બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
બીમારી ફેલાવતા જીવજંતુ વધતી જતી સમસ્યા
લૅટિન અમેરિકામાં સૂવાનો સમય થઈ ગયો છે. એક માતા પોતાના દીકરાને પ્રેમથી ચાદર ઓઢાવીને ગુડનાઈટ કહીને જતી રહે છે. પરંતુ, અંધારામાં છતમાંથી લગભગ ત્રણ ઈંચ લાંબુ કીંસીગ બગ નામનું જીવડું પથારી પર આવે છે. તે ચૂપચાપ સૂતેલા બાળકના મોઢા પર આવીને ચોંટી જાય છે. આ જીવડું બાળકનું લોહી ચૂસે છે. જ્યાં જીવડું કરડ્યું હતું ત્યાં ઊંઘમાંને ઊંઘમાં આ બાળક પોતાના મોઢા પર ખંજવાળે છે.
પરિણામે, બાળક બીમારીનો ભોગ બને છે. એ બીમારીને શાગસનો રોગ કહેવામાં આવે છે. એક કે બે અઠવાડિયામાં તેને બહુ તાવ આવે છે અને તેનું શરીર ફૂલી જાય છે. જો તે છોકરો બચી જાય તોપણ, જીવાત તેના શરીરમાં રહે છે. તેના હૃદય, જ્ઞાનતંતુઓમાં અને માંસપેશીમાં ફેલાવા લાગે છે. આથી, ૧૦થી ૨૦ વર્ષ સુધી રોગનું કોઈ લક્ષણ ન દેખાય શકે. પરંતુ, એ પછી તેને પાચનક્રિયામાં કે મગજમાં ચેપ લાગી શકે અથવા તે હાર્ટ એટેકથી મરી પણ શકે.
જોકે આ એક કાલ્પનિક ઘટના છે. પરંતુ અહેવાલ પરથી આપણને જોવા મળે છે કે કઈ રીતે અમુક લોકોને શાગસનો રોગ થઈ રહ્યો છે. લૅટિન અમૅરિકામાં કરોડો લોકો પર કીસીંગ બગના લીધે મોત ઝઝૂમી રહ્યું છે.
જંતુઓ નુકસાન કરે કે પછી કામ આવે?
એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા જણાવે છે કે, “માણસોને મોટા ભાગનો તાવ નાના નાના જીવાણુથી થાય છે.” “જીવજંતુમાં” છ પગવાળા જંતુઓ, જેમકે માખી, જૂ, મચ્છર, અને ભમરા જેવાનો જ નહિ પણ આંઠ પગવાળી બગાઈ અને ચાંચડનો પણ સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકો આ બધા જીવજંતુઓને સંધિપાદની (આરથ્રપોડ) યાદીમાં મૂકે છે. પ્રાણી જગતમાં સૌથી મોટો વિભાગ જીવજંતુઓનો છે. તેઓની ઓછામાં ઓછી એક કરોડ જેટલી જાતિઓ છે.
મોટા ભાગના જીવડાં માણસોને નુકસાન કરતા નથી. વળી, અમુક તો ઘણા ઉપયોગી હોય છે. આ જીવડાં ન હોત તો, માનવીઓ અને પ્રાણીઓ ભૂખે મરત કેમ કે એને કારણે છોડ અને વૃક્ષો ફૂલેફાલે છે. અમુક જીવડાં સડી ગયેલી વસ્તુઓને ખાય જાય છે એ રીતે તેઓ ઉપયોગી બને છે. ઘણા જીવડાં છોડને પોષણ આપે છે. જ્યારે કે અમુક જીવડાં બીજા જંતુઓને ખાઈ જતા હોય છે.
તોપણ, બીજા ઘણા એવા જીવડાં હોય છે કે જેના કરડવાથી આપણને ઘણી પીડા થાય છે. બીજા અમુક જીવડાં ખેતીને નુકસાન કરે છે. પરંતુ, એવા પણ ખતરનાક જીવડાં છે કે જેનાથી રોગ અને મરણ થાય છે. અમેરિકાના રોગ નિયંત્રણ અને અટકાવ કેન્દ્રના ડુએન ગલુબર જણાવે છે, ‘૧૭મી સદીથી ૨૦મી
સદીની શરૂઆત સુધીમાં જંતુઓના લીધે સૌથી વધારે માનવીઓ બીમાર પડ્યા અને મરણ પામ્યા છે.’હાલમાં, લગભગ ૬માંથી ૧ટકા લોકો, જીવજંતુને લીધે બીમાર પડે છે. એના લીધે, તેઓ હેરાન થાય છે એટલું જ નહિ પરંતુ તેઓના પૈસાનું પાણી થાય છે. પૈસાની અછતને લીધે વિકાસશીલ દેશોમાં ખાસ કરીને આ મુશ્કેલીઓ જોવા મળે છે. તેથી, નાની-મોટી બીમારીની સારવાર કરાવવી, એ પણ લોકોને પોસાતું નથી. દાખલા તરીકે, ૧૯૯૪માં પશ્ચિમ ભારતમાં રોગ ફાટી નીકળ્યો ત્યારે ભારત અને દુનિયાના બીજા દેશોએ પાણીની જેમ પૈસા વાપર્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) પ્રમાણે દુનિયાના સૌથી ગરીબ દેશોમાં બીમારીને કાબૂમાં ન લવાય ત્યાં સુધી તેઓ ગરીબાઈમાં જ ડૂબતા રહેશે.
