સાતમી રીત મજબૂત પાયો બાંધો
સાતમી રીત મજબૂત પાયો બાંધો
આનો અર્થ શું થાય. ઘરનો પાયો જેટલો મજબૂત, એટલું એ વધારે લાંબું ટકશે. એ જ રીતે કુટુંબનો પાયો પણ મજબૂત હશે તો લાંબું ટકશે. સુખી કુટુંબનો પાયો એવા માર્ગદર્શન પર બંધાય છે, જેનાથી કુટુંબને હંમેશાં લાભ થાય.
એ કેમ મહત્ત્વનું છે. આજે કુટુંબને સલાહ આપતા ઢગલાબંધ પુસ્તકો, મૅગેઝિનો અને ટીવી પ્રોગ્રામો છે. લગ્નજીવનમાં તકલીફો હોય તો, અમુક સલાહકારો યુગલને કહેશે કે ભેગા જ રહો. જ્યારે કે બીજા તેઓને કહેશે કે છૂટા પડી જાવ. આ સલાહકારો પણ સમય જતાં પોતાના વિચારો બદલે છે. દાખલા તરીકે, બાળકોને લગતી તકલીફોની એક જાણીતી નિષ્ણાતે ૧૯૯૪માં એક પુસ્તક લખ્યું. એમાં તેણે જણાવ્યું કે પોતે સલાહકાર બની ત્યારે તે શું વિચારતી હતી: “પતિ-પત્નીમાં મોટા મતભેદો હોય ને લગ્નજીવન દુઃખી હોય તો, તેઓએ છૂટા પડી જવું વધારે સારું. એનાથી તેઓનાં બાળકો મા કે બાપ, કોઈ એકની સાથે તો શાંતિથી રહી શકશે.” જોકે વીસેક વર્ષના અનુભવ પછી તેના વિચારો બદલાયા. પછી તેણે કહ્યું કે ‘છૂટાછેડા બાળકોનું જીવન ઝેર બનાવી દે છે.’
આમ માણસોના વિચારો બદલાયા કરે છે. તો પછી સૌથી સારી સલાહ ક્યાંથી મળી શકે? ઈશ્વર યહોવાહ પાસેથી. તેમણે કુટુંબની શરૂઆત કરી છે. એટલે તે જ આપણને એ વિષે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકે છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) એ માર્ગદર્શન તેમણે બાઇબલમાં આપ્યું છે. એના સિદ્ધાંતોને આધારે મળતી સલાહ હંમેશાં ટકે છે. પાન ૩-૮ના લેખોમાં તમે જોયું હશે કે દરેક પાન ઉપર જમણી બાજુએ એક બાઇબલ સિદ્ધાંત આપ્યો છે. એવા સિદ્ધાંતોથી ઘણાં કુટુંબો સુખી થયાં છે. બધાં કુટુંબની જેમ તેઓને પણ તકલીફો તો આવે જ છે. ફરક એટલો જ કે તેઓના કુટુંબનો પાયો બાઇબલની સલાહ પર બંધાયેલો છે.
આમ કરી જુઓ. પાન ૩-૮ ઉપર જમણી બાજુએ આપેલાં શાસ્ત્રવચનોનું લિસ્ટ બનાવો. તમને મદદ મળી હોય એવી બાઇબલની બીજી કલમો એમાં ઉમેરો. આ લિસ્ટ તમારી પાસે રાખો, જેથી જોઈએ ત્યારે તરત એ વાપરી શકો.
આટલું જરૂર કરો. તમારા કુટુંબમાં બાઇબલની સલાહ લાગુ પાડવા નિર્ણય લો. (g09 10)
[પાન ૯ પર ચિત્ર]
કુટુંબનો પાયો બાઇબલના માર્ગદર્શન પર બંધાયેલો હશે તો, ગમે એવા તોફાનમાં ટકી રહેશે