માર્ક ૧૬:૧-૮

  • ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૮)

૧૬  સાબ્બાથ+ પૂરો થયો ત્યારે મરિયમ માગદાલેણ, યાકૂબની મા મરિયમ+ અને શલોમીએ સુગંધી દ્રવ્ય* ખરીદ્યાં, જેથી કબરે જઈને ઈસુના શબને લગાડે.+ ૨  અઠવાડિયાના પહેલા દિવસે વહેલી સવારે સૂર્ય ઊગ્યો ત્યારે તેઓ કબર પાસે આવી.+ ૩  તેઓ એકબીજાને કહેતી હતી: “આપણા માટે કબરના મુખ પરથી પથ્થર કોણ ગબડાવશે?” ૪  પણ તેઓએ જોયું તો પથ્થર ઘણો મોટો હોવા છતાં એને ગબડાવી દેવામાં આવ્યો હતો.+ ૫  તેઓ કબરમાં દાખલ થઈ ત્યારે, તેઓએ સફેદ ઝભ્ભો પહેરેલા યુવાન માણસને જમણી બાજુ બેઠેલો જોયો. તેઓ ચોંકી ગઈ! ૬  તેણે તેઓને કહ્યું: “ચોંકી ન જાઓ.+ તમે નાઝરેથના ઈસુને શોધો છો ને, જેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા હતા. તેમને તો મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે.+ તે અહીં નથી. જુઓ, તેઓએ તેમને મૂક્યા હતા એ જગ્યા આ રહી.+ ૭  જાઓ, તેમના શિષ્યોને અને પિતરને કહો કે ‘તે તમારી આગળ ગાલીલ જાય છે.+ તેમણે તમને જણાવ્યું હતું એમ, તમે તેમને ત્યાં જોશો.’”+ ૮  તેઓ બહાર આવી ત્યારે ડરથી ધ્રૂજતી અને દંગ રહી ગયેલી હતી. તેઓ કબર પાસેથી ભાગી. તેઓએ કોઈને કંઈ કહ્યું નહિ, કેમ કે તેઓ ગભરાયેલી હતી.*+

ફૂટનોટ

જૂની ભરોસાપાત્ર હસ્તપ્રતો પ્રમાણે માર્કની ખુશખબર આઠમી કલમના શબ્દોથી પૂરી થાય છે. વધારે માહિતી ક-૩ જુઓ.