જીવજંતુથી ફેલાતી બીમારી
જીવજંતુઓ બે રીતે બીમારી ફેલાવે છે. પહેલી રીત એ છે કે, જીવડાંના શરીર પર રોગ ફેલાવે એવા બેક્ટેરિયા ચોંટેલા હોય છે. લોકો પોતાના ગંદા જૂતામાં ગંદકી લઈને ફરતા હોય છે તેમ, “ઘરમાખી પોતાના પગોમાં અસંખ્ય બેક્ટિરિયા લઈને ફરતી હોય છે. એને કારણે પણ રોગ થાય છે,” આવું એન્સાયક્લોપેડિયા બ્રિટાનિકા કહે છે. દાખલા તરીકે, માખી પહેલા મળમૂત્ર પર બેસે છે. ત્યાર પછી ત્યાંથી ઊડીને આપણા ખોરાક-પાણી પર બેસે છે. આ રીતે રોગના જંતુઓ ફેલાય છે. એના લીધે, લોકોને ટાઈફૉઈડ, મરડો અને કૉલેરા જેવા રોગો થાય છે. માખીઓના લીધે આંખોમાં ખીલ પણ થાય છે, જેના લીધે વ્યક્તિ આંધળી થઈ જાય છે. આ રોગમાં આંખની કીકી પર જખમ થવાથી અંધાપો આવે છે. આખી દુનિયામાં ૫૦,૦૦,૦૦,૦૦૦ લોકો આ રોગથી પીડાય છે.
વંદાઓ ગંદવાડમાં જ ઉછરીને બીમારી ફેલાવે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે વંદાની એલર્જીને કારણે ખાસ કરીને બાળકોને અસ્થમા જેવી બીમારી થાય છે. દાખલા તરીકે, ૧૫ વર્ષની એસ્લીનો વિચાર કરો. અસ્થમાના લીધે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી પડતી હોય છે. તેને ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડૉક્ટર તેનાં ફેફસાં તપાસતા હોય છે ત્યારે, એસ્લીના શર્ટમાંથી વંદો નીકળીને એ ટૅબલ પર ફરવા લાગે છે.
જીવજંતુઓમાં રહેતી બીમારીઓ
વાઈરસ, બૅક્ટેરિયા અને કીટાણુંવાળા જીવજંતુ કરડવાથી બીમારી ફેલાઈ શકે છે. આ રોગ ફેલાવવાની બીજી રીત છે. પરંતુ, બહુ ઓછા જીવડાં આવી બીમારી ફેલાવે છે. દાખલા તરીકે, આખી દુનિયામાં ટીબી પછી મલેરિયા બીજા નંબરે આવે છે. હજારો જાતના મચ્છરો જોવા મળતા હોવા છતાં, ફ્કત એનૉફિલીસ નામના મચ્છરો જ મલેરિયા ફેલાવે છે.
જોકે, બીજી જાતના મચ્છરો પણ ઘણી બીમારી ફેલાવે છે. હૂ સંસ્થા જણાવે છે: “જીવજંતુઓમાં મચ્છર, મલેરિયા, ડેંગ્યુ અને પીત જ્વર (યેલો ફીવર) જેવી સૌથી ખતરનાક બીમારી ફેલાવે છે. એ કારણે દર વર્ષે કરોડો લોકો બીમાર પડે છે તેમ જ લાખો લોકો મરણ પામે છે.” દુનિયામાં
ઓછામાં ઓછા ૪૦ ટકા લોકો મલેરિયા અને ૪૦ ટકા ડેંગ્યુના ભય હેઠળ છે. અમુક જગ્યાએ વ્યક્તિને એક સાથે બંને રોગ થઈ શકે છે.ફક્ત મચ્છરો જ નહિ પરંતુ બીજા જીવજંતુ પણ બીમારી ફેલાવે છે. દાખલા તરીકે, ટ્સેટ્સિસે (ત્સેત્સે) માખી એકકોષી સૂક્ષ્મ જીવાણું ફેલાવે છે, જેના લીધે નિદ્રારોગ થાય છે. આ બીમારીથી હજારો લોકો પીડાય છે. વળી, આ માખીના લીધે આખા ગામના ગામો પોતાના ખેતરો છોડીને જતા રહે છે. કાળી માખીથી રીવર બ્લાઈન્ડ નામનો રોગ થાય છે. એ કારણે લગભગ ૪,૦૦,૦૦૦ આફ્રિકાના લોકો આંધળા થઈ ગયા છે. ભૂખરાં રંગની માખીમાં એકકોશી સૂક્ષ્મ જીવ હોવાથી લૅશમીનીઆ રોગ થાય છે. આ રોગથી લોકો અશક્ત, કદરૂપા તો થાય છે જ પણ સાથે સાથે મરણતોલ બીમાર પણ પડે છે. આ બીમારી આખી દુનિયામાં કોઈ પણ ઉંમરના લોકોને થાય છે. દરેક જગ્યાએ જોવા મળતી માખીમાં એક પ્રકારના કૃમિ હોય છે. એના લીધે, એન્સેફાલીસ્ટ, ટુલરેમિઆ અને મરકી ફેલાય છે. મધ્ય યુગનાં યુરોપમાં ફ્કત છ વર્ષમાં લગભગ ત્રીસ ટકા લોકો બ્લેક ડેથ નામની બીમારીથી મરી ગયા હતા.
