હોશિયાર ડૉકટરો
હોશિયાર ડૉકટરો
બેલ્જ્નમાં ઉપેય નામના એક નાના શહેરમાં, ૬૧ વર્ષના જૉશના ડૉક્ટરોએ જણાવ્યું કે, તેમને લીવર ટ્રાન્સપ્લાંટની જરૂર છે. જૉશ કહે છે કે, “એ સાંભળીને હું એકદમ ગભરાઈ ગયો.” જો કે ચાળીસ વર્ષ પહેલાં લીવર ટ્રાન્સપ્લાંટ કરવાનો વિચાર પણ મનમાં આવતો નહિ. વળી, ૧૯૭૦ના દાયકામાં પણ આવા ઑપરેશનમાંથી ફક્ત ૩૦ ટકા જ સફળ થતા. છતાં, આજે લીવર ટ્રાન્સપ્લાંટ કરવું એકદમ સામાન્ય બની ગયું છે.
છતાં, હજી એક મોટી મુસીબત રહેલી છે. લીવર ટ્રાન્સપ્લાંટ કરતી વખતે પુષ્કળ લોહી વહી જતું હોવાથી, ડૉક્ટરો હંમેશા ઑપરેશન કરતી વખતે લોહી ચઢાવે છે. જૉશની ધાર્મિક માન્યતાના કારણે તે લોહી લેવા તૈયાર ન હતા. તો એ શકય જ નથી! કદાચ ઘણાને એવું લાગી શકે. પરંતુ જૉશ જે હૉસ્પિટલમાં હતા એમાં મુખ્ય સર્જનને પૂરો ભરોસો હતો કે, તે બીજા ડૉક્ટરોની મદદથી લોહી ચઢાવ્યા વિના ઑપરેશન કરી શકશે. વળી, તેઓએ એમ જ કર્યું! આ રીતે જૉશનું ઑપરેશન થયા પછી ૨૫ દિવસમાં જ તે ઘરે જઈ શક્યા. *
ટાઈમ મેગેઝીન અનુસાર આવા ‘હોશિયાર ડૉક્ટરોનો’ આભાર, કારણ કે તેઓની આવડતને કારણે, આજે લોહી વિના સારવારની માંગ વધતી જાય છે. પરંતુ, શા માટે આજે એની આટલી માંગ છે? એનો જવાબ મેળવવા ચાલો આપણે લોહીની આપ-લેનો ઇતિહાસ તપાસીએ.
[ફુટનોટ]
^ કોઈ અંગનું ટ્રાન્સપ્લાંટ કરવું, વ્યક્તિગત પસંદગી છે, એમ યહોવાહના સાક્ષીઓ માને છે.
[પાન ૩ પર ચિત્ર]
આજે આખી દુનિયામાં લગભગ ૯૦,૦૦૦થી વધારે ડૉક્ટરો યહોવાહના સાક્ષીઓની લોહી વિના સારવાર કરવા તૈયાર છે