ગીતશાસ્ત્ર ૫૭:૧-૧૧
સંગીત સંચાલક માટે સૂચન: “મારો નાશ ન થવા દો” ગીતના સૂર પ્રમાણે ગાવું. દાઉદનું ગીત. મિખ્તામ.* શાઉલ પાસેથી નાસીને દાઉદ ગુફામાં રહેવા લાગ્યો એ વખતનું ગીત.+
૫૭ હે ભગવાન, મારા પર કૃપા કર, મારા પર કૃપા કર,કેમ કે મેં તારામાં આશરો લીધો છે.+
આફતો ટળી જાય ત્યાં સુધી હું તારી પાંખોની છાયામાં શરણ લઈશ.+
૨ હું સર્વોચ્ચ ઈશ્વરને પોકારું છું,સાચા ઈશ્વરને વિનંતી કરું છું, જે મારી મુશ્કેલીઓનો અંત લાવે છે.
૩ ઈશ્વર સ્વર્ગમાંથી મદદ મોકલીને મને બચાવશે.+
જે મને ફાડી ખાવા માંગે છે, તેને તે મૂંઝવી નાખશે. (સેલાહ)
ઈશ્વર અતૂટ પ્રેમ અને વફાદારી બતાવશે.+
૪ હું સિંહોથી ઘેરાયેલો છું.+
મારે એવા લોકો વચ્ચે સૂવું પડે છે, જેઓ મને ગળી જવા માંગે છે.
તેઓના દાંત ભાલા અને તીર જેવા છે,તેઓની જીભ ધારદાર તલવાર જેવી છે.+
૫ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+
૬ તેઓએ મારા પગ માટે જાળ પાથરી છે.+
હું ચિંતાઓના બોજથી નમી ગયો છું.+
તેઓએ મારા માર્ગમાં ખાડો ખોદ્યો છે,પણ તેઓ પોતે જ એમાં પડી ગયા છે.+ (સેલાહ)
૭ મારું મન મક્કમ છે,હે ઈશ્વર, મારું મન મક્કમ છે.+
હું ગીતો ગાઈશ અને સંગીત વગાડીશ.
૮ હે મારા અંતર, જાગ.
હે તારવાળા વાજિંત્ર અને વીણા, જાગો.
હું પ્રભાતને જગાડીશ.+
૯ હે યહોવા, હું લોકોમાં તારો જયજયકાર કરીશ.+
હું પ્રજાઓમાં તારી સ્તુતિ ગાઈશ.*+
૧૦ તારો અતૂટ પ્રેમ મહાન છે, એ આસમાન જેટલો ઊંચો છે,+તારી વફાદારી ગગન ચૂમે છે.
૧૧ હે ઈશ્વર, સ્વર્ગમાં તને મોટો મનાવવામાં આવે,આખી પૃથ્વી પર તારો મહિમા થાય.+