લેવીય ૭:૧-૩૮

  • અર્પણો વિશે સૂચનો (૧-૨૧)

  • ચરબી કે લોહી ખાવાની મનાઈ (૨૨-૨૭)

  • યાજકનો હિસ્સો (૨૮-૩૬)

  • અર્પણો વિશે છેલ્લા શબ્દો (૩૭, ૩૮)

 “‘દોષ-અર્પણનો નિયમ આ છે:+ એ દોષ-અર્પણ ખૂબ પવિત્ર છે. ૨  જ્યાં અગ્‍નિ-અર્પણનું પ્રાણી કાપવામાં આવે છે, ત્યાં જ દોષ-અર્પણનું પ્રાણી કાપવું. પછી એનું લોહી+ વેદીની ચારે બાજુ છાંટવું.+ ૩  પ્રાણીના આ ભાગો યાજક ચઢાવે: ચરબીથી+ ભરેલી પૂંછડી, આંતરડાં પરની ચરબી, ૪  કમર પાસેનાં બે મૂત્રપિંડ અને એની ઉપરની ચરબી. બંને મૂત્રપિંડ સાથે કલેજા ઉપરની ચરબી પણ કાઢે.+ ૫  પછી યાજક એને વેદી પર આગમાં ચઢાવે. એ યહોવા માટે આગમાં ચઢાવવાનું અર્પણ છે.+ એ દોષ-અર્પણ છે. ૬  ફક્ત યાજકો જ એ ખાય.+ એને પવિત્ર જગ્યાએ ખાવું. એ ખૂબ પવિત્ર છે.+ ૭  પાપ-અર્પણ અને દોષ-અર્પણ માટે એક જ નિયમ છે. જે યાજક પ્રાયશ્ચિત્ત માટે પ્રાણી ચઢાવે, તેને જ એનું માંસ મળે.+ ૮  “‘યાજક જ્યારે કોઈ માણસ માટે અગ્‍નિ-અર્પણ ચઢાવે, ત્યારે અગ્‍નિ-અર્પણનું ચામડું+ એ યાજકને મળે. ૯  “‘ભઠ્ઠીમાં પકવેલું અથવા કઢાઈમાં તળેલું અથવા તવા પર શેકેલું દરેક અનાજ-અર્પણ+ જે યાજક ચઢાવે એને મળે. એ તેનું થાય.+ ૧૦  પણ સૂકું+ અથવા તેલ નાખેલું દરેક અનાજ-અર્પણ+ હારુનના બધા દીકરાઓનું થાય. દરેકને એકસરખો ભાગ મળે. ૧૧  “‘હવે યહોવાને ચઢાવવામાં આવતા શાંતિ-અર્પણનો નિયમ આ છે:+ ૧૨  જો કોઈ માણસ ઈશ્વરનો આભાર માનવા શાંતિ-અર્પણ ચઢાવે, તો તે આભાર-અર્પણના*+ પ્રાણી સાથે આ બધું ચઢાવે: તેલ નાખીને બનાવેલી બેખમીર રોટલી,* તેલ ચોપડેલા બેખમીર પાપડ અને તેલ નાખીને બનાવેલી મેંદાની રોટલી.* ૧૩  તે આભાર-અર્પણ તરીકે ચઢાવેલા શાંતિ-અર્પણ સાથે ખમીરવાળી રોટલી* પણ લાવે. ૧૪  અર્પણ કરેલી દરેક પ્રકારની રોટલીમાંથી એક એક રોટલી તે યહોવાને પવિત્ર હિસ્સા તરીકે આપે. જે યાજક એ શાંતિ-અર્પણનું લોહી છાંટે, એને એ ભાગ મળે.+ ૧૫  આભાર-અર્પણ તરીકે ચઢાવેલા શાંતિ-અર્પણનું માંસ તે એ જ દિવસે ખાય. એને સવાર સુધી રાખી ન મૂકે.+ ૧૬  “‘જો તે માનતા-અર્પણ*+ અથવા સ્વેચ્છા-અર્પણ*+ ચઢાવે, તો તે એ દિવસે એને ખાય. એમાંનું બાકી રહેલું તે બીજા દિવસે પણ ખાઈ શકે. ૧૭  જો માંસ ત્રીજા દિવસ સુધી રહે, તો એને આગમાં બાળી નાખવું.+ ૧૮  પણ જો શાંતિ-અર્પણનું માંસ ત્રીજા દિવસે ખાવામાં આવે, તો એ અર્પણ ચઢાવનારને ઈશ્વરની મંજૂરી મળશે નહિ. એ અર્પણથી તેને કોઈ લાભ થશે નહિ. એ માંસ અશુદ્ધ* ગણાશે અને જે માણસ* એમાંથી ખાશે, તેણે એના અપરાધની સજા ભોગવવી પડશે.+ ૧૯  જો માંસ કોઈ અશુદ્ધ વસ્તુને અડકે, તો એ માંસ ખાવું નહિ. એને આગમાં બાળી નાખવું. જે માણસ શુદ્ધ છે, તે શુદ્ધ માંસ ખાય. ૨૦  “‘જો કોઈ માણસ અશુદ્ધ હોવા છતાં, યહોવાને ચઢાવેલા શાંતિ-અર્પણનું માંસ ખાય, તો તેને મારી નાખો.