જો જો જાહેરાતોની જાળમાં ફસાતા નહિ!
જો જો જાહેરાતોની જાળમાં ફસાતા નહિ!
પોલૅન્ડના સજાગ બનો!ના લેખક તરફથી
“આ પહેરશો તો તમે હીરો જેવા બની જશો. અરે મિત્રો તમારી વાહ-વાહ કરશે . . . આજે જ ખરીદો!” ટીવી પર આ ઍડ્વર્ટાઇઝ જોઈને એક બાળક તરત પપ્પા પાસે દોડી જાય છે. અને જીદ કરે છે “પપ્પા-પપ્પા, મને એ લાવી આપો ને!”
◼ જ્યારે બાળકો જીદ કરે કે રડે ત્યારે અમુક માબાપ કંટાળીને એ વસ્તુઓ લાવી આપે છે. શા માટે ઍડ્વર્ટાઇઝમાં બતાવેલી વસ્તુઓ જ બાળકોને જોઈએ છે? એ વિષે પોલૅન્ડનું એક મૅગેઝિન જણાવે છે કે ‘બાળકોને એવી વસ્તુઓ જોઈતી હોય છે, કેમ કે એ તેમના મિત્રો પાસે પણ હોય છે. તેઓને લાગે છે કે આ વસ્તુઓ તેમની પાસે હશે તો મિત્રોમાં તેમનો વટ પડી જશે.’
ઍડ્વર્ટાઇઝ વિષે એક સાઇકોલૉજિસ્ટ જોલાનતા વૉસ કહે છે, ‘બાળકોની ઍડ્વર્ટાઇઝમાં બતાવવામાં આવતું નથી કે વસ્તુ કેટલી મોંઘી છે. ક્વૉલિટી કેવી છે, જીવનમાં કામ આવશે કે નહિ. પણ એ રીતે બતાવવામાં આવે છે કે જેથી એ જોઈને બાળક લલચાઈ જાય. અને મોટા ભાગના બાળકો વિચારી શકતા નથી કે શું સાચું ને શું ખોટું.’
માબાપ શું કરી શકે જેથી બાળકો કોઈ પણ ઍડ્વર્ટાઇઝ જોઈને લલચાઈ નહિ? પોલૅન્ડનું મૅગેઝિન જણાવે છે કે ‘માબાપે બાળકને સમજાવવું જોઈએ કે મોંઘી મોંઘી વસ્તુઓ પહેરવાથી કંઈ લોકો તમને માન નહિ આપે.’ માબાપે બાળકને એ પણ શીખવવું જોઈએ કે નવાં નવાં રમકડાં વગર પણ રમવાની મજા આવી શકે. માબાપે જાણવું જોઈએ કે ઍડ્વર્ટાઇઝ તેઓના બાળકોને કેવી રીતે લલચાવે છે. આના વિષે સાઇકોલૉજિસ્ટ જોલાનતા કહે છે કે ‘જે ઍડ્વર્ટાઇઝ બાળક જુએ છે એ માબાપે પણ જોવી જોઈએ. આ રીતે માબાપ પોતે નક્કી કરી શકશે કે એ વસ્તુ બાળક માટે જરૂરી છે કે નહિ.’
બાઇબલ પણ માબાપને સારી સલાહ આપે છે. એમાં જણાવે છે કે “ભૂંડી ઇચ્છાઓ, આંખોની લાલસા અને દરેક પ્રકારનો અહંકાર ઈશ્વર તરફથી નથી પણ તે તો જગત તરફથી છે.”—૧ યોહાન ૨:૧૫, ૧૬, IBSI.
એ બાઇબલનો વિચાર વાંચીને તમને લાગતું નથી કે ઍડ્વર્ટાઇઝમાં બતાવેલી વસ્તુ આપણી ‘આંખોને લલચાવે છે?’ ઍડ્વર્ટાઇઝ એ રીતે બતાવવામાં આવે છે, જેથી આપણને એ વસ્તુઓ ખરીદીને દેખાડો કરવાનું મન થાય. પણ બાઇબલ જણાવે છે કે ‘જગત તથા તેની લાલસા જતાં રહે છે; પણ જે પરમેશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.’—૧ યોહાન ૨:૧૭.
પરમેશ્વરની ઇચ્છા એટલે કે તેમના નીતિ-નિયમો પાળવા માબાપ બાળકને કેવી રીતે મદદ કરી શકે? માબાપ બાળકો સાથે સારો સમય વિતાવી શકે. બાળકોમાં પરમેશ્વરના ગુણો કેળવવા મદદ કરી શકે. (પુનર્નિયમ ૬:૫-૭) આમ કરવાથી બાળક કોઈ પણ લાલચમાં સહેલાઈથી ફસાશે નહિ. અરે લોભામણી ઍડ્વર્ટાઇઝ જોઈને એ વસ્તુની જીદ નહિ કરે. (g08 12)