વિટીલાઈગો એટલે શું?
વિટીલાઈગો એટલે શું?
દક્ષિણ આફ્રિકાના સજાગ બનો!ના લેખક તરફથી
◼ સિબોઇગી નામની છોકરી, સાઉથ આફ્રિકા રહે છે. ઘણી વખત તે મસ્તીમાં કહે છે, “હું વિચારું છું કે, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારો રંગ શ્યામ હતો, હવે તો હું ગોરી બની ગઈ છું.” આમ કેમ? તેને વિટીલાઈગો થયો છે. એટલે તેની ચામડી પર સફેદ ડાઘ થયા છે.
શા માટે અમુક લોકોની ચામડી પર સફેદ ડાઘ થાય છે? આપણા સર્વેના શરીરમાં એવા કોષો હોય છે જે ચામડીને રંગ આપે છે. જ્યારે આ કોષો ઘટી જાય છે અથવા એનું નુકસાન થાય, ત્યારે ચામડી પર સફેદ ડાઘ થાય છે. વિટીલાઈગો ચેપી નથી. અમુક દરદીઓને જિંદગી ભર એક જ ડાઘ રહે છે જ્યારે બીજા લોકને આખા શરીર પર તરત જ સફેદ ડાઘા થઈ જાય છે અને બીજાઓને ધીમે ધીમે શરીર પર ફેલાય છે પણ એનાથી દુઃખાવો નથી થતો.
આજે ઘણા લોકોને અમુક પ્રમાણમાં વિટીલાઈગો થયો હશે જે આપણને પણ ખબર ન પડે. સિબોઇગી શ્યામ રંગની છે તેથી તેના પર વિટીલાઈગોની અસર તરત જ દેખાય આવે છે. અહેવાલ બતાવે છે કે દુનિયાની વસ્તીમાંથી લગભગ ૧ કે ૨ ટકા લોકોને વિટીલાઈગોની અસર થાય છે. એ કોઈને પણ થઈ શકે છે. ભલે ગમે એ દેશના હો પછી પુરુષ કે સ્ત્રી. આજ સુધી કોઈને ખબર નથી કે એ શા માટે થાય છે.
વિટીલાઈગો માટે હજુ કોઈ દવા નથી. આપણને થયો હોય તો આપણે સહન કરવા પગલાં લઈ શકીએ. દાખલા તરીકે, જો તમને વિટીલાઈગો થયો હોય અને તમે ગોરા રંગના હોવ તો, તાપમાં ઓછું બેસવું, કારણ કે તાપમાં બેસવાથી તમને જ્યાં વિટીલાઈગોની અસર ન હોય ત્યાં તમારી ચામડી રંગ ઘાંટો થઈ જશે અને તમારા સફેદ ડાઘા તરત જ દેખાઈ આવશે. જો તમે શ્યામ રંગના હો તો તમારા ડાઘને સંતાડવા માટે ખાસ ક્રીમ કે મેક-અપ લગાડી શકો. અમુક લોકોએ ઇલાજ માટે રિપીગમૅનટેંશન પણ ઉપયોગ કર્યો છે. આ ઇલાજ કરવા માટે ઘણા સમય સુધી દવા લેવી પડે. એની સાથે સાથે દરદીએ અલ્ટ્રાવાયોલેટના કિરણો ફેલાવતા મશીનનો પણ ઉપયોગ કરવો પડે છે. અમુક દરદીને આ ઇલાજમાથી ઘણું સારું થયું છે. અમુક લોકોએ એક બીજા ઇલાજ કર્યા છે જેને ડિપીગમૅનટેંશન કહેવાય છે. ડિપીગમૅનટેંશન કરવાથી જે કોષો આપણી ચામડીને રંગ આપે છે, એનો નાશ કરવામાં આવે છે જેથી દરદી, ફક્ત એક જ રંગના કે ધોળા જ બની જાય.
જેઓને વિટીલાઈગો ચહેરા પર થયો તેઓને ફક્ત માનસિક દુઃખ જ સહન કરવું પડે છે. સિબોઇગી કહે છે “હમણાં હમણાં જ મને બે બાળકોએ જોઈ. તેઓ ચીસ પાડીને ભાગી ગયા. અમુક લોકો મારી સાથે વાત કરતા ડરે છે કારણ કે તેઓ વિચારે છે કે આ ચેપી રોગ છે. બીજાને વિચારે છે કે મને શાપ લાગ્યો છે કે કોઈની નજર લાગી હશે. તેઓને કોઈ જાતની બીક રાખવાની જરૂર નથી. અરે, આ કંઈ ચેપી રોગ નથી અને મારી સાથે બોલવાથી તેઓને વિટીલાઈગો નહિ થાય.”
સિબોઇગી યહોવાહની ભક્ત છે. તેને ચહેરા પર સફેદ ડાઘ છે તેમ છતાં તે બીજાઓને યહોવાહ વિષે શીખવવા માટે અચકાતી નથી. તે લોકોના ઘરે જાય છે અને વાતચીત કરે છે. તે કહે છે “હું તો વિટીલાઈગોને સહન કરતા શીખી છું. મને એમાં વાંધો નથી. હું એ દિવસની રાહ જોવ છું જ્યારે પરમેશ્વર યહોવાહના વચન પ્રમાણે ખરેખર એવો સમય આવશે જ્યારે હું સાજી થઈ જઈશ અને મારી ચામડીનો અસલ રંગ ફરીથી આવશે.”—પ્રકટીકરણ ૨૧:૩-૫. (g04 9/22)
[પાન ૨૨ પર ચિત્ર]
વર્ષ ૧૯૬૭, વિટીલાઈગો થયું તે પહેલા