યહોશુઆ ૧૪:૧-૧૫

  • યર્દનની પશ્ચિમ તરફના વિસ્તારના ભાગ કરાયા (૧-૫)

  • કાલેબને વારસામાં હેબ્રોન મળે છે (૬-૧૫)

૧૪  હવે એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના* વડાઓએ ઇઝરાયેલીઓને કનાન દેશના વિસ્તારો વારસા તરીકે આપ્યા.+ ૨  યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી, એ મુજબ ચિઠ્ઠીઓ* નાખીને નવ કુળો અને અડધા કુળને એ વારસો વહેંચી આપવામાં આવ્યો.+ ૩  મૂસાએ બીજાં બે કુળોને અને અડધા કુળને યર્દનની પેલી તરફ* વારસો આપ્યો હતો.+ તેણે લેવીઓને તેઓ મધ્યે કોઈ વારસો આપ્યો ન હતો.+ ૪  યૂસફના વંશજોને બે કુળો ગણવામાં આવ્યા,+ મનાશ્શા અને એફ્રાઈમ.+ તેઓએ લેવીઓને રહેવા માટે શહેરો+ અને ઢોરઢાંક ચરાવવાની જમીન સિવાય દેશમાં બીજો કોઈ હિસ્સો આપ્યો નહિ.+ ૫  યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી એ પ્રમાણે ઇઝરાયેલીઓએ એ દેશ વહેંચી લીધો. ૬  પછી યહૂદાના માણસો ગિલ્ગાલમાં યહોશુઆ પાસે આવ્યા.+ કનિઝ્ઝી યફૂન્‍નેહના દીકરા કાલેબે+ યહોશુઆને કહ્યું: “કાદેશ-બાર્નેઆમાં તારા અને મારા વિશે યહોવાએ પોતાના સેવક મૂસાને+ જે કહ્યું હતું,+ એ તું સારી રીતે જાણે છે.+ ૭  યહોવાના સેવક મૂસાએ મને કાદેશ-બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યો+ ત્યારે હું ૪૦ વર્ષનો હતો. મેં પાછા આવીને દેશ વિશે સાચો અહેવાલ આપ્યો હતો.+ ૮  મારી સાથે આવેલા મારા ભાઈઓએ ભલે લોકોને ડરાવી મૂક્યા, પણ હું પૂરા દિલથી યહોવા મારા ઈશ્વરની પાછળ ચાલ્યો.+ ૯  એ દિવસે મૂસાએ સમ ખાતા કહ્યું હતું: ‘દેશમાં જે જે જગ્યાએ તારા પગ પડ્યા છે, એ તારો અને તારા દીકરાઓનો હંમેશ માટે વારસો થશે, કેમ કે તું પૂરા દિલથી મારા ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો છે.’+ ૧૦  જ્યારે ઇઝરાયેલીઓ વેરાન પ્રદેશમાં મુસાફરી કરતા હતા+ ત્યારે યહોવાએ મૂસાને મારા વિશે એ વચન આપ્યું હતું.+ એ વચન પ્રમાણે આ ૪૫ વર્ષ યહોવાએ મને સહી-સલામત રાખ્યો છે.+ હવે હું ૮૫ વર્ષનો થયો છું. ૧૧  મૂસાએ મને મોકલ્યો એ દિવસે હું જેટલો બળવાન હતો, એટલો જ આજે પણ છું. લડાઈમાં જવાની અને બીજાં કામો કરવાની હમણાં પણ મારામાં અગાઉ જેટલી જ તાકાત છે. ૧૨  તેથી મને આ પહાડી વિસ્તાર આપ, જેના વિશે યહોવાએ એ દિવસે વચન આપ્યું હતું. એ દિવસે તેં સાંભળ્યું હતું કે ત્યાં અનાકીઓ*+ છે, જેઓ કોટવાળાં શહેરોમાં રહે છે.+ પણ યહોવા ચોક્કસ* મારી સાથે રહેશે+ અને યહોવાના વચન પ્રમાણે હું તેઓને ત્યાંથી હાંકી કાઢીશ.”+ ૧૩  યહોશુઆએ યફૂન્‍નેહના દીકરા કાલેબને આશીર્વાદ આપ્યો અને વારસા તરીકે હેબ્રોન આપ્યું.+ ૧૪  હેબ્રોન આજ સુધી કનિઝ્ઝી યફૂન્‍નેહના દીકરા કાલેબનો વારસો ગણાય છે, કારણ કે તે પૂરા દિલથી ઇઝરાયેલના ઈશ્વર યહોવા પાછળ ચાલ્યો હતો.+ ૧૫  હેબ્રોનનું નામ અગાઉ કિર્યાથ-આર્બા+ હતું (આર્બા તો અનાકીઓમાં પ્રખ્યાત માણસ હતો) અને આખા દેશમાં લડાઈનો અંત આવ્યો.+

ફૂટનોટ

એટલે કે, પૂર્વ તરફ.
રાક્ષસી કદના અને મજબૂત લોકો.
અથવા, “મોટા ભાગે.”