સૌની મનપસંદ—ડુંગળી
સૌની મનપસંદ—ડુંગળી
મેક્સિકોના સજાગબનો!ના લેખક તરફથી
શું તમે ડુંગળી વગરના રસોડાની કલ્પના કરી શકો? ડુંગળીનો ઉપયોગ સૂપ, કચુંબર, મુખ્ય વાનગીમાં અથવા દવા બનાવવામાં કરી શકાય છે. હા, એનાથી આપણી આંખોમાં પાણી પણ આવે છે.
ડુંગળી જેવા જ બીજા અનેક સુંદર છોડ છે. જેને સુંદર ફૂલો પણ ઉગે છે. દાખલા તરીકે, આથી, ગોલ્ડન ઓનિયન (પીળા રંગના ફૂલો), બ્રાઇડ્સ ઓનિયન (એકદમ સફેદ રંગના ફૂલો) અને ઓરનામેન્ટલ લસણ જેવા બધા છોડ ડુંગળીના છોડ જેવા હોય છે. દુનિયાના લગભગ દરેક રસોડામાં ડુંગળી જોવા મળે છે. આ એક કંદમૂળ છે એટલે એ સામાન્ય રીતે જમીનની અંદર કળીના રૂપમાં થાય છે. તેમ જ તેના પાન જાડા હોય છે.
માણસજાત ડુંગળીની ખેતી સદીઓથી કરે છે. એનો ઉપયોગ કેટલા લાંબા સમયથી કરવામાં આવે છે એનો અણસાર આપણને બાઇબલના અહેવાલ પરથી જોવા મળે છે. એ બતાવે છે કે લગભગ ૧૫૧૩ ઈ.સ. પૂર્વેમાં ઈસ્રાએલીઓ મિસરની ગુલામીમાં હતા ત્યારે તેઓ ખાધેલી ડુંગળી માટે તરસતા હતા.—ગણના ૧૧:૫.
ડુંગળી તો લગભગ બધાને ભાવે. પણ એના સ્વાદ વિશે શું? એમાં સલ્ફરના ઘટકો હોય છે કે જેના લીધે એમાં સુગંધ આવે અને સ્વાદમાં તીખાપણું આવે છે. અને એમાં રહેલા સલ્ફરિક એસિડના લીધે આપણી આંખોમાંથી પાણી પણ ટપકે!
ફક્ત સ્વાદિષ્ટ ભોજન માટે જ નથી
બધા માટે ડુંગળી બહુ ફાયદાકારક છે. એમાં ઘણા વિટામીન હોય છે કે જેનાથી આપણને ઘણો ફાયદો થાય છે. દખલા તરીકે, એમાં કેલ્સિયમ અને વિટામીન સી પણ હોય છે. ડુંગળીની દવા બનાવી શકાય એવા તત્ત્વો હોવાના લીધે પણ ઇતિહાસમાં એનું ખાસ મહત્ત્વ છે. શરદી, કંઠનળીના સોજા, અમુક હૃદય રોગો, ડાયાબીટીસ અને અસ્થમા જેવી બીમારીઓમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. વળી, એન્ટિસેપ્ટી, ધા રુઝાવવા, સોજા ઓછા કરવા કે લોહીને પાતળું કરવા અને કૅન્સરની દવા બનાવવામાં પણ ઉપયોગી છે.
સફેદ, પીળી, કથ્થઈ, લીલી, લાલ અને જાંબુડિયા રંગોની ડુંગળી હોય છે. એને તમે અનેક રીતે ખાઈ શકો. તમે એને લૂખી ખાઈ, રાંધીને કે અથાણાંમાં નાખીને ખાઈ શકો છો. ટીંનના ડબ્બામાં સીલ કરેલી મળે છે. ઘણા સૂકવીને ખાય છે. તમે એનો પાઉડર બનાવીને અથવા બીજી અનેક રીતે ખાઈ શકો છો. ભલે ડુંગળીથી આપણી આંખોમાં પાણી આવતું હોય પણ એના સ્વાદની એક ખરી મજા છે! (g04 11/8)