ઈશ્વરનું રાજ્ય શું છે?
ઈશ્વરનું રાજ્ય શું છે?
અમુક લોકો માને છે કે ઈશ્વરનું રાજ્ય એટલે ઈશ્વરની સત્તા અને અધિકાર. બીજા અમુક માને છે કે દુનિયામાં શાંતિ અને ભાઈચારો લાવવાની માણસોની મહેનતનું એ ફળ છે.
તમારું શું માનવું છે?
શાસ્ત્ર શું કહે છે?
‘આકાશના ઈશ્વર એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, તે આ સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરશે.’ (દાનીયેલ ૨:૪૪) ઈશ્વરનું રાજ્ય એક અસલ સરકાર છે.
શાસ્ત્ર બીજું શું શીખવે છે?
ઈશ્વરનું રાજ્ય સ્વર્ગમાંથી શાસન કરે છે.—માથ્થી ૧૦:૭; લુક ૧૦:૯.
આ રાજ્ય દ્વારા, ઈશ્વર સ્વર્ગમાં અને પૃથ્વી પર પોતાની ઇચ્છા પૂરી કરે છે.—માથ્થી ૬:૧૦.
ઈશ્વરનું રાજ્ય ક્યારે આવશે?
તમે શું કહેશો?
કોઈ નથી જાણતું
જલદી જ
ક્યારેય નહિ
શાસ્ત્ર શું કહે છે?
“રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” (માથ્થી ૨૪:૧૪) આખી દુનિયામાં ખુશખબરનો પ્રચાર થઈ જશે, ત્યારે ઈશ્વરનું રાજ્ય દુનિયામાંથી દુષ્ટતાનો નાશ કરશે.
શાસ્ત્ર બીજું શું શીખવે છે?
પૃથ્વી પર કોઈ નથી જાણતું કે ઈશ્વરનું રાજ્ય ખરેખર ક્યારે આવશે.—માથ્થી ૨૪:૩૬.
શાસ્ત્રમાંની ભવિષ્યવાણીઓ જણાવે છે કે રાજ્ય જલદી જ આવશે.—માથ્થી ૨૪:૩, ૭, ૧૨. (wp16-E No. 5)