સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ખાટો-મીઠો સ્વાદ

ખાટો-મીઠો સ્વાદ

આનો રચનાર કોણ?

ખાટો-મીઠો સ્વાદ

▪ આપણે ખોરાક ખાઈએ ત્યારે એમાં ઘણા બધા સ્વાદ પારખી શકીએ છીએ. જેવા કે ખાટું, મીઠું, તીખું વગેરે વગેરે. શું તમને ખબર છે કે આપણે આ સ્વાદ કેવી રીતે પારખી શકીએ છીએ? ચાલો જોઈએ.

જાણવા જેવું: નાની અમથી જીભની સપાટી ઉપર હજારો સ્વાદકલિકાઓ (ટેસ્ટ બડ) હોય છે. એ કલિકાઓ જીભમાં જ નહીં મોંમાં અને ગળામાં પણ હોય છે. એ દરેક કલિકાઓમાં સો જેટલા કોષો હોય છે. એ કોષોને લીધે આપણે ખારો, ખાટો, કડવો અને ગળ્યો સ્વાદ પારખી શકીએ છીએ. * તીખાશ પારખવા બીજી જાતની સ્વાદકલિકાઓ હોય છે. જીભની સપાટી ઉપર પથરાયેલી હજારો કલિકાઓ પદાર્થના બંધારણ અથવા એમાં રહેલા કૅમિકલ ઉપરથી વિવિધ સ્વાદ પારખે છે. પછી એ કલિકાઓ સ્વાદ વિષેનો સંદેશો મગજને મોકલે છે.

સ્વાદ પારખવા ખોરાકની સુગંધ પણ મદદ કરે છે. નાકમાં લાખો કોષ હોય છે, એના લીધે આપણે દસ હજાર જેટલી અલગ-અલગ સુગંધ પારખી શકીએ છીએ. પણ સ્વાદ પારખવા સુગંધ કેટલી મદદરૂપ થઈ શકે? વૈજ્ઞાનિકો માને છે કે આપણે મોટે ભાગે સુગંધને આધારે સ્વાદ પારખી શકીએ છીએ.

વૈજ્ઞાનિકોએ એક મશીન બનાવ્યું છે જે નાકની જેમ કામ કરે છે. એમાં કૅમિકલ ગેસ સેન્સર છે, જે સુંગધને પારખી શકે છે. અમેરિકાના એક ડૉક્ટરે જણાવ્યું કે ‘ભલે આ મશીન ગમે તેટલી સુગંધ પારખી શકતું હોય તોપણ એ નાકની જેમ કદીએ કામ નહિ કરી શકે.’

આપણને અમુક ખાવાનું ખૂબ ભાવે છે, કેમ કે આપણે એનો સ્વાદ પારખી શકીએ છીએ. વૈજ્ઞાનિકો હજી સમજી નથી શક્યા કે કેમ અમુક લોકોને ખાટું તો અમુક લોકોને મીઠું, અમુકને તીખું તો અમુકને મોરું ભાવે છે. વૈજ્ઞાનિકોએ જીભ અને નાક પર ઘણું સંશોધન કર્યું છે. પણ તેઓ હજી પૂરી રીતે સમજી શક્યા નથી કે સુગંધ પારખવા નાક અને સ્વાદ પારખવા જીભ કેવી રીતે કામ કરે છે.

વિચારવા જેવું: શું સ્વાદની પરખ આપોઆપ આવી ગઈ? કે સ્વાદ પારખવાની શક્તિ પરમેશ્વરે આપી છે? (g 7/08)

[Footnote]

^ આજકાલ વૈજ્ઞાનિકો માને છે કે ચાર મુખ્ય સ્વાદ સિવાય એક અલગ પ્રકારનો ઉમામી સ્વાદ છે, જે આપણે પારખી શકીએ છીએ. આજીનોમોટો એકજાતની ઉમામી છે, જે ખોરાકને ટેસ્ટી બનાવે છે.

[Diagram/Picture on page 14]

[Diagram]

જીભને માઇક્રોસ્કોપથી જોતા મળતો દેખાવ

[Diagram]

સ્વાદકલિકા

[Credit Line]

© Dr. John D. Cunningham/Visuals Unlimited