“સૌથી સારું મેગેઝીન”
“સૌથી સારું મેગેઝીન”
અઢાર વર્ષની છોકરી લીસેલ અમેરિકાની હાઈસ્કૂલમાં ભણે છે, એણે સજાગ બનો!ના પ્રકાશકોને નીચે પ્રમાણે પત્ર લખ્યો:
“હું કૉલેજમાં ઇતિહાસ વિષે શીખી રહી છું. અભ્યાસમાં અમારે કોઈ એક વિષય પર સંશોધન કરીને નિબંધ લખવાનું છે. તેથી, મેં નાઝી શાસન હેઠળ યહોવાહના સાક્ષીઓએ સહન કરેલી સતાવણી વિષે લખવાનું નક્કી કર્યું છે. એના વિષે જુલાઈ ૮, ૧૯૯૮ના સજાગ બનો!માં ‘યહોવાહના સાક્ષીઓ—નાઝી જુલમ સામે હિંમતવાન રહ્યા,’ (અંગ્રેજી) લેખ આવ્યો હતો. એના અંતે જે સંદર્ભો વિષે જણાવાયું છે, એ મેળવવા વિનંતી કરવા ચાહું છું. એ લેખમાં તમે ઘણું સંશોધન કર્યું છે, અને ખૂબ જ સરસ સમજી શકાય એ રીતે લખવામાં આવ્યો છે. હકીકતમાં હું એ જ ઉત્સાહથી ન લખું, અને ફક્ત એની અડધી જ માહિતી લખું, તોપણ મારૂં પેપર તપાસનારને યહોવાહ પરમેશ્વર વિષે જાણવા મળશે.
“આ સરસ મેગેઝીન નિયમિત રીતે બહાર પાડવા માટે હું તમારો ખૂબ જ ઉપકાર માનું છું. દરેક અંકમાંથી હું ‘લખતા’ શીખું છું, જે મને સ્કૂલમાં પણ શીખવા મળતું નથી. હું હંમેશા વધારે સરસ લખાણ કરવાનો ધ્યેય રાખું છું. હું તમારી મહેનત માટે ખૂબ જ આભાર માનું છું.”
[પાન ૨૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Center photo: Państwowe Muzeum Oświęcim-Brzezinka, courtesy of the USHMM Photo Archives