યહોશુઆ ૧૯:૧-૫૧

૧૯  પછી બીજી ચિઠ્ઠી+ શિમયોન માટે, એટલે કે શિમયોનના કુળનાં+ કુટુંબો પ્રમાણે નીકળી. તેઓને યહૂદાના વારસામાં હિસ્સો મળ્યો.+ ૨  તેઓનો વારસો આ હતો: શેબા સાથે બેર-શેબા,+ મોલાદાહ,+ ૩  હસાર-શૂઆલ,+ બાલાહ, એસેમ,+ ૪  એલ્તોલાદ,+ બથૂલ, હોર્માહ, ૫  સિકલાગ,+ બેથ-માર્કબોથ, હસાર-સૂસાહ, ૬  બેથ-લબાઓથ+ અને શારૂહેન, કુલ ૧૩ શહેરો અને એનાં ગામડાઓ; ૭  આઈન, રિમ્મોન, એથેર અને આશાન,+ કુલ ચાર શહેરો અને એનાં ગામડાઓ; ૮  છેક બાઅલાથ-બએર, એટલે કે દક્ષિણના રામા સુધીનાં શહેરો અને એની આસપાસનાં બધાં ગામડાઓ. શિમયોનના કુળનો તેઓનાં કુટુંબો પ્રમાણે એ વારસો હતો. ૯  યહૂદાનો વિસ્તાર ખૂબ મોટો હોવાથી, તેઓના વિસ્તારમાં જ શિમયોનના વંશજોને વારસો આપવામાં આવ્યો. આમ શિમયોનના વંશજોને યહૂદાના વારસામાં હિસ્સો મળ્યો.+ ૧૦  ત્રીજી ચિઠ્ઠી+ ઝબુલોનના વંશજો+ માટે, એટલે કે તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળી. તેઓના વારસાની હદ છેક સારીદ સુધી હતી. ૧૧  તેઓની હદ પશ્ચિમમાં મારઅલાહ સુધી જઈને દાબ્બેશેથ પહોંચતી હતી. પછી પૂર્વમાં યોકનઆમ આગળની ખીણ સુધી હતી. ૧૨  એ હદ સારીદથી પૂર્વમાં સૂર્ય ઊગે એ તરફ કિસ્લોથ-તાબોરની સરહદ સુધી અને દાબરાથ+ સુધી હતી. એ ઉપર યાફીઆ સુધી પહોંચતી હતી. ૧૩  એ હદ ત્યાંથી આગળ પૂર્વમાં સૂર્ય ઊગે એ તરફ ગાથ-હેફેર,+ એથ-કાસીન અને રિમ્મોન સુધી જઈને નેઆહ સુધી ફેલાયેલી હતી. ૧૪  ઉત્તરમાં એ હદ વળીને હાન્‍નાથોન જતી હતી અને યફતાએલની ખીણમાં પૂરી થતી હતી; ૧૫  કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન,+ યિદઅલાહ અને બેથલેહેમ+ પણ તેઓને આપવામાં આવ્યાં, કુલ ૧૨ શહેરો અને એનાં ગામડાઓ. ૧૬  ઝબુલોનના વંશજોનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+ ૧૭  ચોથી ચિઠ્ઠી+ ઇસ્સાખાર+ માટે, એટલે કે ઇસ્સાખારના વંશજોનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૧૮  તેઓની હદ આટલે સુધી હતી: યિઝ્રએલ,+ કસુલ્લોથ, શૂનેમ,+ ૧૯  હફારાઈમ, શીઓન, અનાહરાથ, ૨૦  રાબ્બીથ, કિશ્યોન, એબેસ, ૨૧  રેમેથ, એન-ગાન્‍નીમ,+ એન-હાદ્દાહ અને બેથ-પાસ્સેસ. ૨૨  તેઓની હદ તાબોર,+ શાહસુમાહ અને બેથ-શેમેશને અડીને યર્દન નદી પાસે પૂરી થઈ, કુલ ૧૬ શહેરો અને એનાં ગામડાઓ. ૨૩  ઇસ્સાખારના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+ ૨૪  પાંચમી ચિઠ્ઠી+ આશેરના કુળ+ માટે, એટલે કે તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૨૫  તેઓની હદ આ હતી: હેલ્કાથ,+ હલી, બેટેન, આખ્શાફ, ૨૬  અલ્લામ્મેલેખ, આમઆદ અને મિશઆલ. પશ્ચિમમાં એ હદ કાર્મેલ+ અને શીહોર-લિબ્નાથ સુધી હતી. ૨૭  એ હદ વળીને પૂર્વમાં બેથ-દાગોન સુધી હતી. એ ઉત્તરમાં ઝબુલોન તેમજ યફતાએલની ખીણ સુધી, બેથ-એમેક અને નેઈએલ સુધી પહોંચતી હતી. એ હદ ડાબે હાથે કાબૂલ સુધી ફેલાયેલી હતી. ૨૮  એ એબ્રોન, રહોબ, હામ્મોન, કાનાહ અને છેક મોટા સિદોન સુધી હતી.