સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ઈશ્વર વિષે વાત કરતા હું કેમ ડરું છું?

ઈશ્વર વિષે વાત કરતા હું કેમ ડરું છું?

યુવાનો પૂછે છે

ઈશ્વર વિષે વાત કરતા હું કેમ ડરું છું?

“સ્કૂલમાં મારી માન્યતા વિષે વાત કરવાની સરસ તકો મળી હતી. પણ મેં કંઈ ન કર્યું.”—કાલેબ. *

“ટીચરે ક્લાસમાં અમને ઉત્ક્રાંતિની માન્યતા વિષે પૂછ્યું. મને થયું કે ઈશ્વર વિષે મારી માન્યતા જણાવવાનો આ સૌથી સારો મોકો છે. પણ હું એટલી ગભરાઈ ગઈ કે કંઈ બોલી જ ન શકી. પછી મને જરાય ચેન ન પડ્યું.”—જાસ્મિન.

યુવાનો, તમે યહોવાહના ભક્ત હોવ તો કદાચ તમને કાલેબ ને જાસ્મિન જેવા અનુભવો થયા પણ હોય. તેઓની જેમ જ તમે યહોવાહને દિલથી ચાહો છો. બીજાને યહોવાહ વિષે જણાવવા માગો છો. તોપણ, એ વિચારથી જ તમને પસીનો છૂટી જાય છે. તો પછી તમે કઈ રીતે હિંમતથી બીજાને જણાવી શકો? દર વર્ષે નવા ક્લાસમાં જતાં પહેલાં, આ રીતે અમુક તૈયારી કરો:

૧. પારખી લો કે શાનો ડર લાગે છે. પોતાના ધર્મ વિષે વાત કરવાના વિચારથી જ મનમાં ડર પેસી જાય કે કોઈ ગુસ્સે થશે તો? એ ડર ઓછો કરવા એના વિષે લખી લેવાથી પણ કોઈવાર મદદ મળી શકે.

વાક્ય પૂરું કરો.

◼ હું સ્કૂલે મારી માન્યતા વિષે વાત કરીશ તો આમ થઈ શકે:

․․․․․

બીજા યુવાનોને પણ ધર્મ વિષે વાત કરતા ડર લાગે છે. જેમ કે ૧૪ વર્ષનો ક્રિસ્ટોફર કહે છે: “મને ડર છે કે છોકરાં મારી મજાક ઉડાવશે. બધાને કહેશે કે ‘તેનું જરા ચસકી ગયું છે.’” આગળ જેની વાત કરી, તે કાલેબ કહે છે: “મને બીક હતી કે કોઈ એવો સવાલ પૂછે, જેનો જવાબ ન આવડે તો?”

૨. ચેલેંજ સ્વીકારો. એવું નથી કે કોઈ કારણ વગર જ તમે ગભરાવ છો. એશ્લી નામની છોકરી કહે છે, “અમુક છોકરાઓએ બાઇબલમાં રસ હોય એવો ઢોંગ કર્યો. પછી બધા સામે મારી મશ્કરી કરવા લાગ્યા. મેં જે કહ્યું એમાંથી મારો વાંક કાઢવા લાગ્યા.” ૧૭ વર્ષની નીકોલ આમ જણાવે છે: “એક છોકરાએ પોતાના બાઇબલમાંથી એક કલમ ખોલીને મારા બાઇબલ સાથે સરખાવી. તેણે કહ્યું કે મારું બાઇબલ બદલાયું છે, કેમ કે એના શબ્દો જુદા હતા. મારી તો બોલતી જ બંધ થઈ ગઈ!” *

એવા સંજોગોમાં ગભરાઈ જવાય, એમાં નવાઈ નથી. પણ યહોવાહના સાક્ષી તરીકે તમે એ ચેલેંજ સ્વીકારો. એનાથી દૂર ન ભાગો, હિંમતથી એનો સામનો કરો. (૨ તીમોથી ૩:૧૨) ૧૩ વર્ષનો મેથ્યુ કહે છે, “ઈસુએ કહ્યું કે તેમના શિષ્યોની સતાવણી થશે. એટલે એવી આશા ન રાખીએ કે બધાને આપણે કે આપણી માન્યતા ગમી જશે.”—યોહાન ૧૫:૨૦.

૩. કેવા લાભ થશે? આ કઠિન સંજોગોમાં પણ બાઇબલ વિષે જણાવવાથી લાભ થઈ શકે છે. ૨૧ વર્ષની એમ્બર કહે છે: “બાઇબલ માટે જેને માન ન હોય, તેને એના વિષે સમજાવવું અઘરું છે. પણ એનાથી તમારી માન્યતા વિષે તમને હજુ વધારે ખાતરી થાય છે.”—રૂમી ૧૨:૨.

