મુખ્ય વિષય | શું આ દુનિયા ખતમ થવાને આરે છે?
શાસ્ત્ર શું જણાવે છે?
આજની દુનિયાની ભયાનક હાલત વિશે શાસ્ત્રમાં સદીઓ અગાઉ ભાખવામાં આવ્યું હતું. જોકે, એમાં ખાસ જણાવ્યું છે કે મનુષ્યોનું ભાવિ ઉજ્જવળ હશે. શાસ્ત્રમાં જણાવેલી ભવિષ્યવાણીઓને આપણે નજરઅંદાજ નથી કરી શકતા, કારણ કે મોટાભાગની ભવિષ્યવાણીઓ શબ્દેશબ્દ પૂરી થઈ છે.
દાખલા તરીકે, શાસ્ત્રમાં આપેલી આ ભવિષ્યવાણીનો વિચાર કરો:
-
“એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે.”—માથ્થી ૨૪:૭.
-
“છેલ્લા દિવસોમાં સંકટના સમયો આવશે, જે સહન કરવા અઘરા હશે. કેમ કે લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી, નિંદા કરનારા, માબાપની આજ્ઞા ન પાળનારા, આભાર ન માનનારા, વિશ્વાસઘાતી, પ્રેમભાવ વગરના, જિદ્દી, બદનામ કરનારા, સંયમ ન રાખનારા, ક્રૂર, ભલાઈના દુશ્મન, દગાખોર, હઠીલા, અભિમાનથી ફૂલાઈ જનારા, ઈશ્વરને પ્રેમ કરવાને બદલે મોજશોખને પ્રેમ કરનારા” હશે.—૨ તિમોથી ૩:૧-૪.
એ ભવિષ્યવાણીઓમાં એવી દુનિયા વિશે અગાઉથી જણાવ્યું હતું જેમાં દુષ્ટતા કાબૂ બહાર થઈ ગઈ હશે. એક રીતે જોવા જઈએ તો, આપણી દુનિયા કાબૂ બહાર થઈ ચૂકી છે—મનુષ્યોના કાબૂ બહાર. શાસ્ત્ર જણાવે છે કે, કાયમી ઉકેલ લાવવા માણસો પાસે ડહાપણ અને શક્તિ નથી. એ વિશે શાસ્ત્ર આમ જણાવે છે:
-
“એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.”—નીતિવચનો ૧૪:૧૨.
-
એક “માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.”—સભાશિક્ષક ૮:૯.
-
“પોતાનાં પગલાં ગોઠવવાં એ ચાલનાર મનુષ્યનું કામ નથી.”—યિર્મેયા ૧૦:૨૩.
જો મનુષ્યોને પોતાની મરજી પ્રમાણે કરવાની આઝાદી આપવામાં આવે, તો આ દુનિયાનો સર્વનાશ થઈ જશે. પરંતુ, એવું ક્યારેય નહિ થાય! શા માટે? કારણ કે શાસ્ત્ર આમ જણાવે છે:
-
“કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે [ઈશ્વરે] નાખ્યો છે.”—ગીતશાસ્ત્ર ૧૦૪:૫.
-
“એક પેઢી જાય છે, અને બીજી આવે છે; પણ પૃથ્વી સદા ટકી રહે છે.”—સભાશિક્ષક ૧:૪.
-
‘ન્યાયીઓ ધરતીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
-
“પર્વતોનાં શિખરો પર પણ પુષ્કળ ધાન્ય પાકશે.”—ગીતશાસ્ત્ર ૭૨:૧૬.
ગલાતીઓ ૬:૭) આ દુનિયા બ્રેક ફેઈલ થઈ ગયેલી કાર જેવી નથી, જે વિનાશ તરફ આગળ દોડી રહી હોય. માણસજાત પોતાના પર કેટલી હદ સુધી નુકસાન લાવી શકે છે એની ઈશ્વરે મર્યાદા બાંધી છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮; હિબ્રૂઓ ૪:૧૩.
આ શાસ્ત્રવચનોમાંથી સ્પષ્ટ જવાબ મળે છે: પ્રદુષણ, બીમારીઓ તેમજ ખોરાક અને પાણીની અછતને લીધે મનુષ્યોનો સર્વનાશ થશે નહિ. અણુશસ્ત્રોથી પણ પૃથ્વીનો વિનાશ નહિ થાય. શા માટે? કારણ કે, પૃથ્વીનું ભાવિ ઈશ્વરના હાથમાં છે. ખરું કે, ઈશ્વરે મનુષ્યોને પોતાની ઇચ્છા પ્રમાણે કરવાની આઝાદી આપી છે, પણ યાદ રાખીએ કે આપણે જે વાવીશું એ જ લણીશું. (પરંતુ, ઈશ્વર મનુષ્યો માટે કંઈક અદ્ભુત કરવાના છે. તે પૃથ્વી પર “પુષ્કળ શાંતિ” લાવવાના છે. (ગીતશાસ્ત્ર ૩૭:૧૧) આ લેખમાં આપણને ઉજ્જવળ ભાવિની એક સુંદર ઝલક જોવા મળી. યહોવાના લાખો ઈશ્વરભક્તોને શાસ્ત્રમાંથી અભ્યાસ કરીને એ વિશે જાણવા મળ્યું છે.
યહોવાના સાક્ષીઓનો સમાજ, પૃથ્વીના ખૂણે ખૂણેથી આવેલાં વિવિધ સંસ્કૃતિના લોકોથી બનેલો છે. તેઓ એકમાત્ર સાચા ઈશ્વર યહોવાની ભક્તિ કરે છે, જે નામ બાઇબલમાં જોવા મળે છે. તેઓને ભાવિનો કોઈ ડર નથી કારણ કે શાસ્ત્ર જણાવે છે: “આકાશોને ઉત્પન્ન કરનાર યહોવા તે જ ઈશ્વર છે; પૃથ્વીનો બનાવનાર તથા તેનો કર્તા તે છે; તેણે એને સ્થાપન કરી, ઉજ્જડ રહેવા સારું એને ઉત્પન્ન કરી નથી, તેણે વસ્તીને સારું તેને બનાવી; તે એવું કહે છે, કે હું યહોવા છું; અને બીજો કોઈ નથી.”—યશાયા ૪૫:૧૮.
આ લેખમાં પૃથ્વી અને માણસજાતના ભાવિ વિશે શાસ્ત્રમાંથી અમુક બાબતો જણાવી છે. વધુ માહિતી માટે યહોવાના સાક્ષીઓ દ્વારા બહાર પાડવામાં આવેલી ઈશ્વર પાસેથી ખુશખબર! ચોપડીનો પાઠ ૫ જુઓ. એ www.dan124.com/gu પર પ્રાપ્ય છે
www.dan124.com/gu પર આ વીડિયો પણ જુઓ: ઈશ્વરે પૃથ્વી કેમ બનાવી? (સાહિત્ય > વીડિયો)