સજાગ બનો! નં. ૩ ૨૦૨૧ | શું સર્જનહાર છે? એ વિશે જાણો
વિશ્વની શરૂઆત કઈ રીતે થઈ? પૃથ્વી પર માણસો, ઝાડપાન, પ્રાણીઓ એ બધું કઈ રીતે આવ્યું? એ વિશે લોકોની અલગ અલગ માન્યતાઓ છે. તમને શું લાગે છે? શું આ વિશ્વ આપમેળે આવી ગયું કે એને બનાવવામાં આવ્યું છે? આ અંકમાં અમુક સરસ માહિતી આપવામાં આવી છે, જેના આધારે તમે પોતે નક્કી કરી શકશો કે સાચું શું છે. ભરોસો રાખો, એ વિશે જાણીને તમને ખૂબ ફાયદો થઈ શકે છે.
તમે કઈ રીતે નક્કી કરી શકો?
એ સવાલોથી ઘણા લોકો મૂંઝાઈ ગયા છે કે વિશ્વ કઈ રીત આવ્યું અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ.
બ્રહ્માંડમાંથી આપણે શું શીખી શકીએ?
બની શકે કે બ્રહ્માંડ અને પૃથ્વીને એવી રીતે રચવામાં આવ્યા જેથી પૃથ્વી પર જીવન ટકી શકે. તમને શું લાગે છે?
જીવસૃષ્ટિમાંથી આપણે શું શીખી શકીએ?
જાત જાતના વૃક્ષો અને જીવજંતુઓના લીધે પૃથ્વી સૌથી સુંદર ગ્રહ છે. એની રચનાથી શું શીખવા મળે છે?
વૈજ્ઞાનિકો શું જણાવી શકતા નથી?
શું વૈજ્ઞાનિકો જણાવી શકે છે કે વિશ્વ અને જીવનની શરૂઆત કઈ રીતે થઈ?
બાઇબલમાંથી આપણે શું શીખી શકીએ?
શું એનો અહેવાલ વૈજ્ઞાનિકોએ કરેલી શોધની સુમેળમાં છે?
સર્જનહાર વિશે જાણવું કેમ જરૂરી છે?
જો પુરાવા તપાસવાથી તમને ખાતરી થઈ જાય કે સર્જનહાર છે તો એનાથી તમને અત્યારે અને ભાવિમાં ફાયદો થશે.
પુરાવા તપાસો
પોતે નક્કી કરો કે શું ખરેખર કોઈક છે જેમણે બધું રચ્યું છે.