પહેલા મુદ્દામાં તમે લખેલા સંજોગનો વિચાર કરો. એ પ્રમાણે તમારી માન્યતાની વાત કરવાથી કેવાં સારાં પરિણામ આવી શકે? એમાંની બે બાબતો અહીં લખો.

૧ ․․․․․

૨ ․․․․․

વિચારો: માનો કે તમે તમારી માન્યતા વિષે સ્કૂલમાં જણાવો છો. એનાથી બીજા સ્ટુડન્ટ પાસેથી આવતું દબાણ કઈ રીતે ઓછું થઈ શકે? તમને કેવું લાગશે? યહોવાહ માટે તમને કેવી લાગણી થશે? યહોવાહને તમારા માટે કેવું લાગશે?—નીતિવચનો ૨૩:૧૫.

૪. તૈયાર રહો. નીતિવચનો ૧૫:૨૮ કહે છે, “સદાચારી વિચાર કરીને ઉત્તર આપે છે.” તમે શું કહેશો એનો અગાઉથી વિચાર કરવાની સાથે સાથે, એ માટે પણ તૈયાર રહો કે સામેની વ્યક્તિ શું પૂછી શકે. એ વિષય પર રિસર્ચ કરો. પછી તમે સહેલાઈથી સમજાવી શકો, એવા જવાબ તૈયાર રાખો.—પાન ૨૭ પર  “પહેલેથી તૈયાર રહો” ચાર્ટ જુઓ.

૫. શરૂઆત કરો. માનો કે તમે તમારી માન્યતા વિષે વાત કરવા તૈયાર છો. પણ શરૂઆત કઈ રીતે કરશો? એ તમારા પર છે. ચાલો સ્વીમીંગનો દાખલો લઈએ. અમુક લોકો ધીમે ધીમે પાણીમાં જશે. જ્યારે કે અમુક સીધા પાણીમાં કૂદી પડશે. તમારી માન્યતા વિષે વાત કરવાનું પણ એવું જ છે. કોઈ પણ વિષય પર વાત છેડીને જુઓ કે વ્યક્તિને વધારે જાણવાનું ગમશે કે કેમ. પણ જો ગભરામણ થતી હોય તો બેસ્ટ કે ‘સીધા વાતચીતમાં કૂદી પડો.’ (લુક ૧૨:૧૧, ૧૨) ૧૭ વર્ષનો એન્ડ્રુ કહે છે કે ‘મારી માન્યતા વિષે વાત કરવાના વિચારથી જ મને કંઈક થઈ જતું. પણ એક વાર વાત શરૂ કર્યા પછી, હું ધારતોʼતો એટલું એ અઘરું ન હતું.’ *

૬. સમજી-વિચારીને વર્તો. તમે સ્વીમીંગ કરવા જાવ ત્યારે છીછરા પાણીમાં કૂદી નહિ પડો. એ જ રીતે એવી વાતચીતમાં કૂદી ન પડો, જે ફક્ત દલીલો પૂરતી જ હોય. ચૂપ રહેવાનો અને બોલવાનો વખત હોય છે. (સભાશિક્ષક ૩:૧,) અરે, અમુક વખતે ઈસુ પણ ચૂપ રહ્યા હતા. (માત્થી ૨૬:૬૨, ૬૩) આ સિદ્ધાંત પણ યાદ રાખો: ‘ડાહ્યો માણસ હાનિ આવતી જોઈને સંતાઈ જાય છે; પણ મૂર્ખ માણસ આગળ ચાલ્યો જાય છે અને નુકસાન ભોગવે છે.’—નીતિવચનો ૨૨:૩.

જો તમને લાગે કે કોઈ ફક્ત દલીલો કરવા માંગે છે, તો “આગળ” વધવાને બદલે, સમજી-વિચારીને ટૂંકો જવાબ આપો. જેમ કે, ક્લાસમાં કોઈ તમને ચીડવવા કહે કે ‘તું કેમ સિગારેટ નથી પીતો?’ તમે કદાચ કહી શકો કે ‘હું જાણીજોઈને શું કામ શરીર બગાડું!’ પછી સામેવાળી વ્યક્તિ શું કહે છે એના આધારે ખબર પડશે કે આગળ કંઈ કહેવું કે નહિ.

