ચિંતામાંથી રાહત મેળવો
ચિંતા થવાનાં કારણો
મેયો ક્લિનીક નામની એક જાણીતી આરોગ્ય સંસ્થા જણાવે છે, ‘મોટા ભાગે પુખ્ત વયના લોકોમાં તણાવનું પ્રમાણ વધતું જતું જોવા મળે છે. આજનું જીવન સતત બદલાણ અને અણધાર્યા સંજોગોથી ઘેરાયેલું છે.’ વ્યક્તિને ચિંતામાં મૂકી શકે એવા અમુક સંજોગો નીચે પ્રમાણે છે:
-
છૂટાછેડા
-
સગાં-વહાલાનું મરણ
-
ગંભીર બીમારી
-
ગંભીર અકસ્માત
-
અન્યાય અને ગુનાઓ
-
જીવનની ભાગદોડ
-
કુદરતી અથવા માનવસર્જિત આફતો
-
સ્કૂલ કે કામના સ્થળે આવતું દબાણ
-
રોજીરોટીની અને પૈસે ટકે ચિંતા