સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

‘મારે છૂટું થઈ જવું છે’

‘મારે છૂટું થઈ જવું છે’

‘મારે છૂટું થઈ જવું છે’

એક સરસ નવું ઘર હતું. પણ વરસાદ, પવન અને વાવાઝોડાને લીધે ઘરમાં તીરાડો પડવા લાગી. બસ હવે એ ઘર પડવાની તૈયારીમાં જ છે.

આજે ઘણા લોકોના લગ્‍નજીવનની હાલત એ ઘર જેવી જ છે. શું તમને લાગે છે કે તમારું લગ્‍નજીવન એ ઘર જેવું જ છે? હકીકત એ છે કે સર્વના લગ્‍નજીવનમાં કોઈને કોઈ સમયે તો તકલીફ ઊભી થાય છે જ. બાઇબલ પણ જણાવે છે કે જેઓ લગ્‍ન કરે છે તેઓને કોઈ વાર તો “દુઃખ” ભોગવવું પડે છે.—૧ કોરીંથી ૭:૨૮.

લગ્‍નજીવન પર સંશોધન કરનાર એક ગ્રૂપ પણ બાઇબલ સાથે સહમત થાય છે. તેઓ કહે છે: ‘દરરોજ હજારો લોકોને લગ્‍ન કરવાની ઘેલછા હોય છે. શરૂશરૂમાં તો લગ્‍નજીવન ગુલાબી-ગુલાબી લાગતું હોય છે. પણ થોડા સમયમાં જ એ ગુલાબી જીવન ગુલામીમાં ફેરવાઈ જાય છે.’

તમારા વિષે શું? શું તમારા લગ્‍નજીવનમાં નીચેની બાબતો થાય છે?

● ઝઘડા

● ગાળાગાળી

● બેવફાઈ

● મન-દુઃખ

જો તમારું લગ્‍નજીવન તૂટવાની તૈયારીમાં હોય તો શું કરશો? શું છૂટાછેડાનો જ રસ્તો દેખાય છે? (g10-E 02)

[પાન ૩ પર ચિત્રનું મથાળું]

છૂટાછેડા એકદમ સામાન્ય

અમુક દેશોમાં છૂટાછેડાનો દર બહુ જ વધી ગયો છે. વિચાર કરો કે અમેરિકામાં શું થઈ રહ્યું છે! બાર્બરા ડેફો વાઇટહેડ નામની લેખિકા પોતાના પુસ્તકમાં કહે છે: ‘અમેરિકામાં, ૧૯૬૦ પછી ડિવૉર્સ લેવાનો દર આસમાને પહોંચ્યો છે. દસ વર્ષની અંદર તો એ દર બમણો થઈ ગયો છે. ધીમે ધીમે એ ટકાવારી વધતી ગઈ છે. લગભગ ૧૯૮૩માં સર્વ વિકસિત દેશોની સરખામણીમાં અમેરિકામાં એ દર સૌથી ઊંચો હતો. આજે પણ એ જ દર જળવાઈ રહ્યો છે. છેલ્લા ૩૦ વર્ષની અંદર છૂટાછેડા લેવું એ એકદમ સામાન્ય બની ગયું છે.’—છૂટાછેડાનો સામાન્ય રિવાજ (અંગ્રેજી).