ઉપર જણાવેલાં સૂચનો તમને “સદા તૈયાર” રહેવા મદદ કરશે. પછી તમે પોતાની માન્યતા વિષે સારી રીતે જણાવી શકશો. (૧ પીતર ૩:૧૫) પણ એવું નથી કે તમે કદી નર્વસ નહિ થાવ. ૧૮ વર્ષની એલેના કહે છે કે “ડર લાગવા છતાં, તમારી માન્યતા સમજાવો ત્યારે તમને ઘણું સારું લાગે છે. કોઈ સાંભળશે નહિ, એવું લાગવા છતાં તમે એ તક જવા ન દીધી. તમે ડર પર જીત મેળવી છે. જો કોઈ સાંભળે તો પછી તમને વધારે ખુશી થશે. તમે હિંમતથી વાત કરી એનો ગર્વ થશે.” (g09 07)

“યુવાનો પૂછે છે” વિષય પર વધારે લેખો માટે આ વેબસાઈટ જુઓ: www.watchtower.org/ype

[ફુટનોટ્‌સ]

^ આ લેખમાં અમુક નામ બદલ્યાં છે.

^ જુદા જુદા બાઇબલ અનુવાદો અલગ શબ્દો વાપરે છે. તોયે અમુક ભાષાંતરો બાઇબલની મૂળ ભાષાઓના અર્થને વધારે વળગી રહે છે.

^ “આ રીતે વાત શરૂ કરી શકો” પાન ૨૮ ઉપરનું બૉક્સ જુઓ.

આના વિષે વિચારો કરો

તમારી સ્કૂલમાં કદાચ કોઈક આમ વિચારતું હશે:

‘મને ખબર છે તું યહોવાહનો સાક્ષી છે. તને લાગશે કે હું તારી મશ્કરી કરીશ. પણ ના, હું તો તને માનથી જોઉં છું. દુનિયાના આટલા બધા પ્રૉબ્લેમ છતાં કેમ તને કંઈ ટેન્શન નથી? મને તો ડર લાગે છે. શું આ દેશમાં પણ યુદ્ધ ફાટી નીકળશે? સ્કૂલમાં મને કોઈ મારશે તો? મારું ભણતર પૂરું થાય ત્યાં સુધી મારા મમ્મી-પપ્પા સ્કૂલ ફી ભરી શકશે? મને ઘણા સવાલો છે. પણ તારી પાસે તો જાણે બધાય સવાલોના જવાબ છે. શું એ તારા ધર્મમાંથી મળ્યા છે? મારે પણ એ જવાબ જાણવા છે, પણ એની વાત કરતા ડર લાગે છે. શું તું એની વાત કરીશ?’

[પાન ૨૮ પર બોક્સ/ચિત્ર]

સ્કૂલમાં છોકરાં શું કહે છે

“મારી માન્યતા વિષે વાત કરું ત્યારે અમુક હસે છે. પણ એ મજાકની મને કંઈ પડી નથી, એ જોઈને મોટે ભાગે તેઓ જતા રહે છે.”ફ્રાન્ચેસ્કા, લક્સમ્બર્ગ.

“તમે યહોવાહ વિષે બીજાને ન જણાવો તો, ધીમે ધીમે ભૂલી જશો કે તમે યહોવાહના સાક્ષી છો. બીજાની જેમ વર્તવા લાગશો. તમે જે છો એ જ રીતે વર્તો, બીજાની જેમ શું કામ કરવું જોઈએ.”સામન્થા, અમેરિકા.

“હું નાનો હતો ત્યારે મારી માન્યતાને લીધે, બીજા છોકરાંથી જુદું દેખાવું ગમતું નહિ. પણ મેં જોયું કે બાઇબલ પ્રમાણે જીવવાથી મને ઘણો ફાયદો થયો છે. એનાથી મને હિંમત મળી. મને મારી માન્યતા પર ગર્વ થયો.”જેસન, ન્યૂ ઝીલેન્ડ.

[પાન ૨૮ પર બોક્સ]

આ રીતે વાત શરૂ કરી શકો:

“આ વેકેશનમાં શું કરવાનો પ્લાન છે?” [જવાબ સાંભળો. પછી તમે સંમેલનમાં જવાના હોવ કે યહોવાહની ભક્તિમાં કંઈક વધારે કરવાના હોવ તો એ જણાવો.]

◼ ન્યૂઝમાંથી કંઈક જણાવીને પૂછી શકો કે “તેં આ સાંભળ્યું? તને શું લાગે છે?”

“દુનિયામાં પૈસાના પ્રૉબ્લેમમાં [કે બીજા કોઈ પ્રૉબ્લેમમાં] સુધારો થશે? [જવાબ આપે પછી] તને કેમ એવું લાગે છે?”

