નફરતનું મૂળ શું છે?
નફરતનું મૂળ શું છે?
નફરત શરૂ થવાના બે કારણો છે: (૧) કોઈનો વાંક કાઢવો, (૨) વેર વાળવાની આગ વર્ષોથી જલતી હોય છે.
આપણે જોઈ ગયા તેમ જ્યારે કોઈ આફત આવી પડે ત્યારે લોકો કોઈકનો વાંક કાઢે છે. વારંવાર એવું શીખવવામાં આવે છે કે ફલાણા લોકો તો ખરાબ છે. છેવટે બધા જ એવું વિચારતા શીખી જાય છે, અને તેઓનો વાંક ન હોય છતાં તેઓની નફરત કરવા લાગે છે. દાખલા તરીકે, પશ્ચિમી દેશોમાં રહેવા જતા લોકો ત્યાં ઓછા પગારે કામ કરે ત્યારે, એ દેશોમાં બેકારી વધી જાય છે. બેકારી વધી જવાથી, દેશવાસીઓ આ લોકોનો વાંક કાઢે છે.
નફરત બીજી ઘણી રીતે ઘર કરી જાય છે. દાખલા તરીકે, એક જમાનામાં ગુલામો વેચવાનો વેપાર ચાલતો. રિપોર્ટ જણાવે છે “લોકો કાળિયાઓની નફરત કરવા લાગ્યા છે,” એવું યુનેસ્કો જણાવે છે. ગુલામોના વેપારીઓ એવું માનતા હતા કે આફ્રિકાના લોકો તો નીચી જાતના છે, પણ આ ખોટું છે. સમય જતા તેઓ ફક્ત હબસીઓનો જ નહિ, પણ બીજી ઘણી જાતિના લોકોનો વેપાર કરતા હતા.
અગાઉ બની ગયેલી બાબતોને યાદ રાખીને જગતના ખૂણે ખૂણે આજે નફરતની આગ ભભૂકે છે. દાખલા તરીકે, આયરલૅન્ડમાં કેથલિક અને પ્રોટેસ્ટંટ વચ્ચે નફરતની દીવાલ ૧૬મી સદીથી ઊભી છે. એ સમયે ઇંગ્લૅંડમાં ઘણા કેથલિકોને મારી નાખવામાં આવ્યા હતા. ધર્મયુદ્ધનો વિચાર કરો. એ જમાનામાં ઘણા ખ્રિસ્તીઓએ મુસ્લિમોની બેરહેમીથી કતલ કરી હતી. મુસ્લિમો એને હજુ પણ ભૂલ્યા નથી. બાલ્કનનો વિચાર કરો. બીજા વિશ્વયુદ્ધમાં ઘણા નિર્દોષ લોકો માર્યા ગયા હતા. એને લીધે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચે વેરની દીવાલો ઊભી થઈ ગઈ. આ બધા દાખલાઓ બતાવે છે કે બે કોમના કે જાતિના લોકો વચ્ચે વેરની ગાંઠ બંધાય છે ત્યારે એને છોડવી સહેલી નથી હોતી.
જાણે અજાણે રોપાતા નફરતના બી
પેઢી દર પેઢી કઈ રીતે નફરત કરતા શીખે છે? બાળકો તો નાદાન હોય છે. તેઓ કોઈના રૂપરંગ નથી જોતા. સંશોધકો બતાવે છે કે બાળકોને તો અલગ રંગના બાળકો સાથે રમવાની મજા આવે છે. જ્યારે બાળક દસ કે અગિયાર વર્ષનું થાય છે ત્યારે જ એને નાતજાત કે રંગભેદની ગંધ આવે છે. એ સમયે તે બીજી નાત કે જાતના લોકો વિષે ખોટું ખોટું શીખે છે.
કઈ રીતે શીખે છે? બાળકને નફરત કરવાનું કદાચ સીધેસીધું શીખવવામાં આવતું નહિ હોય. પહેલા તો તે માબાપના આચાર વિચારોમાંથી બીજા લોકોની નફરત કરતા શીખે છે. પછી દોસ્તારો કે શિક્ષકો પાસેથી શીખે છે. પછી છાપામાંથી, રેડિયો કે ટીવીમાંથી પણ શીખી શકે છે. જે નાતજાતની નફરત કરતા શીખે છે એ નાતજાતના લોકો
વિષે કંઈ પણ ન જાણે તોપણ નફરત કરવા લાગે છે.આજકાલ તો દુનિયાભરમાં મુસાફરી કરી શકાય છે. ઘણી સંસ્કૃતિઓ વિષે જાણી શકાય છે. તોપણ જે બીજી જાતિના લોકોની નફરત કરે છે તે કંઈ શીખતા નથી અને નફરત કરતા જ રહે છે. એકના બે થવા તૈયાર નથી એ લોકો એવું માને છે કે બીજી જાતના લોકો હલકા છે. જેઓ નફરત કરે છે એવા લોકો તરફથી કોઈ કડવો અનુભવ થાય ત્યારે તેઓના મનમાં નફરતનું ઝેર વધે છે. એ જાતના લોકોમાં કોઈ સારો માણસ મળે તો તેઓ એવું ધારશે કે ‘એવા તો લાખોમાં એક હોય છે.’
