યર્મિયાનો વિલાપ ૪:૧-૨૨
א [આલેફ]
૪ ચોખ્ખા સોનાની ચમક ઝાંખી પડી ગઈ છે!+
પવિત્ર પથ્થરો*+ દરેક ગલીના નાકે આમતેમ પડ્યા છે!+
ב [બેથ]
૨ એક સમયે સિયોનના અનમોલ દીકરાઓ ચોખ્ખા સોના જેવા કીમતી હતા,*
પણ હવે તેઓ કુંભારે ઘડેલા માટીના વાસણ જેવા બની ગયા છે.
ג [ગિમેલ]
૩ અરે, શિયાળ પણ પોતાનાં બચ્ચાંને છાતીએ વળગાડીને ધવડાવે છે,પણ મારા લોકોની દીકરી તો વેરાન પ્રદેશના શાહમૃગની+ જેમ ક્રૂર બની ગઈ છે.+
ד [દાલેથ]
૪ તરસને લીધે ધાવણા બાળકની જીભ તેના તાળવે ચોંટી જાય છે.
બાળકો રોટલી માટે ભીખ માંગે છે,+ પણ કોઈ એક ટુકડોય આપતું નથી.+
ה [હે]
૫ સ્વાદિષ્ટ વાનગીઓ ખાનારા હવે ગલીઓમાં ભૂખે મરે છે.+
મોંઘાં મોંઘાં કપડાં* પહેરનારા+ હવે રાખના ઢગલામાં આળોટે છે.
ו [વાવ]
૬ મારા લોકોની દીકરીની સજા* સદોમની સજા* કરતાં પણ ભારે છે.+
સદોમનો તો પળભરમાં નાશ થયો હતો, તેને મદદ કરવા કોઈએ હાથ લંબાવ્યો ન હતો.+
ז [ઝાયિન]
૭ સિયોનના નાઝીરીઓ*+ બરફ કરતાં વધારે શુદ્ધ હતા, દૂધ કરતાં વધારે સફેદ હતા.
તેઓ કીમતી રત્નો* કરતાં પણ વધારે લાલચોળ હતાં, તેઓનું રૂપ નીલમ જેવું ચમકદાર હતું.
ח [હેથ]
૮ પણ હવે તેઓ કોલસા કરતાં પણ વધારે કાળા થઈ ગયા છે.
શેરીઓમાં કોઈ તેઓને ઓળખી શકતું નથી.
તેઓની ચામડી હાડકાંને ચોંટી ગઈ છે,+ એ સૂકા લાકડા જેવી થઈ ગઈ છે.
ט [ટેથ]
૯ ભૂખે મરનાર કરતાં તલવારથી મરનાર વધારે સારો.+
ભૂખે મરનાર તો ભૂખમરાને લીધે રિબાઈ રિબાઈને દમ તોડે છે,તે જાણે ભાલાથી વીંધાયો હોય તેમ તડપી તડપીને મરે છે.
י [યોદ]
૧૦ દયાળુ સ્ત્રીઓએ પોતાના જ હાથે પોતાનાં બાળકોને બાફ્યાં છે.+
મારા લોકોની દીકરીની પડતીના સમયે એ જ તેઓનો ખોરાક* બન્યો છે.+
כ [કાફ]
૧૧ યહોવાએ પોતાનો ક્રોધ બતાવ્યો છે.
તેમણે પોતાના ગુસ્સાની આગ વરસાવી છે.+
તેમણે સિયોનમાં આગ ચાંપી છે, જેનાથી તેના પાયા ભસ્મ થઈ ગયા છે.+
ל [લામેદ]
૧૨ પૃથ્વીના રાજાઓ અને તેના રહેવાસીઓ માની જ ન શક્યા કેયરૂશાલેમના દરવાજામાં તેનો દુશ્મન, તેનો વેરી ઘૂસી ગયો છે.+
מ [મેમ]
૧૩ એ બધું તેના પ્રબોધકોનાં પાપોને લીધે અને તેના યાજકોના અપરાધોને લીધે થયું છે.+
તેઓએ શહેરમાં નિર્દોષ* લોકોનું ખૂન કર્યું છે.+
נ [નૂન]
૧૪ તેઓ શેરીઓમાં આંધળા માણસની જેમ ભટકે છે.+
તેઓ લોહીથી અશુદ્ધ થયા છે,+એટલે કોઈ તેઓનાં કપડાંને અડકી શકતું નથી.
