“મારે પરમેશ્વરમાં ભરોસો રાખવો જોઈએ”
“મારે પરમેશ્વરમાં ભરોસો રાખવો જોઈએ”
કૅનેડાના આલબર્ટા રાજ્યના એડમન્ટન શહેરમાં, કોઈક વ્યક્તિ યહોવાહના સાક્ષીઓની સભાની જગ્યાએ આ પત્ર મૂકી ગયું:
“વહાલા દૂત:
“મારા જીવનમાં અજાણતા ચમત્કાર કરનાર વ્યક્તિનો આભાર માનવા હું પત્ર લખી રહી છું.
“બેએક અઠવાડિયા પહેલાં મારા પતિ સાથે મારો ઝઘડો થઈ ગયો. મેં ત્રાસીને જણાવ્યું કે, ‘હવે મારાથી નથી વેઠાતું, બસ બહું થયું હવે.’ હું આવું બોલી જ રહી હતી ત્યારે, દરવાજે ઘંટડી વાગી. હવે દરવાજે એક યહોવાહનો સાક્ષી હતો, શું કરું, સંતાઈ જવાય એમ તો ન હતું.
“મારું જરા પણ ધ્યાન નહિ હોવાથી તેમણે શું કહ્યું, એ બધુ મને યાદ નથી. મને ફક્ત ‘બાળકો’ અને ‘કુટુંબ’ જેવા શબ્દો જ યાદ છે. પછી, તેમણે કૌટુંબિક સુખનું રહસ્ય નામનું પુસ્તક કાઢ્યું. એ પુસ્તકનું નામ વાંચીને જ હું રડવા માંડી. તે વ્યક્તિએ જોયું ત્યારે, તે અયોગ્ય સમયે આવ્યા હોવાની માફી માંગીને, એ પુસ્તક મને આપીને જતા રહ્યા.
“પરંતુ એમાં ચમત્કારની વાત ક્યાં આવી? હા, એ પ્રસંગ ચમત્કાર હતો, જેણે યાદ કરાવ્યું કે શું કરવું એ સૂઝતું ન હોય તો કશો વાંધો નહિ, કેમ કે પરમેશ્વર જાણે છે. તેમણે તો મને મદદ કરવા દૂત મોકલી આપ્યો. મારે ખરેખર પરમેશ્વરમાં વધારે ભરોસો રાખવાની જરૂર છે. તમારો ખૂબ ખૂબ આભાર.”
કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક કુટુંબના બધા જ સભ્યોને લાભ કરે છે. એમાંના પ્રકરણોના અમુક વિષય આ પ્રમાણે છે: “તમારા કુટુંબનું વિનાશક અસરોથી રક્ષણ કરો,” “તમારા ઘરમાં શાંતિ રાખો,” અને “કુટુંબને હાનિ પહોંચાડતા કોયડા તમે આંબી શકો છો.”
તમને ૧૯૨ પાનના આ પુસ્તક વિષે વધારે જાણવું હોય તો, આ કુપન ભરીને આપેલા સરનામે અથવા પાન ૫ પરના સૌથી નજીકના સરનામે મોકલો. તમે તમારી સમસ્યાઓને કઈ રીતે ઉકેલી શકો એના વિષે આ પુસ્તક તમને સચોટ માર્ગદર્શન આપશે. તેમ જ, પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે તમારા કૌટુંબિક જીવન સુખી બનાવવા તમને મદદ કરશે.
□ મને કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તકની વધારે માહિતી મોકલો.
□ શાસ્ત્રવચનોની ચર્ચા માટે કૃપા કરી મારો સંપર્ક સાધો.