“શું તેં કદી બાઇબલ વાંચ્યું છે?”

“આજથી પાંચેક વર્ષમાં તું ક્યાં હોઈશ, શું કરતો હોઈશ?” [જવાબ આપે પછી યહોવાહની ભક્તિમાં તમે શું કરવાના છો એ જણાવો.]

 [પાન ૨૭ પર ચાર્ટ]

(લેખને છપાયો છે એવો જોવા એ પ્રકાશનમાં જુઓ)

પહેલેથી તૈયાર રહો

સૂચન: આ ચાર્ટ વિષે તમારા મમ્મી-પપ્પા અને ફ્રેન્ડ્‌સ સાથે વાત કરો. અધૂરો ચાર્ટ પૂરો કરો. વિચારો કે ક્લાસમાં સ્ટુડન્ટ્‌સ બીજા કેવા સવાલો પૂછી શકે.

આ કાપીને સાથે રાખો!

સવાલ

જવાબ

બીજો સવાલ

રિસર્ચ

જવાબ

સંસ્કાર

સજાતીય સંબંધ વિષે તને શું લાગે?

મને એવી વ્યક્તિથી નહિ, પણ એવાં કામોથી નફરત છે.

શું એ ભેદભાવ ન કહેવાય?

૧ કોરીંથી ૬:૯, ૧૦; ક્વેશ્ચન્સ યંગ પીપલ આસ્ક—આન્સર્સ ધેટ વર્ક, વોલ્યુમ ૨, પ્રકરણ ૨૮.*

એવું નથી. સજાતીય સંબંધો હોય કે એના જેવાં બીજાં ખરાબ કામ, એ બધાથી મને સખત નફરત છે.

ડેટિંગ

તું કેમ ડેટિંગ નથી કરતો?

મેં નક્કી કર્યું છે કે હમણાં મારે કોઈ રોમેન્ટિક સંબંધમાં પડવું નથી.

કેમ, તારા ધર્મને લીધે?

ગીતોનું ગીત ૮:૪; યંગ પીપલ આસ્ક, વોલ્યુમ ૨, પ્રકરણ ૧.

હા. લગ્‍ન કરવા તૈયાર હોઈએ ત્યારે જ અમે ડેટિંગ કરીએ. મારે હજી વાર છે.

દેશપ્રેમ

તું કેમ ધ્વજને સલામી આપતો નથી?

હું જે દેશમાં રહું એને માન આપું છું, પણ એની ભક્તિ કરતો નથી.

તો તું આપણા દેશ માટે લડવા નહિ જાય?

યશાયાહ ૨:૪; યોહાન ૧૩:૩૫; પવિત્ર બાઇબલ શું શીખવે છે? પાન ૧૪૮-૧૫૧.*

ના, બીજા દેશોમાંના યહોવાહના લાખો સાક્ષીઓ પણ આ દેશની સામે નહિ લડે.

લોહી

તમે લોકો કેમ લોહી લેતા નથી?

હું સૌથી સારી સારવાર પસંદ કરું છું, જેમાં એઇડ્‌સનું જોખમ ન હોય. વળી, બાઇબલ કહે છે કે લોહીથી દૂર રહો. એટલે હું લોહી વગરની સારવાર પસંદ કરું છું.

પણ તું મરવાની અણી પર હોય તો? શું ભગવાન તને માફ નહિ કરે?

પ્રેરિતોનાં કૃત્યો ૫:૨૮, ૨૯; હેબ્રી ૧૧:૬; પવિત્ર બાઇબલ શું શીખવે છે? પાન ૧૨૯-૧૩૧.

પસંદગી

ફલાણી વ્યક્તિ પણ તારા ધર્મની જ છે. પણ તે તો આમ કરે છે, તું કેમ ન કરી શકે?

અમને ઈશ્વરનું શિક્ષણ મળે છે, પણ કોઈ બળજબરી કરાતી નથી. એ પાળવાની પસંદગી દરેક પોતે કરે છે.

એવું કેવું કે એક આમ કરે ને બીજું તેમ?

 

ઉત્પત્તિ

તું ઉત્ક્રાંતિમાં કેમ માનતો નથી?

હું શું કામ એમાં માનું? વૈજ્ઞાનિકો તો એમાં એક્સપર્ટ છે, તોપણ તેઓ એકમત થતા નથી.

* યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.

[પાન ૨૮ પર ચિત્ર]

તમારી માન્યતા વિષે વાત કરવી સ્વીમીંગ જેવું છે. ક્યાં તો ધીમેથી શરૂઆત કરો કે પછી કૂદી પડો!