ס [સામેખ]
૧૫ લોકો તેઓને કહે છે, “દૂર રહો! અમારાથી દૂર જાઓ! તમે અશુદ્ધ છો! અમને અડકશો નહિ!”
તેઓ ઘરબાર વિનાના થયા છે, તેઓ આમતેમ ભટકે છે.
પ્રજાઓ કહે છે: “તેઓ આપણી સાથે રહી ના શકે.*+
פ [પે]
૧૬ યહોવાએ તેઓને વિખેરી નાખ્યા છે.+
તે તેઓ પર ક્યારેય કૃપા કરશે નહિ.
માણસો યાજકોને માન આપશે નહિ+ અને વડીલોને દયા બતાવશે નહિ.”+
ע [આયિન]
૧૭ રાહ જોઈ જોઈને અમારી આંખો થાકી ગઈ છે, પણ કોઈ મદદે આવતું નથી.+
અમે તો એવા દેશની મદદ માંગતા રહ્યા, જે અમને બચાવી શકતો નથી.+
צ [સાદે]
૧૮ ડગલે ને પગલે દુશ્મનોએ અમારો શિકાર કર્યો છે,+ અમે ચોકમાં પણ હરી-ફરી શકતા નથી.
અમારો અંત નજીક આવી ગયો છે. અમારા દિવસો ભરાઈ ગયા છે, અમારો અંત આવી પહોંચ્યો છે.
ק [કોફ]
૧૯ અમારો પીછો કરનારાઓ ગરુડથી પણ વધારે ઝડપી હતા.+
પહાડો પર તેઓએ અમારો પીછો કર્યો.
વેરાન પ્રદેશમાં અમારા પર તરાપ મારવા તેઓ છુપાઈ રહ્યા.
ר [રેશ]
૨૦ યહોવાનો અભિષિક્ત,*+ જે અમારા જીવનનો શ્વાસ છે,જેના વિશે અમે કહેતા હતા: “તેની છાયા* નીચે અમે પ્રજાઓમાં જીવતા રહીશું,”
તે દુશ્મનોના મોટા ખાડામાં ઝડપાઈ ગયો છે.+
ש [સીન]
૨૧ હે અદોમની દીકરી, ઉસ દેશમાં રહેનારી, તું મજા કર, આનંદ-ઉલ્લાસ કર.+
પણ યાદ રાખ, એ પ્યાલો તારી પાસે પણ આવશે,+ તું પીને ચકચૂર થશે અને તારી નગ્નતા ઉઘાડી પાડશે.+
ת [તાવ]
૨૨ હે સિયોનની દીકરી, તારા અપરાધની સજા પૂરી થઈ છે.
તે ફરી તને ગુલામીમાં નહિ લઈ જાય.+
પણ હે અદોમની દીકરી, તે તારા ગુના પર ધ્યાન આપશે.
તે તારાં પાપ ઉઘાડાં પાડશે.+
ફૂટનોટ
^ અથવા, “પવિત્ર જગ્યાના પથ્થરો.”
^ અથવા, “ચોખ્ખા સોના સામે તોળવામાં આવતા હતા.”
^ મૂળ, “લાલ રંગનાં કપડાં.”
^ મૂળ, “પાપની સજા.”
^ મૂળ, “અપરાધ.”
^ અથવા, “પરવાળાં.”
^ અથવા, “વિલાપનો ખોરાક.”
^ અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.
^ અથવા, “પરદેશીઓ તરીકે અહીં રહી ના શકે.”
^ અથવા, “તેના રક્ષણ.”