*+ ૨૧  જો કોઈ માણસ અશુદ્ધ વ્યક્તિને,+ અશુદ્ધ પ્રાણીને+ અથવા અશુદ્ધ અને ધિક્કારને લાયક વસ્તુને+ અડકે અને પછી યહોવાને ચઢાવેલા શાંતિ-અર્પણનું માંસ ખાય, તો તેને મારી નાખો.’” ૨૨  યહોવાએ મૂસાને આગળ જણાવ્યું: ૨૩  “ઇઝરાયેલીઓને કહે કે, ‘આખલા, નર ઘેટા અથવા બકરીની ચરબી તમે ન ખાઓ.+ ૨૪  મરેલા પ્રાણીની ચરબી અને બીજા જાનવરે મારી નાખેલા પ્રાણીની ચરબી તમે બીજા કોઈ કામ માટે વાપરી શકો, પણ તમે એ ચરબી ન ખાઓ.+ ૨૫  યહોવા માટે આગમાં ચઢાવવાના પ્રાણીની ચરબી જે કોઈ માણસ ખાય, તેને મારી નાખો. ૨૬  “‘ભલે તમે ગમે ત્યાં રહેતા હો, જરા પણ લોહી ન ખાઓ,+ પછી એ લોહી પક્ષીનું હોય કે પ્રાણીનું. ૨૭  જો કોઈ લોહી ખાય, તો તેને મારી નાખો.’”+ ૨૮  યહોવાએ મૂસાને આગળ કહ્યું: ૨૯  “ઇઝરાયેલીઓને કહે કે, ‘જે કોઈ યહોવાને શાંતિ-અર્પણ ચઢાવે, તે પોતાના શાંતિ-અર્પણમાંથી અમુક હિસ્સો યહોવાને આપે.+ ૩૦  તે પ્રાણીની ચરબી+ અને છાતીનો ભાગ પોતાના હાથમાં લે અને યહોવાને આગમાં ચઢાવવાના અર્પણ તરીકે આપે. તે એને હલાવવાના અર્પણ* તરીકે યહોવા સામે આગળ-પાછળ હલાવે.+ ૩૧  યાજક એ ચરબીને વેદી પર આગમાં ચઢાવે.+ પણ પ્રાણીની છાતીનો ભાગ હારુન અને તેના દીકરાઓનો થાય.+ ૩૨  “‘તમે શાંતિ-અર્પણમાં ચઢાવેલા પ્રાણીનો જમણો પગ યાજકને પવિત્ર હિસ્સા તરીકે આપો.+ ૩૩  હારુનનો જે દીકરો શાંતિ-અર્પણનું લોહી અને ચરબી ચઢાવે, તેને એ જમણો પગ હિસ્સા તરીકે મળે.+ ૩૪  ઇઝરાયેલીઓએ ચઢાવેલા હલાવવાના અર્પણમાંથી છાતીનો ભાગ અને શાંતિ-અર્પણમાંથી પવિત્ર હિસ્સો, એટલે કે પગનો ભાગ હું યાજક હારુન અને તેના દીકરાઓને આપું છું. ઇઝરાયેલીઓ માટે એ નિયમ હંમેશ માટે છે.+ ૩૫  “‘યહોવા માટે આગમાં ચઢાવવાના અર્પણમાંથી યાજકો, એટલે કે હારુન અને તેના દીકરાઓ માટે એ હિસ્સો અલગ કરવામાં આવે. જે દિવસે તેઓને યહોવા આગળ યાજક તરીકે સેવા આપવા નિયુક્ત કર્યા હતા, એ દિવસે એ આજ્ઞા આપવામાં આવી હતી.+ ૩૬  જે દિવસે તેઓને નિયુક્ત કર્યા હતા,+ એ દિવસે યહોવાએ આજ્ઞા આપી હતી કે ઇઝરાયેલીઓ એ હિસ્સો તેઓને આપે. એ નિયમ પેઢી દર પેઢી હંમેશ માટે છે.’” ૩૭  એ નિયમો અગ્‍નિ-અર્પણ,+ અનાજ-અર્પણ,+ પાપ-અર્પણ,+ દોષ-અર્પણ,+ શાંતિ-અર્પણ+ અને યાજકોને નિયુક્ત કરવાની વિધિ+ માટે છે. ૩૮  સિનાઈના વેરાન પ્રદેશમાં યહોવાએ ઇઝરાયેલીઓને અર્પણો ચઢાવવાની આજ્ઞા આપી હતી,+ એ દિવસે યહોવાએ સિનાઈ પર્વત પર મૂસાને એ નિયમો આપ્યા હતા.+

ફૂટનોટ

એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
એ રોટલી ગોળ હતી અને વચ્ચે કાણું હતું.
શબ્દસૂચિમાં “માનતા-અર્પણ” જુઓ.
શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.
અથવા, “ધિક્કારપાત્ર.”
મૂળ, “તેના લોકોમાંથી કાપી નાખો.”