નફરત કરવાની ભૂલો
લોકો કહેવા ખાતર કહેશે ખરા કે ‘અમે તો કોઈની નફરત નથી કરતા. તોપણ તેઓમાં નાતજાતનો ભેદ હશે. ઘણા કહેશે કે, એ તો સૌ સૌની મરજી. પણ નાતજાતનો ભેદ ભાગલા પાડે છે. જે લોકો નાતજાતનો ભેદ રાખે છે તેઓ પછી બીજા લોકોની નફરત કરતા શીખે છે. ચાર્લ્સ કેલિબ કોલ્ટોને (લગભગ ૧૭૮૦-૧૮૩૨) લખ્યું: “માણસોને ઓળખ્યા વગર આપણે તેઓની નફરત કરીએ છીએ, આપણે નફરત કરીએ છીએ કેમ કે આપણે તેઓને ઓળખતા નથી!” તો આપણે કઈ રીતે ભેદભાવ ને નફરત જેવી આગને બૂઝાવી શકીએ? (g04 9/8)
[પાન ૭ પર બોક્સ]
ધર્મ શું શીખવે છે?
દભાવના મૂળ નામના અંગ્રેજી પુસ્તકમાં ગોર્ડન ઓલપોર્ટ લખે છે, “ચર્ચમાં જાય છે એ લોકોમાં વધુ ભેદભાવ હોય છે.” આ ભાઈની વાત પણ સાચી, નાતજાતનો ભેદ રાખવાનું શીખવ્યું છે કોણે? ધર્મએ જ. ઘણા પાદરીઓ યહુદીઓની નફરત કરવાનું શીખવતા હતા. ખ્રિસ્તીઓનો ઇતિહાસ પ્રમાણે, હિટલરે એક વાર કહ્યું હતું: ‘હું યહુદીઓની નફરત કરવાનું ચર્ચ પાસેથી શીખ્યો. ચર્ચની આ પરંપરા ૧૫૦૦ વર્ષો જૂની છે.’
બાલકનમાં ધમાલ થઈ ત્યારે કેથલિક ધર્મ પાડોશીઓને પ્રેમના પાઠ શીખવી શક્યો નહિ.
રુવાન્ડામાં ચર્ચમાં માનનારા લોકોએ એકબીજાની કતલ કરી નાખી. એ માટે ચર્ચના પાદરીઓ જવાબદાર હતા. નેશનલ કેથલિક રિપોર્ટર જણાવે છે કે, રુવાન્ડામાં જે થયું ‘એ માટે કેથલિકોના હાથ લોહીથી રંગાયેલા હતા.’
કેથલિક ધર્મએ પોતાનું પાપ કબૂલ તો કર્યું છે. પોપ જોન પોલ બીજાએ રોમમાં ૨૦૦૦માં મેસના તહેવારે ધર્મએ કરેલા ‘પાપની’ માફી માંગી. એ વખતે એ પણ કબૂલ કર્યું કે કેથલિકોએ ‘યહુદીઓને અન્યાય, સ્ત્રીઓ પર અત્યાચાર, ઊંચનીચનો ભેદભાવ અને બીજી નાતજાતના લોકોને પણ અન્યાય’ કર્યો હતો.
[પાન ૬ પર ચિત્ર]
ઉપર: રેફ્યુજી છાવણી, બોસ્નિયા અને હર્ઝેગોવિના, ઑક્ટોબર ૨૦, ૧૯૯૫
બોસ્નિયાના રેફયુજીઓ માટે તરસે છે
[ક્રેડીટ લાઈન]
Scott Peterson/Liaison તરફથી ફોટો
[પાન ૭ પર ચિત્ર]
નફરતના મૂળ
બાળકો માબાપ પાસેથી, ટીવી જોઈને કે બીજા કોઈ પાસેથી ભેદભાવ કે નફરત કરતા શીખે છે