ગીતશાસ્ત્ર ૫૪:૧-૭
-
દુશ્મનો વચ્ચે રહીને મદદની પ્રાર્થના
-
“ઈશ્વર મને મદદ કરનાર છે” (૪)
-
સંગીત સંચાલક માટે સૂચન: તારવાળાં વાજિંત્રો સાથે ગાવું. માસ્કીલ.* ઝીફીઓએ શાઉલ પાસે આવીને કહ્યું કે, “દાઉદ અમારી નજીક સંતાયો છે,” એ વખતનું દાઉદનું ગીત.+
૫૪ હે ભગવાન, તમારા નામને લીધે મારો બચાવ કરો,+તમારી શક્તિથી મારું રક્ષણ કરો.*+
૨ હે ભગવાન, મારી પ્રાર્થના સાંભળો.+
મારા મોંના શબ્દો પર ધ્યાન આપો.
૩ પારકાઓ મારી સામે ઊભા થયા છે,જુલમીઓ મારો જીવ લેવા મથે છે.+
તેઓને ઈશ્વરની કંઈ પડી નથી.+ (સેલાહ)
૪ જુઓ, ઈશ્વર મને મદદ કરનાર છે.+
મને ટેકો આપનારાઓ સાથે યહોવા છે.
૫ તે મારા વેરીઓને તેઓનાં દુષ્ટ કામોનો બદલો આપશે.+
તમારી વફાદારીને લીધે તેઓનો વિનાશ કરો.+
૬ હું રાજીખુશીથી તમને બલિદાન ચઢાવીશ.+
હે યહોવા, હું તમારા નામના ગુણગાન ગાઈશ, કેમ કે એ સારું છે.+
૭ તમે દરેક મુસીબતમાંથી મને બચાવો છો.+
હું નજરોનજર મારા દુશ્મનોની પડતી જોઈશ.+