સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

બાઇબલના શબ્દો

ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી

ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી

ઈસુએ પોતાનું લોહી વહેવડાવીને છુટકારાની કિંમત ચૂકવી. તેમના એ બલિદાન દ્વારા જ આપણને પાપોની માફી મળી શકે છે. (એફે. ૧:૭) તોપણ બાઇબલમાં લખ્યું છે: “અગાઉના સમયમાં થયેલાં પાપને માફ કરીને [ઈશ્વરે] સહનશીલતા બતાવી.” (રોમ. ૩:૨૫, ફૂટનોટ) “અગાઉના સમયમાં” એટલે કે ઈસુએ બલિદાન આપ્યું એ પહેલાં. યહોવા એવું કઈ રીતે કરી શકતા હતા? શું એમ કરવું તેમનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે યોગ્ય હતું?

જે ઘડીએ યહોવાએ વચન આપ્યું કે એક “વંશજ” આવશે જે માણસોને બચાવશે, એ જ ઘડીએ જાણે તેમની નજરમાં બલિદાનની કિંમત ચૂકવાઈ ગઈ હતી. (ઉત. ૩:૧૫; ૨૨:૧૮) યહોવાને પૂરો ભરોસો હતો કે સમય આવ્યે તેમનો એકનો એક દીકરો રાજીખુશીથી પોતાનું બલિદાન આપશે. (ગલા. ૪:૪; હિબ્રૂ. ૧૦:૭-૧૦) ઈસુ પૃથ્વી પર હતા ત્યારે યહોવાએ તેમને લોકોનાં પાપ માફ કરવાનો અધિકાર આપ્યો હતો. પણ હજી તેમણે બલિદાન આપ્યું ન હતું. તો તે શેના આધારે પાપ માફ કરી શક્યા? તે જાણતા હતા કે તેમના બલિદાનથી લોકોનાં પાપ માફ કરવામાં આવશે. એટલે તેમના પર શ્રદ્ધા મૂકનાર લોકોનાં પાપ તે માફ કરી શક્યા.—માથ. ૯:૨-૬.