બાઇબલના સંદેશા વિષે કેમ જાણવું જોઈએ?
બાઇબલના સંદેશા વિષે કેમ જાણવું જોઈએ?
● ઇતિહાસ તપાસીએ તો જોઈ શકીએ છીએ કે દુનિયામાં સૌથી વધારે વહેંચાયેલું પુસ્તક બાઇબલ છે. કેટલાક માટે એ આશીર્વાદ સમાન છે. ઘણા લોકો કોર્ટમાં બાઇબલ પર હાથ મૂકીને સોગંદ લે છે. તો ઘણા નેતા નવી જવાબદારી સ્વીકારે ત્યારે બાઇબલ પર હાથ મૂકીને શપથ લે છે. બાઇબલમાં રહેલું જ્ઞાન કોઈ પણ જ્ઞાન કરતા કીમતી છે.
ઘણા લોકોનું માનવું છે કે બાઇબલ વાંચવાથી અને એના માર્ગદર્શન પ્રમાણે જીવવાથી દુનિયામાંથી ઘણી બધી મુશ્કેલીઓ દૂર કરી શકાય. પણ બાઇબલમાં શું લખેલું છે? એ જાણવા ૩૨ પાનની બાઇબલનો સંદેશો શું છે? પુસ્તિકા તમને મદદ કરશે. એમાં ઘણા બધા ચિત્રો આપવામાં આવ્યા છે. આ પુસ્તિકાના પહેલા બે ભાગ જણાવે છે કે ઈશ્વરે એક સુંદર ધરતી બનાવી અને એમાં પ્રથમ યુગલને હંમેશ માટે રહેવાનો આશીર્વાદ આપ્યો. એ યુગલે કેવી રીતે એ આશીર્વાદ ગુમાવ્યો એના વિષે પણ જણાવ્યું છે. પછીના ભાગોમાં અગાઉના ઈશ્વરભક્તોના જીવન વિષે બતાવ્યું છે. અને તેઓની વંશાવળીમાંથી ઈશ્વર કઈ રીતે તેમના રાજ્યના રાજા લાવશે એ વિષે માહિતી આપેલી છે. ઈશ્વર એ રાજ્ય અને રાજા દ્વારા મનુષ્યને પ્રથમ યુગલે ગુમાવેલા આશીર્વાદો પાછા આપશે, એ પણ જણાવેલું છે.
ત્યાર પછીના ભાગો ઈસુનું જીવન, ધાર્મિક સેવાકાર્ય, ચમત્કારો, મરણ અને ફરીથી જીવતા કરવામાં આવ્યા એના વિષે છે. આ ભાગો બતાવે છે કે ઈસુને ઈશ્વરના રાજ્યના રાજા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એ પછીના ચાર ભાગોમાં ઈસુના શિષ્યોનું ધાર્મિક સેવાકાર્ય, વિરોધ છતાં તેઓની શ્રદ્ધા અને ઈશ્વર પ્રેરણાથી તેઓએ લખેલા પુસ્તકો વિષે જણાવવામાં આવ્યું છે. છેલ્લે “મનુષ્યને ઈશ્વરના આશીર્વાદો મળે છે!” ભાગ વાંચીને તમને જરૂર આનંદ મળશે. “બાઇબલનો સંદેશો—એક ઝલક,” સુંદર ચિત્રોથી સમજાવવામાં આવ્યું છે.
તમે પણ આ પુસ્તિકા મંગાવી શકો. નીચેની કૂપન ભરીને આ મૅગેઝિનના પાન પાંચ પર આપેલા યોગ્ય સરનામા પર એ મોકલો. (g10-E 04)
[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]
□ આ પુસ્તિકા મને જોઈએ છે. કઈ ભાષામાં એ જણાવો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે.