ગીતશાસ્ત્ર ૫૨:૧-૯
સંગીત સંચાલક માટે સૂચન. માસ્કીલ.* અદોમી દોએગે શાઉલ પાસે આવીને ચાડી કરી કે દાઉદ અહીમેલેખના ઘરે આવ્યો હતો, એ વખતનું દાઉદનું ગીત.+
૫૨ ઓ જુલમી, તું તારાં દુષ્ટ કામોની બડાઈ કેમ હાંકે છે?+
ઈશ્વરનો અતૂટ પ્રેમ હંમેશાં ટકે છે.+
૨ તારી જીભ ધારદાર અસ્ત્રા જેવી છે.+
એ બસ કાવતરાં ઘડે છે અને કપટી કામો કરે છે.+
૩ તને ભલાઈને બદલે બૂરાઈઅને સાચું બોલવા કરતાં જૂઠું બોલવું વધારે ગમે છે. (સેલાહ)
૪ અરે કપટી જીભ,નુકસાન કરનાર દરેક શબ્દ તને પસંદ છે!
૫ એટલે ઈશ્વર કાયમ માટે તારું નામનિશાન મિટાવી દેશે.+
તે તને પકડીને તારા તંબુમાંથી ખેંચી કાઢશે.+
તે જીવતા લોકોની ભૂમિમાંથી તારાં મૂળિયાં ઉખેડી નાખશે.+ (સેલાહ)
૬ નેક લોકો એ જોશે અને ગભરાશે,+તેઓ દુષ્ટની હાંસી ઉડાવીને કહેશે:+
૭ “આ માણસને જુઓ, જેણે ઈશ્વરમાં આશરો લીધો નથી!+
તેણે પોતાની ધનદોલતમાં ભરોસો મૂક્યો+
અને પોતાના કાવાદાવા પર આધાર રાખ્યો.”
૮ પણ હું તો ઈશ્વરના મંદિરના ઘટાદાર જૈતૂનના ઝાડ જેવો થઈશ.
મારો ભરોસો ઈશ્વરના અતૂટ પ્રેમમાં સદાને માટે રહેશે.+
૯ હે ઈશ્વર, તમે જે કર્યું છે એ માટે હું હંમેશાં તમારી સ્તુતિ કરીશ.+
તમારા વફાદાર ભક્તો આગળહું તમારા નામ પર આશા રાખીશ,+ કેમ કે એ સારું છે.