ગીતશાસ્ત્ર ૪૭:૧-૯

  • આખી પૃથ્વીના રાજાધિરાજ

    • “યહોવા અદ્‍ભુત છે” ()

    • ઈશ્વરની સ્તુતિ કરો (૬, ૭)

સંગીત સંચાલક માટે સૂચન. કોરાહના દીકરાઓનું ગીત.+ ૪૭  હે બધા લોકો, તાળીઓ પાડો,હર્ષનાદ સાથે ઈશ્વરનો જયજયકાર કરો,  ૨  કેમ કે સર્વોચ્ચ ઈશ્વર યહોવા અદ્‍ભુત* છે.+ તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.+  ૩  તે લોકોને આપણા તાબે કરે છે. તે દેશોને આપણા પગ નીચે લાવે છે.+  ૪  તે આપણા માટે વારસો પસંદ કરે છે,+જે વારસા પર તેમના વહાલા યાકૂબને ખૂબ ગર્વ છે.+ (સેલાહ)  ૫  લોકોના પોકાર વચ્ચે ઈશ્વર રાજગાદીએ બેઠા. રણશિંગડાના* અવાજ સાથે યહોવા ગાદીએ બેઠા.  ૬  સ્તુતિ કરો,* ઈશ્વરની સ્તુતિ કરો. સ્તુતિ કરો, આપણા રાજાની સ્તુતિ કરો,  ૭  કારણ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે,+સ્તુતિ કરો અને સમજદારી બતાવો.  ૮  ઈશ્વર બધી પ્રજાઓના રાજા બન્યા છે.+ ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.  ૯  ઇબ્રાહિમના ઈશ્વરના લોકો સાથે જોડાવાપ્રજાઓના આગેવાનો ભેગા થયા છે,કેમ કે પૃથ્વીના શાસકો* ઈશ્વરના હાથમાં છે. તેમને ખૂબ મોટા મનાવવામાં આવ્યા છે.+

ફૂટનોટ

અથવા, “ભય અને માન જગાડે એવા.”
અથવા, “ઘેટાંનાં શિંગના રણશિંગડાના.”
અથવા, “સંગીત વગાડો.”
મૂળ, “ઢાલ.”