બગઈ, જૂ અને ચાંચડથી અલગ પ્રકારની બીમારીઓ થાય છે. દુનિયામાં જે દેશોમાં બહુ ગરમી કે ઠંડી નથી ત્યાં ચાંચડ લાઈમ રોગ ફેલાવે છે. એનાથી વ્યક્તિ નબળી થઈ જાય છે. અમેરિકા અને યુરોપમાં આ બીમારી બહુ સામાન્ય છે. સ્વિડનમાં થયેલો એક અભ્યાસ બતાવે છે કે પક્ષીઓ હજારો માઈલ સુધી ઊડીને એકથી બીજા દેશમા જાય છે. ત્યારે, તેઓના શરીર પર ચોંટેલી ચાંચડ કે જંતુઓ બીજા દેશમાં જઈને બીમારી ફેલાવે છે. બ્રિટાનીકા કહે છે, “મચ્છર સિવાયના બીજા જીવજંતુમાં ચાંચડ સૌથી વધારે બીમારી માનવીઓમાં ફેલાવે છે.” હકીક્તમાં એક ચાંચડમાં
ઓછામાં ઓછા ત્રણ જીવાણુઓ હોય છે. તેમ જ એના એક ડંખથી એક સાથે ત્રણ બીમારી થઈ શકે છે!થોડા સમય માટે બીમારીથી “રાહત”
વર્ષ ૧૮૭૭માં વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું કે જીવજંતુઓ બીમારીને ફેલાવે છે. ત્યારથી, જીવજંતુથી થતી બીમારીને કાબૂમાં લાવવા કે એને નાબૂદ કરવા માટે, મોટા પાયે ઝુંબેશ ચલાવવામાં આવી છે. વર્ષ ૧૯૩૯માં જીવજંતુ પર ડીડીટી જંતુનાશક દવા છાંટવામાં આવતી હતી. વર્ષ ૧૯૬૦થી આફ્રિકા સિવાય બીજી કોઈ પણ જગ્યાએ બીમારી ફેલાવતા જીવજંતુઓનો ભય ન હતો. તેથી, આ જીવાણુઓનો કાબૂ કરવાને બદલે એ વાત પર વધારે ધ્યાન આપવામાં આવ્યું કે તાકીદની પરિસ્થિતિમાં કઈ રીતે દવાઓ આપીને સારવાર કરવી જોઈએ. છેવટે જીવજંતુઓનો અભ્યાસ કરવાનો રસ ધીમે ધીમે ઓછો થતો ગયો. નવી નવી દવાઓ શોધવામાં આવી રહી હતી. આથી, એમ લાગતુ હતુ કે વૈજ્ઞાનિકો “કોઈ પણ બીમારીની દવા” શોધી શકે છે. જીવજંતુઓથી થતી બીમારીમાંથી આ દુનિયા “રાહત” અનુભવતી હતી. પરંતુ આ રાહત હંમેશ માટેની ન હતી. કેમ? એની ચર્ચા હવે પછીના લેખમાં કરીશું. (g 03 5/22)
[પાન ૩ પર બ્લર્બ]
આજે ૬માંથી ૧ ટકા લોકોને જીવડાંની બીમારી થાય છે
[પાન ૩ પર ચિત્ર]
કીંસીગ બગ
[પાન ૪ પર ચિત્ર]
ઘરમાખી પોતાના પગમાં બીમારી લઈને ફરે છે
[પાન ૫ પર ચિત્ર]
ઘણાં જીવડાંમાં બીમારીઓ હોય છે
કાળીમાખીથી રીવર બ્લાઈન્ડનેશ રોગ થાય છે
મચ્છરથી મલેરિયા, ડેંન્ગુ અને પીત જ્વર થાય છે
જૂથી ટાઈફસ થાય છે
દરેક જગ્યાએ જોવા મળતી માખીથી એન્સેફાલીસ્ટ થાય છે
ત્સેત્સે માખીથી નિંદ્રારોગ થાય છે
[ક્રેડીટ લાઈન]
WHO/TDR/LSTM
CDC/James D. Gathany
CDC/Dr. Dennis D. Juranek
CDC/Janice Carr
WHO/TDR/Fisher
[પાન ૪ પર ચિત્રની ક્રેડીટ લાઈન]
Clemson University - USDA Cooperative Extension Slide Series, www.insectimages.org