દુઃખ-તકલીફનો અંત આવવો જ જોઈએ
યુનાઈટેડ નેશન્સના સેક્રેટરી-જનરલે આમ જણાવ્યું: “આજે દુનિયાની હાલત બહુ જ બગડી ગઈ છે.” તમને પણ એમ લાગતું હશે, ખરું ને?
રોજ નિરાશ કરતા સમાચાર સાંભળવા મળે છે.
બીમારીઓ અને મહામારીઓ
કુદરતી આફતો
ગરીબી અને ભૂખમરો
પ્રદૂષણ અને ગ્લોબલ વૉર્મિંગ
ગુના, હિંસા અને ભ્રષ્ટાચાર
યુદ્ધો
દુનિયા આવી હોય તો કેટલું સારું!
સારી તંદુરસ્તી હોય
બધે સલામતી અને કોઈનો ડર ન હોય
બધા માટે પુષ્કળ ખોરાક હોય
પર્યાવરણ સારું હોય
અન્યાય ન હોય
દુનિયામાં બધે જ શાંતિ હોય
બહુ જલદી જ સુખના દિવસો આવશે. એનો શું અર્થ થાય?
આજની દુનિયાનું શું થશે?
દુઃખ વગરની દુનિયામાં જીવવા શું કરવું જોઈએ?
આ સવાલોના જવાબ ભગવાને શાસ્ત્રમાં આપ્યા છે. એના વિશે આ ચોકીબુરજમાં જણાવ્યું છે, જે વાંચીને આપણને બધાને દિલાસો મળશે.