ્વર બચાવે છે

    • “તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો” ()

    • “હું કેમ નિરાશ છું?” ()

    • “ઈશ્વરની રાહ જો” ()

૪૩  હે ભગવાન, મારો ન્યાય કરો,+બેવફા પ્રજા સામે મારો મુકદ્દમો લડો.+ કપટી અને જૂઠા માણસથી મને બચાવો.  ૨  તમે મારા ઈશ્વર, મારો કિલ્લો છો.+ તમે મને કેમ દૂર હડસેલી દીધો છે?મારા વેરીના જુલમને લીધે મારે કેમ ઉદાસ થઈને ફરવું પડે છે?+  ૩  તમારો પ્રકાશ અને તમારું સત્ય મોકલો.+ તેઓ મને માર્ગદર્શન આપે.+ તેઓ મને તમારા પવિત્ર પર્વત પર અને ભવ્ય મંડપમાં*+ દોરી જાય.  ૪  પછી હું ઈશ્વરની વેદી પાસે આવીશ,+હા, મારા ઈશ્વર પાસે આવીશ, જેમનામાં મને અપાર ખુશી મળે છે. હે ઈશ્વર, મારા ભગવાન, હું વીણા વગાડીને તમારો જયજયકાર કરીશ.+  ૫  હું કેમ નિરાશ છું? મારા મનમાં કેમ ઊથલ-પાથલ મચી છે? ઈશ્વરની રાહ જો,+હું હજુ પણ તેમની સ્તુતિ કરીશ, કેમ કે તે મારા મહાન તારણહાર અને મારા ઈશ્વર છે.+

ફૂટનોટ