+ ૨૯  એ હદ વળીને રામા અને છેક તૂરના કોટવાળા શહેર સુધી જતી હતી.+ એ હદ પાછી હોસાહ જઈને સમુદ્ર પાસે પૂરી થતી હતી. ત્યાં આખ્ઝીબ, ૩૦  ઉમ્માહ, અફેક+ અને રહોબ+ પણ આવેલાં હતાં, કુલ ૨૨ શહેરો અને એનાં ગામડાઓ. ૩૧  આશેરના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+ ૩૨  છઠ્ઠી ચિઠ્ઠી+ નફતાલીના વંશજો માટે, એટલે કે નફતાલીના વંશજોનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૩૩  તેઓની હદ હેલેફથી, સાઅનાન્‍નીમના+ મોટા ઝાડથી, અદામી-નેકેબ અને યાબ્નએલથી છેક લાક્કૂમ સુધી હતી. એ હદ યર્દન નદીએ પૂરી થતી હતી. ૩૪  એ વળીને પશ્ચિમમાં આઝનોથ-તાબોર થઈને હુક્કોક સુધી ફેલાયેલી હતી. એ દક્ષિણમાં ઝબુલોન સુધી, પશ્ચિમમાં આશેર સુધી અને પૂર્વમાં યર્દન આગળ યહૂદા* સુધી હતી. ૩૫  ત્યાં કોટવાળાં આ શહેરો હતાં: સિદ્દીમ, સેર, હામ્માથ,+ રાક્કાથ, કિન્‍નેરેથ, ૩૬  અદામાહ, રામા, હાસોર,+ ૩૭  કેદેશ,+ એડ્રેઈ, એન-હાસોર, ૩૮  યિરઓન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ અને બેથ-શેમેશ,+ કુલ ૧૯ શહેરો અને એનાં ગામડાઓ. ૩૯  નફતાલીના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો.+ ૪૦  સાતમી ચિઠ્ઠી+ દાનના કુળ+ માટે, એટલે કે તેઓનાં કુટુંબો પ્રમાણે નીકળી. ૪૧  તેઓના વારસાની હદ આ હતી: સોરાહ,+ એશ્તાઓલ, ઈર-શેમેશ, ૪૨  શાઅલાબ્બીન,+ આયાલોન,+ યિથ્લાહ, ૪૩  એલોન, તિમ્નાહ,+ એક્રોન,+ ૪૪  એલ્તકેહ, ગિબ્બથોન,+ બાઅલાથ, ૪૫  યહૂદ, બની-બરાક, ગાથ-રિમ્મોન,+ ૪૬  મે-યાર્કોન અને રાક્કોન. એ સરહદ યાફા+ પાસેથી પસાર થતી હતી. ૪૭  પણ દાનનો વિસ્તાર તેઓ માટે પૂરતો ન હતો.+ એટલે તેઓ જઈને લેશેમ+ શહેર સામે લડ્યા અને એને જીતી લીધું. તેઓએ એના લોકોને તલવારથી મારી નાખ્યા અને એના પર કબજો કરીને ત્યાં રહેવા લાગ્યા. તેઓએ લેશેમનું નામ બદલીને પોતાના પૂર્વજના નામ પરથી દાન પાડ્યું.+ ૪૮  દાનના કુળનાં કુટુંબો પ્રમાણે આ શહેરો અને એનાં ગામડાઓ તેઓનો વારસો હતો. ૪૯  આ રીતે તેઓએ વારસા માટે દેશના વિસ્તારોની વહેંચણી પૂરી કરી. પછી ઇઝરાયેલીઓએ નૂનના દીકરા યહોશુઆને તેઓ વચ્ચે વારસો આપ્યો. ૫૦  યહોશુઆએ એફ્રાઈમના પહાડી વિસ્તારનું તિમ્નાથ-સેરાહ+ માંગ્યું હતું. તેઓએ યહોવાની આજ્ઞા પ્રમાણે એ તેને આપ્યું. યહોશુઆએ એ શહેર ફરીથી બાંધ્યું અને એમાં રહેવા લાગ્યો. ૫૧  એલઆઝાર યાજક, નૂનના દીકરા યહોશુઆ અને ઇઝરાયેલનાં કુળોના પિતાનાં કુટુંબોના વડાઓએ આ પ્રમાણે બધાને વારસો વહેંચી આપ્યો.+ તેઓએ શીલોહમાં+ યહોવાની સામે, મુલાકાતમંડપના દરવાજા આગળ ચિઠ્ઠીઓ નાખીને વારસો વહેંચી આપ્યો.+ આ રીતે તેઓએ દેશની વહેંચણી પૂરી કરી.

ફૂટનોટ

અહીં યહૂદા કુળની નહિ, પણ એ કુળના એક માણસના કુટુંબની વાત થાય છે.