અમારા વાચકો તરફથી
અમારા વાચકો તરફથી
હરિકેન મીચ “વિનાશક વાવાઝોડાંથી છુટકારો!” (જુલાઈ ૮, ૧૯૯૯) આ લેખ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. ઈ-મેઈલથી એ વિષે ઘણી માહિતી મળે છે, અને જાણી શકાય કે આપણા ભાઈઓ કેવી હાલતમાં છે. પરંતુ એ માહિતી કેટલી સાચી છે એની ખબર પડતી નથી, જ્યારે કે આ લેખની માહિતી ખૂબ જ હિંમત અને ઉત્તેજન આપતી હતી. આ ખરેખર યાદ અપાવે છે કે સાચે જ આપણે છેલ્લા સમયમાં જીવી રહ્યા છીએ.
સી. પી., યુનાઈટેડ સ્ટેટ્સ
એ દુઃખજનક છે કે આ આફતમાં ઘણાએ ઘણું ગુમાવ્યું, પણ એ જાણીને આનંદ થયો કે આપણા ભાઈઓ પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ મદદ કરવા પહોંચી જાય છે. એ લેખમાં એક ભાઈનું ચિત્ર હતું, જે પોતાના વિનાશ પામેલા ઘર આગળ ઊભા છે, છતાં તેમના મોઢા પર હાસ્ય જોવા મળે છે. એનાથી મને પ્રશ્ન થયો કે, મારી પાસે ફરિયાદ કરવાનું કોઈ કારણ છે?
આર.સી.એન., બ્રાઝિલ
જોખમકારક જીવન-ઢબ છેલ્લા કેટલાક મહિનાઓથી મારી તબિયત સારી રહેતી નથી. પરંતુ, “શું તમારી જીવન-ઢબ જોખમકારક છે?” (ઑગસ્ટ ૮, ૧૯૯૯) વિષય પર લેખો વાંચીને સારું લાગ્યું કે આપણે જીવન-ઢબમાં ફેરફાર લાવીને તંદુરસ્તી સાચવી શકીએ છીએ. એ વાંચીને મને લાગે છે કે મારે અમુક ખોરાકમાં કાપ મૂકવાની જરૂર છે, અને મારા આરોગ્ય માટે સારા એવા શાકભાજી અને ફળ-ફળાદિ વધારે ખાવા જોઈએ.
ઈ.પી.એમ., બ્રાઝિલ
વર્ષો પછી ફળ હું છેલ્લા ત્રણ વર્ષથી પૂરા-સમયની સેવક છું. મને પ્રચારમાં સફળતા નથી મળતી ત્યારે હું નિરાશ થઈ જાઉં છું અને મારું મન બીજી બાબતોમાં ભટકવા માંડે છે. પરંતુ, “રોપેલા બીએ ઘણાં વર્ષો પછી ફળ આપ્યાં” (ઑગસ્ટ ૮, ૧૯૯૯) લેખથી મને હિંમત મળી. હવે હું આ કાર્ય વધારે સારી રીતે કરતી રહેવા પૂરો પ્રયત્ન કરીને એનું પરિણામ યહોવાહ પર છોડી દઉં છું.
ટી. એન., જાપાન
મહેણાં મને જુલાઈ ૮, ૧૯૯૯નો લેખ “યુવાનો પૂછે છે . . . હું કઈ રીતે મહેણાંનો સામનો કરી શકું?” ઘણો સારો લાગ્યો. મારા સહાદ્યાયીઓ શરૂઆતથી જ મારી માન્યતાઓ વિષે ઘણા પ્રશ્નો પૂછતા. ઘણી વાર તેઓ જે રીતે પ્રશ્નો પૂછતા હતા એનાથી મને દુઃખ થતું, અને અમુક સમયે તો ખૂબ જ ગુસ્સો ચઢતો. પરંતુ આ લેખે મને એ જોવા મદદ કરી કે એ તો મારા વિશ્વાસની કસોટી હતી. વળી, શાળામાં બીજા એવા પણ છે જેઓને મેં સારી રીતે પ્રચાર કર્યો અને તેઓએ સાંભળ્યું હતું.
એલ. સી., યુનાઈટેડ સ્ટેટ્સ
હું તહેવારોની ઉજવણી અને દેશભક્તિના કાર્યોમાં ભાગ લેતો ન હોવાથી, મારી મશ્કરી કરવામાં આવતી હતી. હું પ્રમાણિક રહેતો અને બાઇબલના ધોરણો પ્રમાણે ચાલતો હોવાથી પણ મને સતાવવામાં આવતો. પરંતુ, પરમેશ્વર વિષે સાચું જ્ઞાન મેળવીને હું તેઓને મારી માન્યતાઓ વિષે જણાવી શક્યો છું. એનાથી મને મદદ મળે છે કે, હું કોઈ પણ જાતની બીક વિના તેઓને મારી માન્યતાઓ વિષે વાત કરી શકું છું.
એચ. સી., ઝાંબિયા
હું ૫૦ વર્ષની છું છતાં મને પણ આ લેખથી ઘણું બધું શીખવા મળ્યું છે. આપણને પ્રચારમાં ઘણી વાર એવા લોકો મળે છે જેઓના વિરોધથી આપણે ઉશ્કેરાય જઈ શકીએ. તેથી, મને આ લેખની એ વાત દીવા જેવી સાચી લાગી કે “અપમાન કરતી ટીકાનો ગમે તેટલા કુનેહથી જવાબ આપીએ, પણ એ તો બળતામાં ઘી રેડે છે, અને વધારે ઠઠ્ઠા મશ્કરી કરવા ઉત્તેજન આપી શકે.” હું હંમેશા પ્રયત્ન કરું છું કે હું ગુસ્સો કર્યા વિના તેઓને જવાબ આપું અને આ લેખ વાંચીને મને વધારે ખાતરી થઈ કે મારે આમ જ કરતા રહેવું જોઈએ.
એ. એફ., યુનાઈટેડ સ્ટેટ્સ
લાંબુ જીવો “તંદુરસ્ત રહો અને લાંબુ જીવો” (સપ્ટેમ્બર ૮, ૧૯૯૯) આ લેખને વાંચીને મને એટલો ગમ્યો કે હું તમને લખવા બેસી ગયો. આખરે એણે મને એ સમજવા મદદ કરી કે સરેરાશ જીવનગાળો ગાળો અને આપણે જેની આશા રાખીએ છીએ એ જીવનગાળામાં શું તફાવત છે. વળી, એમાં વધતી ઉંમરના લોકો માટે તંદુરસ્ત રહેવાના ઉપાયો આપવામાં આવ્યા છે, જેનાથી હું મારા ૮૮ વર્ષના દાદાની મદદ કરી શકું છું જે ઉંમરને કારણે પોતાની હાલત પર રડ્યા કરે છે.
ટી. એન., યુનાઈટેડ સ્ટેટ્સ
કૂતરો સાંભળે છે “મારા વતી મારો કૂતરો સાંભળે છે!” (ઑગસ્ટ ૮, ૧૯૯૯) એ લેખ માટે હું તમારી આભારી છું. આ લેખે મને સારી રીતે સમજવા મદદ કરી કે જેઓ સાંભળી શકતા નથી તેઓને કેટલી તકલીફો વેઠવી પડે છે. હવે હું તેઓ સાથે વધારે પ્રેમથી વર્તીશ. મને કૂતરા ખૂબ જ ગમે છે અને આ જાણીને મને આનંદ થયો કે તેઓ એવા અનેક લોકોને મદદ કરી રહ્યા છે.
એલ. બી., ઇટાલી
મને મદદ કરવા પણ મારું જોડીદાર કેનાઇન કૂતરું છે. મને કરોડરજ્જુમાં તકલીફ છે, અને મને ફાઇબ્રોમાઇએલ્જીયાનો રોગ પણ છે. તેથી હું મોટે ભાગે વ્હીલચેરમાં જ રહેવું પડે છે. મારા કૂતરાએ મને ઘણી મદદ કરી છે જેને હું જીવનભર યાદ રાખીશ. હું બજાર જઉં કે ઘરની સાફસફાઈ કરતી હોઉં ત્યારે પણ એ મને મદદ કરે છે. અરે હું પ્રચારમાં જાઉં ત્યારે પણ એ મારી બૅગ પકડે છે.
કે. ડબ્લ્યુ., યુનાઈટેડ સ્ટેટ્સ